Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણકી વાવમાં 3D શોનો અદભુત નજારો, VIDEO:24 મિનિટની શોર્ટ ફિલ્મમાં ક્યારેય ના સાંભળી હોય એવી પાટણના રાણ કી વાવની ગાથા; વડાપ્રધાને કર્યું ઇ-લોકાર્પણ

    2 days ago

    યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પાટણની રાણકીવાવ ખાતે પ્રવાસન વિભાગ દ્વારા રૂ. 18 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક 3D પ્રોજેક્શન મેપિંગ શો અને લાઈટ એન્ડ સાઉન્ડ શોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાવ-થરાદ ખાતેથી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. 24 મિનિટની આ શોર્ટ ફિલ્મમાં ક્યારેય ના સાંભળી હોય એવી પાટણના રાણ કી વાવની ગાથા રજુ કરાઈ છે. આ પ્રોજેક્ટથી રાણકીવાવના ઐતિહાસિક વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જોડી પ્રવાસીઓ માટે નવું આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે. 3D શોમાં વિવિધ આકર્ષણો રજુ કરાશે આ 3D શો માં પાટણની રાણકી વાવ ઉપરાંત સોમનાથ, મોઢેરા, કીર્તિ સ્તંભ, 100ની ચલણી નોટ, યુનેસ્કો, કુંભારીયા દેરાસર, પાલિતાણા જૈનના મંદિર, પાટણના પટોળા, શસ્ત્રલીગ તળાવ, પાટણના ઓતીયા પરિવાર દ્વારા દશામાની મૃતિ બનાવવામાં આવે છે તેનો ઇતિહાસ, પાટણના દોરી ગરબા સહિતના આકર્ષણો રજુ કરવામાં આવશે. નવા નજરાણાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ-થરાદની મુલાકાત દરમિયાન ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈ પર લઈ જવાના હેતુથી રાણકીવાવના આ મહત્વકાંક્ષી પ્રોજેક્શન લોકાર્પણ કર્યું હતું. પાટણની રાણકીવાવ જે વાર્ષિક આશરે 3.5 થી 4 લાખ પ્રવાસીઓને આકર્ષે છે, ત્યાં હવે આ નવા નજરાણાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ દ્વારા રાણી ઉદયમતિની પ્રેરણાદાયી ગાથા, પ્રાચીન જળ વ્યવસ્થાપન પદ્ધતિ અને પૂર્વજોની સ્થાપત્ય કળાના વૈભવને 3D ટેકનોલોજીના માધ્યમથી રજૂ કરવામાં આવશે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ અમદાવાદની ઓરા બ્રાઇટ લાઇટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એજન્સી મારફતે પૂર્ણ કરવામાં આવ્યો છે. રાણકીવાવ પરિસરની સુરક્ષા અને ઐતિહાસિક પ્રતિમાઓની જાળવણીને ધ્યાનમાં રાખીને, કોઈપણ પ્રકારની તોડફોડ વગર 10 અત્યાધુનિક લેસર પ્રોજેક્ટર ઇન્ટ્રીગ્રેસન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સમગ્ર પરિસરમાં હેરિટેજ લાઇટિંગ, પાથ-વે લાઇટિંગ અને એક અલાયદો કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ શો દરમિયાન અંદાજિત 24 મિનિટની શોર્ટ ફિલ્મ વોઈસ ઓવર સાથે દર્શાવવામાં આવી રહી છે. જેના માટે રાણકીવાવના પગથિયાંમા જ 125થી 150 લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. રાણકીવાવનો અદભૂત રાત્રિ નજારો જોવાનો લ્હાવો મળશે આ પ્રોજેક્ટ સાકાર થવાથી દેશ-વિદેશના પ્રવાસીઓને રાણકીવાવનો અદભૂત રાત્રિ નજારો જોવાનો લ્હાવો મળશે. રાત્રિના સમયે પર્યટકોની અવરજવર વધવાથી પાટણ શહેરમાં નાસ્તા અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિક લોકો માટે રોજગારીની નવી તકો પણ સાંપડશે. ભારત સરકારના પુરાતત્વ વિભાગ અને રાજ્યના પ્રવાસન વિભાગના સંકલનથી તૈયાર થયેલો આ શો ઐતિહાસિક વારસાને જીવંત રાખવાની દિશામાં મહત્વનું પગલું ગણવામાં આવે છે. લેસર શોની વિશેષતા રાણકી વાવને નુકસાન ન થાય તે માટે સાઈડમાં જમીન અંદર પ્રોજેક્ટર ફિટ કરવામાં આવ્યા છે, જે શો સમયે જમીનમાંથી લિફ્ટ મારફતે 10 ફૂટ બહાર આવશે જેથી રાણકી વાવની સુંદરતા ન બગડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. દરરોજ બે શો ચલાવવામાં આવશે. આ પ્રોજેક્ટનું 5 વર્ષનું સુચારુ સંચાલન અને મેન્ટેન્સ પ્રવાસન વિભાગ કરશે. રાણકી વાવનો ઇતિહાસ અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢના ચુડાસમા વંશના રાજા રા' ખેંગારના પુત્રી રાણી ઉદયમતીએ 11 મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું. સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી, જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, 20 મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. 1986માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી. રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. તે સાત માળ જેટલી ઊંડી છે.આ વાવ નંદા પ્રકાર ની વાવ છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2018માં બહાર પાડેલી નવી જાંબલી રંગની રૂપિયા 100ની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    GIDCના બિસ્માર રસ્તાઓથી લોકો પરેશાન, ઉદ્યોગકારોનું ડાયવર્ઝન આપવાનું અલ્ટીમેટમ:9 મહિના પહેલા 270 કરોડના વિકાસના વાયદા ફેલ!, ‘સોશિયલ મીડિયામાં પેચવર્ક બતાવવામાં આવે છે તે માત્ર દેખાડો છે’
    Next Article
    When Vidhu Vinod Chopra called Dev Aand the ‘biggest idiot’ at Screen Awards, watch video

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment