Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેસુમાં આવાસમાં હિંસક અથડામણ:યુવકની હથેળીમાં 6 ઇંચનો છરો ખૂંપ્યો, કુખ્યાત 'પક્યા' સહિત 5 ઝડપાયા

    7 hours ago

    શહેરના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગર-1 SMC આવાસમાં રવિવારે મોડી રાત્રે જૂની અદાવતમાં હિંસક અથડામણ થઈ હતી. ઉધનાના કુખ્યાત ગુનેગાર પંકજ ઉર્ફે પક્યા સેદાણે અને તેની ગેંગે નિર્દોષ લોકો પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. વેસુ પોલીસે રાત્રે જ કોમ્બિંગ હાથ ધરી મુખ્ય આરોપી પક્યા સહિત 5 શખ્સોને દબોચી લીધા છે. શું હતી સમગ્ર ઘટના? 28 એપ્રિલની રાત્રે પંકજ પક્યા તેની ગેંગ સાથે 'સુલતાન' નામના વ્યક્તિને શોધવા આવાસમાં પહોંચ્યો હતો. સુલતાન ન મળતા ઉશ્કેરાયેલા હુમલાખોરોએ નીચે ક્રિકેટ રમી રહેલા સ્થાનિક યુવકો સાથે ઝઘડો કર્યો હતો. જોતજોતામાં કુહાડી અને રેમ્બો ચપ્પુ જેવા હથિયારો વડે હુમલો શરૂ કરી દીધો હતો. હુમલા દરમિયાન એક 19 વર્ષીય યુવકને બચાવવા જતાં તેના હાથમાં 6 ઇંચ લાંબો રેમ્બો ચપ્પુ આરપાર ખૂંપી ગયો હતો. જે બાદ તેને લોહી લુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તેની સ્થિતિ ગંભીર છે. આરોપીની ઉંમર મામલે વિવાદ અને પોલીસ મથકે હોબાળો ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી એક શખ્સે પોતે 'સગીર' (કિશોર) હોવાનો દાવો કર્યો હતો. જોકે, પીડિત પરિવારોએ પોલીસ મથકે હોબાળો મચાવતા આક્ષેપ કર્યો હતો કે આ જ આરોપી 4 વર્ષ પહેલા પણ એક હત્યાના કેસમાં સામેલ હતો. ત્યારે પણ તેણે ઉંમર ઓછી બતાવી કાયદાનો ગેરલાભ લીધો હતો. સ્થાનિકોની માંગ છે કે આ આરોપી ખરેખર પુખ્ત છે અને તેની ઉંમર છુપાવી રહ્યો છે. પોલીસની કાર્યવાહી અને તપાસ વેસુ પીઆઈ જે. કે. રાઠવાના જણાવ્યા મુજબ, પોલીસે ઘટનાસ્થળેથી હથિયારો કબજે કર્યા છે. આરોપીની ઉંમરની ખરાઈ કરવા માટે પોલીસ હવે કોર્ટની પરવાનગીથી મેડિકલ ટેસ્ટ કરાવશે. જો તે પુખ્ત સાબિત થશે તો કડક કાયદાકીય કાર્યવાહી કરાશે. પંકજ પક્યા અગાઉ પણ ખૂન અને રાયોટિંગ જેવા ગુનામાં સંડોવાયેલો છે અને અન્ય બે કેસમાં વોન્ટેડ હતો. સ્થાનિકોમાં રોષ, PASA હેઠળ કાર્યવાહીની માંગ વેસુ જેવા પોશ વિસ્તારના આવાસોમાં અસામાજિક તત્વોના આતંકને લઈને રહીશોમાં ભારે રોષ છે. લોકોએ માંગ કરી છે કે આવા રીઢા ગુનેગારો વિરુદ્ધ પાસા (PASA) હેઠળ પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકે. પોલીસે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તમામ 5 આરોપીઓને જેલભેગા કરવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘UP’s new lifeline, a blessing’: PM Modi throws opens 594-km Ganga Expressway
    Next Article
    પરિવારથી વિખુટા પડેલા 12 વર્ષના બાળકનું મિલન કરાવતી પોલીસ:રાજકોટના આણંદપરમાં વાડીની કુંડીમાં ડૂબી જતા 3 વર્ષના બાળકનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment