Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં ખાદ્યપદાર્થોના ચાર નમૂના નાપાસ:નિવાસી અધિક કલેક્ટરની કોર્ટે ઘી, તેલ અને શ્રીખંડના કેસમાં કુલ ₹11 લાખનો દંડ ફટકાર્યો

    6 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં ઘી, ખાદ્યતેલ અને શ્રીખંડના ચાર નમૂના ગુણવત્તાના ધોરણો મુજબ નાપાસ થયા હતા. આ કેસોમાં નિવાસી અધિક કલેક્ટરની કોર્ટે કુલ ₹11 લાખનો દંડ ફટકાર્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી નમૂના લીધા હતા. સરકારી ફૂડ લેબોરેટરીમાં તપાસ બાદ નમૂના નિર્ધારિત ગુણવત્તાના ધોરણો મુજબ નાપાસ જાહેર થયા હતા. આ નમૂનાઓને લગતા ચાર કેસ બનાસકાંઠા જિલ્લાના એડજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરની કોર્ટમાં દાખલ કરાયા હતા. સુનાવણી બાદ કોર્ટે જવાબદારોને કુલ ₹11 લાખનો દંડ ફટકાર્યો હતો. તંત્રએ જણાવ્યું કે લોકોને શુદ્ધ અને સલામત ખાદ્યપદાર્થો મળે તે માટે તપાસ અને કાયદેસરની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ડૉ. હેતવી શુક્લએ 108 નિઃશુલ્ક કેમ્પ યોજ્યા:સત્યસાંઈ બાબાના જન્મ શતાબ્દી વર્ષે નવસારી જિલ્લામાં હજારો લોકોને ફિઝિયોથેરાપી સારવાર આપી
    Next Article
    ભારતને ઘેરવા ચીનનું ખતરનાક ષડયંત્ર:અમેરિકાના રિપોર્ટે ડ્રેગનને ઊઘાડું પાડ્યું, હિન્દ મહાસાગરમાં નવા-જૂની થઇ શકે, ગુજરાત માટે ડબલ ખતરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment