Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર A ડિવિઝન PIને અનોખી વિદાય:ફૂલડાં વરસાવી ઘોડા પર સવાર કરી ડીજે સાથે વરઘોડો નીકળ્યો

    4 days ago

    હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI પી.એમ. ચૌધરીની બદલી થતાં તેમને અનોખી વિદાય આપવામાં આવી હતી. પોલીસકર્મીઓએ ફૂલડાં વરસાવી, ઘોડા પર સવાર કરાવી અને ડીજે સાથે વરઘોડો કાઢી તેમને વિદાય આપી. PI પી.એમ. ચૌધરીની સુરત ખાતે બદલી થતાં તેમને ફરજમુક્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પોલીસ સ્ટેશન પરિવારે તેમના માટે વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. વિદાય સમારંભ કાર્યક્રમ બાદ, PI ચૌધરીએ પાઘડી ધારણ કરી ઓફિસમાંથી બહાર આવ્યા હતા. આ સમયે પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ તેમના પર સુગંધિત ફૂલડાં વરસાવ્યા હતા. ત્યારબાદ તેમને ઘોડા પર બેસાડી, ડીજેના તાલે પોલીસ લાઈનમાં વિદાય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડા બાદ સ્ટેજ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌએ PI ચૌધરીને શુભેચ્છાઓ પાઠવી હતી. અંતે, પોલીસ સ્ટેશન પરિસરમાં સૌએ સાથે ભોજન લીધું હતું અને ફરજની યાદગીરી રૂપે ભેટ આપી વિદાય આપી હતી.
    Click here to Read More
    Previous Article
    રાધનપુર કોર્ટે બે મૃતક શિક્ષકના પરિવારને વળતર ચૂકવવા આદેશ કર્યો:કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા શિક્ષકોને ₹1.11 કરોડનું વળતર મળશે
    Next Article
    Hanuman Jayanti Celebration 2026 | રાજ્યભરમાં હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment