Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાલી ટૂરના નામે કાપડ વેપારી સાથે ₹11 લાખની છેતરપિંડી:40થી 70 ગ્રાહકોને બાલી લઈ જવા પેકેજ બુક કરાવ્યું, MPના ટૂર ઓપરેટરે એડવાન્સ રકમ પચાવી પાડી

    3 days ago

    અમદાવાદના માધુપુરા વિસ્તારમાં કાપડનો વેપાર કરતા વેપારી સાથે બાલી ટૂરના નામે રૂ. 11.38 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. પોતાના ગ્રાહકો માટે ટૂર પેકેજ બુક કરાવી એડવાન્સ રકમ ચૂકવ્યા બાદ મધ્યપ્રદેશના ટૂર ઓપરેટરે વારંવાર ભાવ વધારો માગ્યો હતો. આખરે વેપારીએ ટૂર કેન્સલ કરી નાણાં પરત માગતાં ટૂર ઓપરેટરે રકમ પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે વેપારીએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ટૂર ઓપરેટર સાથે પ્રતિ વ્યક્તિ ₹76 હજારમાં ડીલ થઈ હતી માધુપુરામાં કાપડનો વ્યવસાય કરતા પ્રીતેશ આદેશરાએ ગત વર્ષે ધંધાકીય હેતુ માટે પોતાના 40થી 70 ગ્રાહકોને બાલી લઈ જવા માટે પેકેજ બુક કરાવવાનું નક્કી કર્યું હતું. તે માટે તેમણે મધ્યપ્રદેશ સ્થિત 'વન્ડર ડિઝાયર હોલીડે'ના માલિક નીતિન અગ્રવાલનો સંપર્ક કર્યો હતો. નીતિન અગ્રવાલે પ્રતિ વ્યક્તિ રૂ. 76,000 ભાડું નક્કી કરતાં પ્રીતેશભાઈએ એડવાન્સ પેટે રૂ. 11.38 લાખ આપ્યા હતા. તેમજ 60 લોકોનું લિસ્ટ અને આઈડી પ્રૂફ પણ મોકલી આપ્યા હતા. વારંવાર ભાવ વધારતાં ટૂર કેન્સલ કરાઈ જૂન મહિનામાં ટૂર જવાની હતી, પરંતુ અમેરિકા અને ઈરાન યુદ્ધની સ્થિતિના કારણે તારીખ લંબાવવી પડી હતી. બાદમાં અન્ય 7 સભ્યોના નામ ઉમેરતાં નીતિને પેકેજના ભાવ વધાર્યા હતા, તેમ છતાં વેપારી તૈયાર થઈ ગયા હતા. જોકે, ત્યારબાદ પણ ટૂર ઓપરેટર નીતિન અગ્રવાલ સતત વધુ પૈસાની માગણી કરતો હતો. આખરે પ્રીતેશભાઈએ ટૂર કેન્સલ કરી પોતાના એડવાન્સ આપેલા રૂ. 11.38 લાખ પરત માગ્યા હતા, પરંતુ નીતિને પૈસા આપવાનો ઈનકાર કરતાં માધુપુરા પોલીસ મથકે ગુનો નોંધાવાયો છે.
    Click here to Read More
    Previous Article
    હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાં અકસ્માત બાદ બે જૂથ વચ્ચે અથડામ:જૂથ અથડામણમાં 3 લોકો ઈજાગ્રસ્ત, DySP સમીર સારડાની આગેવાનીમાં LCB અને પોલીસ કાફલાએ ઘસી જઈ સ્થિતિ કાબૂમાં લીધી
    Next Article
    પાટણમાં નવરાત્રિનો પ્રારંભ, ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા:પ્રથમ નોરતે ઘટસ્થાપના અને આરતી બાદ મલ્હાર સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં રમઝટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment