Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન ઝડપથી થશે:રાજકોટ મનપાનાં સ્ટે. ચેરમેન સહિત પદાધિકારીઓએ રૂબરૂ મુલાકાત લઈ વેપારીઓ-મજૂરોની વ્યથા સાંભળી, મજુરે આક્રોશ ઠાલવતા કહ્યું- પેટનો ખાડો કેમ બુરવો ?

    8 hours ago

    રાજકોટ શહેરના મધ્યમાં આવેલી અને ઐતિહાસિક વારસો ધરાવતી સર લાખાજીરાજ માર્કેટને આધુનિક બનાવવા માટે નવેમ્બર 2025માં સીલ કરવામાં આવી હતી. જોકે, માર્કેટ બંધ થયાને લાંબો સમય વિતી ગયો હોવા છતાં રિનોવેશનનું કામ શરૂ નહીં થતાં સ્થાનિક વેપારીઓ અને મજૂરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા અને માર્કેટ સમિતિનાં ચેરમેન મોહિતસિંહ જાડેજા સહિતનાં પદાધિકારીઓએ રૂબરૂ મુલાકાત લીધી હતી અને વેપારીઓ તથા મજૂરોની વ્યથા સાંભળી હતી. જેમાં એક મજુરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું અહી મજૂરી કરતો હતો, પણ તાળા મારવામાં આવતા પેટનો ખાડો કેમ બુરવો તે પ્રશ્ન છે. જોકે સ્ટે. ચેરમેને ટૂંક સમયમાં રીનોવેશન કામગીરી પુરી કરી વેપારીઓને જગ્યા પરત સોંપવાની ખાતરી આપી હતી. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની ઐતિહાસિક સર લાખાજીરાજ માર્કેટ અતિ જર્જરિત બની ગઈ હોવાથી તેના રિનોવેશન માટે મનપા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે માર્કેટમાં કાર્યરત 50થી 55 જેટલા થડાધારકો અને વેપારીઓને ખાલી કરાવીને જ્યુબેલી શાકમાર્કેટ ખાતે વૈકલ્પિક જગ્યા આપવામાં આવી હતી. જોકે, વેપારીઓના જણાવ્યા મુજબ 70 વર્ષ જૂની જગ્યા બદલાવાથી તેમના વેપાર-ધંધા પર 80% જેટલી માઠી અસર પડી છે અને 20% જેટલી પણ આવક થતી નથી. આ કારણે વેપારીઓ માટે રોજીરોટીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં વેપારી પ્રેમજીભાઈ સાકરીયાએ જણાવ્યું હતું કે, અમે 11 મહિનાથી રિનોવેશન માટે માર્કેટ ખાલી કરી દીધી છે. પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. જે જગ્યાએ 50 વર્ષથી ધંધો કરતા હોય ત્યાંથી જગ્યા બદલાય એટલે ગ્રાહકો આવતા નથી અને મુશ્કેલી પડે છે. અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી રિનોવેશનનું કામ પ્રત્યક્ષ રીતે શરૂ ન થાય ત્યાં સુધી અમને અહીં ધંધો કરવા દેવામાં આવે, જ્યારે કામ શરૂ કરવું હોય તેના 4 દિવસ પહેલાં જાણ કરશે તો અમે જગ્યા ખાલી કરી આપીશું. માર્કેટ બંધ થવાથી માત્ર વેપારીઓ જ નહીં પરંતુ ત્યાં મજૂરી કામ કરતા શ્રમિકો પણ બેરોજગાર બન્યા છે. દિવ્યભાસ્કર સાથે વાત કરતા મજૂર દીપક બાબુલાલ ઠક્કરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અહીં શાકભાજીની ગુણો ઊંચકવાનું કામ કરીને અમે પેટનો ખાડો પૂરતા હતા. પરંતુ માર્કેટ બંધ કરી દેવાતા અમારી મજૂરી બંધ થઈ ગઈ છે અને રોજીરોટીનો મોટો સવાલ ઊભો થયો છે. આ લોકોએ તાળા મારી દેતા હાલાકી ભોગવી રહ્યા છીએ. બીજી તરફ, રજૂઆતો સાંભળ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, આ સર લાખાજીરાજ માર્કેટ એ રાજકોટનું ઐતિહાસિક વારસો ધરાવતું માર્કેટ છે. આચારસંહિતા અને વહીવટદાર શાસનને કારણે ટેકનિકલ પ્રક્રિયામાં થોડો વિલંબ થયો હતો. હવે મારી પાસે દરખાસ્ત આવી ગઈ છે અને અમે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દીધી છે. મનપા સ્તરની તમામ કાનૂની અને ટેકનિકલ પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરી વહેલી તકે રિનોવેશન કામ શરૂ થાય તે દિશામાં સકારાત્મક કામગીરી કરવામાં આવી રહી છે. ચોક્કસ સમય હાલ આપી શકાય તેમ નથી. પરંતુ ઝડપથી આ માર્કેટના રીનોવેશનની કામગીરી પૂર્ણ કરીને વેપારીઓને જગ્યા પરત સોંપવાની ખાતરી પણ તેમણે આપી છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં રોજગાર મેળામાં 573 ઉમેદવારને નોકરીની ઓફર મળી:ધારાસભ્ય અનિકેત ઠાકરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના મેળામાં 24 કંપની હાજર રહી
    Next Article
    ગોધરા A ડિવિઝન PI આર.એમ. વસૈયાની તાલુકા પોલીસ મથકે બદલી:સન્માનમાં પોલીસ પરિવારે વિદાય સમારંભ યોજી શુભકામનાઓ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment