Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુર કોર્ટે બે મૃતક શિક્ષકના પરિવારને વળતર ચૂકવવા આદેશ કર્યો:કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા શિક્ષકોને ₹1.11 કરોડનું વળતર મળશે

    4 days ago

    રાધનપુરની મોટર અકસ્માત વળતર ક્લેઈમ ટ્રિબ્યુનલે (કોર્ટે) એક અકસ્માતમાં મૃત્યુ પામેલા બે શિક્ષકોના પરિવારજનોને કુલ ₹1,11,29,900નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઘટના 3 ઓક્ટોબર, 2023ના રોજ સમી તાલુકાના નાયકા અને સમી વચ્ચે બની હતી. એક કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં નિવૃત્ત શિક્ષક ટોકરભાઈ તેજાભાઈ પરમાર (રહે. દુદાખા) અને સમી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સરકારી શિક્ષક માધાજી લાખાજી ઠાકોર (રહે. નાની ચંદુર, તા. સમી)નું મૃત્યુ થયું હતું. આ મોટર અકસ્માત વળતર કેસમાં રાધનપુર કોર્ટની ટ્રિબ્યુનલના જજ આર. આર. ચૌધરીએ ચુકાદો આપ્યો હતો. કોર્ટે અકસ્માત સર્જનારા કાર ચાલક અને વીમા કંપનીને વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ટોકરભાઈના પરિવારને ₹25,03,700 અને માધાજીના પરિવારને ₹86,26,200નું વળતર મળશે. મૃતક ટોકરભાઈના પત્ની લીલાબેન અને પુત્રો મેહુલ તથા મનોજે ₹50 લાખના વળતરની માંગણી કરી હતી. જ્યારે માધાજીના પત્ની લીલાબેન ઠાકોર અને પુત્ર કુલદીપે ₹3 કરોડના વળતર માટે રાધનપુર કોર્ટમાં તેમના વકીલ મારફત કેસ દાખલ કર્યો હતો. કોર્ટે બંને પક્ષોની રજૂઆતો સાંભળી હતી અને બંને મૃતકોની આવક તેમજ સંભવિત આવકના પુરાવા ધ્યાનમાં લીધા હતા. આ આધારે, કોર્ટે કાર ચાલક અને વીમા કંપનીને ઉપરોક્ત રકમનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણ પાલિકામાં 6 એપ્રિલથી નવા વેરા સ્વીકારાશે:ઇ-નગર સોફ્ટવેર અપડેશનને કારણે 5 એપ્રિલ સુધી કામગીરી બંધ
    Next Article
    હિંમતનગર A ડિવિઝન PIને અનોખી વિદાય:ફૂલડાં વરસાવી ઘોડા પર સવાર કરી ડીજે સાથે વરઘોડો નીકળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment