Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતને ઘેરવા ચીનનું ખતરનાક ષડયંત્ર:અમેરિકાના રિપોર્ટે ડ્રેગનને ઊઘાડું પાડ્યું, હિન્દ મહાસાગરમાં નવા-જૂની થઇ શકે, ગુજરાત માટે ડબલ ખતરો

    6 घंटे पहले

    શું આવનાર મોટું યુદ્ધ સરહદના બરફીલા પહાડો પર નહીં, પણ આપણા ઘરઆંગણે એટલે કે હિંદ મહાસાગરના ઊંડા પેટાળમાં લડાશે? આ સવાલ એટલા માટે કારણ કે અમેરિકી સંસદના એક નવા રિપોર્ટે નવી દિલ્હીથી લઈને વોશિંગ્ટન સુધીના સિક્યોરીટી જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. જેમાં ધડાકો થયો છે કે ચીન હવે માત્ર જમીન પર ઘૂસણખોરી નથી કરી રહ્યું, પરંતુ આપણા હિંદ મહાસાગરના દરિયાકિનારાની સાવ નજીક સમુદ્રના તળિયાનો નકશો બનાવીને એક અદૃશ્ય જાળ બિછાવી રહ્યું છે. હકિકતમાં ચીન હિન્દ મહાસાગરથી ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે ભવિષ્યમાં સપ્લાય ચેઇનને તોડવાનો પ્રયાસ હોય શકે છે. ચીનના જાસૂસી જહાજો અને સબમરીનની વધતી હાજરી ભારતની એનર્જી સિક્યોરિટી અને ગ્લોબલ ટ્રેડ માટે સીધો પણ ખતરો બની છે. તેની ગુજરાતને સીધી પણ અસર થઇ શકે છે. આજે તેની વાત કરીએ. નમસ્કાર 18 નવેમ્બર 2026ના રોજ અમેરિકી કોંગ્રેસની યુએસ-ચાઈના ઈકોનોમિક એન્ડ સિક્યુરિટી રિવ્યૂ કમિશન USCCનો એન્યુઅલ રિપોર્ટ જાહેર થયો. આ રિપોર્ટમાં સીધી ચેતવણી આપવામાં આવી છે કે ચીન હવે હિંદ મહાસાગરમાં પણ સાઉથ ચાઈના સી પ્લેબુક લાગુ કરી રહ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ચીન હિંદ મહાસાગરના તળિયે આવેલી જીઓગ્રાફિકલ રચનાઓને મેન્ડરિન એટલે કે ચીની ભાષામાં નવા નામ આપી રહ્યું છે. આ કોઈ સામાન્ય નામકરણ નથી, પણ ભવિષ્યમાં આ દરિયાના વિસ્તાર પર અધિકાર જમાવવાની અને ભારતના દરિયાઈ વર્ચસ્વને તોડવાની એક જાણી જોઈને કરેલી સ્ટ્રેટેજી છે. ગ્લોબલ ટ્રેડ માટે મોટો ખતરો જ્યારે આ થઈ જ રહ્યું હતું ત્યારે બીજી બાજુ, ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલા ઈરાન યુદ્ધે હોર્મુઝ અને રેડ સીના વેપારી માર્ગો પર પહેલેથી જ બ્રેક લગાવી દીધી છે. આવા સમયે, ચીનના જાસૂસી જહાજો અને સબમરીનની હિંદ મહાસાગરમાં વધતી હાજરી ભારતની એનર્જી સિક્યોરિટી અને ગ્લોબલ ટ્રેડ માટે સીધો ખતરો બની ગઈ છે. આ ખતરાની સૌથી સીધી અને ગંભીર અસર ભારત અને ગુજરાત પર પડી શકે છે. કેમ કે ગુજરાત દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે, જ્યાંથી દેશનો 40% સમુદ્રી કાર્ગો અને લગભગ 30.75% ઓલ ઓવર નિકાસ થાય છે. કચ્છ અને સૌરાષ્ટ્રના બંદરો જેમ કે મુંદ્રા, કંડલા, જામનગર અને પીપાવાવ સીધા ઉત્તર અરબી સમુદ્ર તરફ ખૂલે છે. હવે જરા નકશા પર નજર કરો: ગુજરાતના આ બંદરોની બરાબર સામેની બાજુએ પાકિસ્તાનના ગ્વાદર અને કરાચી પોર્ટ પર ચીનનો કબજો છે. મે 2025માં જ્યારે પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, ત્યારે બરાબર એ જ તણાવ વચ્ચે ચીનનું એક સર્વે જહાજ બંગાળની ખાડીમાં ઘૂસી ગયું હતું. આ બધાએ સાબિત કરી દીધું કે ભવિષ્યમાં ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ પણ સંઘર્ષ થાય, તો ચીન સીધા યુદ્ધમાં ઉતર્યા વિના પાકિસ્તાનને ભારતીય નૌકાદળની રીઅલ-ટાઈમ જાસૂસી માહિતી આપીને આપણી મુશ્કેલી વધારી શકે છે. પણ આ વિવાદ વચ્ચે એક મોટો વિરોધાભાસ પણ સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની લોવી ઈન્સ્ટિટ્યૂટના એશિયા પાવર ઈન્ડેક્સ 2026 મુજબ, ભારત 40.5ના સ્કોર સાથે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ત્રીજો સૌથી શક્તિશાળી દેશ બની ગયો છે. ગ્લોબલ ડિપ્લોમસીમાં ભારતનું વજન વધ્યું છે. પણ, ભારત અને ચીનના 73.6 સ્કોરના પોઈન્ટ વચ્ચે હજુ પણ 33.1 પોઈન્ટની મોટી ખાઈ છે. જે હજુ આપણે પુરવાની બાકી છે એક બાજુ ભારત પોતાની દરિયાઈ તાકાત વધારીને હિંદ મહાસાગરનું રક્ષક બની રહ્યું છે, તો બીજી બાજુ ચીન સમુદ્રમાં રોબોટ્સ અને સબમરીન ઉતારીને ભારતની ડિજિટલ અને આર્થિક નાડી દબાવવાની તૈયારી કરી રહ્યું છે. આખરે ચીન સમુદ્રના તળિયે એવું તો શું શોધી રહ્યું છે, જેનાથી ભારતની સબમરીન અને ઈન્ટરનેટ કેબલ પણ સુરક્ષિત નથી? આનાથી ભારતે શું લેવા દેવા? ચાલો હવે તેની વાતો કરી લઈએ. ચીન સમુદ્રના તળિયે જે કરી રહ્યું છે, તે કોઈ સામાન્ય વૈજ્ઞાનિક સંશોધન નથી. આ સીધું અંડરસી વોરફેરની તૈયારી છે. ચીને પોતાના 15મા પંચવર્ષીય એટલે કે 2026થી 2030ના પ્લાનમાં ચીને ઊંડા સમુદ્રના સંશોધનને ટોપ પ્રાયોરિટી આપી છે. તેના સ્ટારી ડીપ સી પ્રોગ્રામમાં દરિયાનું તાપમાન, ખારાશ અને તળની ઊંડાઈનું બારીક મેપિંગ થઈ રહ્યું છે. આ ડેટાનો સીધો ફાયદો ચીની સબમરીનને મળે છે. સમુદ્રની ખારાશ અને તાપમાન જાણી લેવાથી સોનાર વેવની દિશા સમજી શકાય છે, જેનાથી ચીની સબમરીન રડારથી બચીને છુપાઈ શકે છે અને ભારતીય સબમરીનને પકડવી સરળ બની જાય છે. એટલું જ નહીં, ચીનનું ઝુ હાઈ યુન જેવું એડવાન્સ મધરશિપ 160 કિલોમીટરના વિસ્તારમાં એકસાથે 50થી વધુ દરિયાઈ રોબોટ્સ ઓપરેટ કરવાની તાકાત ધરાવે છે. બીજો મોટો ખતરો અંડરસી કેબલ્સ પર તોળાઈ રહ્યો છે. USCC 2026ના રિપોર્ટ મુજબ, ચીન પાસે ઊંડા સમુદ્રમાં રોબોટ ક્રોલર્સ અને કેબલ કાપવા અને જોડવાની પેટન્ટ ટેક્નોલોજી છે. ભારતની પૂરી ડિજિટલ ઈકોનોમી, UPI ટ્રાન્ઝેક્શન અને ફાઈનાન્શિયલ ક્લિયરિંગ સિસ્ટમ હિંદ મહાસાગરના તળિયે પથરાયેલા આ કેબલ્સ પર ટકેલી છે. કટોકટીના સમયે ચીન આ કેબલ્સને નુકસાન પહોંચાડીને ભારતનું ડિજિટલ નેટવર્ક ખોરવી શકે છે. જમીન પર ચીન ભારતને સ્ટ્રિંગ ઓફ પર્લ્સ એટલે કે બંદરોના જાળાથી ઘેરી રહ્યું છે. પાકિસ્તાન: ગ્વાદર પોર્ટમાં $1.62 અબજનું રોકાણ અને કરાચી ડીપવોટર ટર્મિનલમાં $550 મિલિયનનું રોકાણ કરવાનો છે. શ્રીલંકા: હંબનટોટા પોર્ટમાં $1.5 અબજનો પ્રોજેક્ટ, જ્યાં ચીની જાસૂસી જહાજો અવારનવાર લાંગરે છે. બાંગ્લાદેશ અને મ્યાનમાર: ચિત્તાગોંગમાં બાંધકામ, પાયરા પોર્ટ અને મ્યાનમારના ક્યાઉકફ્યુ બંદરમાં $1.3 અબજનું રોકાણ. જિબુતી: લાલ સમુદ્રના પ્રવેશદ્વાર પાસે $590 મિલિયનના પ્રોજેક્ટ સાથે ચીનનું પ્રથમ વિદેશી લશ્કરી બેઝ. આ ઘેરાબંધીની વચ્ચે ગ્લોબલ ટ્રેડ અને એનર્જી સપ્લાય પણ દબાણમાં છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ પશ્ચિમ એશિયામાં શરૂ થયેલા સંઘર્ષ બાદ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતું ક્રૂડ ઓઈલ 21.6 મિલિયન બેરલ પ્રતિ દિવસથી તૂટીને 2026ના બીજા ક્વાર્ટરમાં માત્ર 4.9 મિલિયન બેરલ રહી ગયું હતું. ભારત પોતાની LNG જરૂરિયાતનો બે-તૃતીયાંશ હિસ્સો આ જ હોર્મુઝ રસ્તો ઈમ્પોર્ટ કરે છે. આ દરિયાઈ અવરોધોને કારણે ગ્લોબલ ટ્રેડ ગ્રોથ રેટ 4.7%થી ઘટીને 1.5થી 2.5% વચ્ચે સમેટાઈ ગયો છે. હવે જરા ગુજરાતના આંકડા જુઓ, જે બતાવે છે કે આપણું રાજ્ય આ ઈક્વેશનમાં કેમ સૌથી મહત્વનું છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ મુજબ, ગુજરાતના નોન-મેજર બંદરોની કેપેસિટી 598 MMT છે અને 488 MMT કાર્ગો હેન્ડલ થાય છે, જે દેશના તમામ નોન મેજર બંદરોના ટ્રાફિકના 66% છે. મુંદ્રા પોર્ટ, કંડલા, જામનગરની વિશ્વની સૌથી મોટી રિફાઈનરી, હજીરાનું LNG ટર્મિનલ અને અલંગ સીધા અરબી સમુદ્ર પર નિર્ભર છે. પણ ભારત પણ હાથ પર હાથ ધરીને બેઠું નથી. લોવી ઈન્સ્ટિટ્યૂટના એશિયા પાવર ઈન્ડેક્સ 2026માં ભારતે 40.5 સ્કોર સાથે હરણફાળ ભરી છે. ટોચના 5 દેશોમાં અમેરિકા 78.9, ચીન 73.6, ભારત 40.5, જાપાન 38.6 ભારત એકમાત્ર એવો દેશ છે, જેનો પાવર સ્કોર વધ્યો છે. ખાસ કરીને ડિપ્લોમેટીક પ્રભાવ 70.3 સ્કોર અને ડિફેન્સ નેટવર્કમાં +2.1 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે જેમાં ભારતની તાકાત વધી છે. દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોને બ્રહ્મોસ મિસાઈલ વેચીને ભારત હવે ચીનના પડોશમાં જ તેને ટક્કર આપી રહ્યું છે. પણ સૌથી મોટો સવાલ એ છે, ચીનના 80% તેલનો રસ્તો ભારતના આંદામાન-નિકોબાર પાસેથી નીકળે છે. શું ભારત આ મલક્કા ડાયલેમાનો યુઝ કરીને ચીનને ઘૂંટણિયે પાડી શકે છે? ચાલો હવે તેને સમજી લઈએ... એક મિથ એવો ચાલે છે કે ભારત ધારે ત્યારે મલક્કાની સામુદ્રધુની બંધ કરીને ચીનના 80% તેલનો સપ્લાય રોકી શકે છે. પણ હકિકત થોડી અલગ છે. ઈન્ટરનેશનલ કાયદા મુજબ, ભારત એકતરફી રીતે મલક્કાની નાકાબંધી કરી શકે નહીં કારણ કે આ માર્ગ જાપાન, દક્ષિણ કોરિયા, ASEAN દેશો અને ખુદ ભારતના વેપારની જીવાદોરી છે. તો પછી ભારતની અસલી તાકાત શું છે? તો જવાબ મળે છે અદ્રશ્ય ડિટરન્સ. ભારતને મલક્કા બંધ કરવાની જરૂર જ નથી. આંદામાન-નિકોબારમાં ભારતની સૈન્ય તાકાત અને $9 અબજનો ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ ચીન માટે સૌથી મોટો માથાનો દુખાવો બની ગયું છે. યુદ્ધની સ્થિતિમાં ભારત માત્ર આ વિસ્તારમાં પોતાની નૌકાદળની હાજરી વધારે, તો પણ ચીનના જહાજો અટકી જશે. કેમ કે, કોઈ ઔપચારિક નાકાબંધી વિના જ વૈશ્વિક વીમા કંપનીઓ ઊંચા વોર-રિસ્ક પ્રીમિયમને કારણે આ માર્ગે જતા જહાજોનો વીમો લેવાનું બંધ કરી દેશે. ચીન પાસે મ્યાનમાર પાઈપલાઈન કે રશિયન પાઈપલાઈન જેવા વિકલ્પો છે, પણ તે પૂર્વ ચીનના વિશાળ ઉદ્યોગોની ભૂખ સંતોષી શકે તેમ નથી. આ જ ડરથી ચીન હિંદ મહાસાગરમાં પોતાનું જાળું બિછાવી રહ્યું છે. હવે પડદા પાછળની બીજી રમત સમજો: ચીન માત્ર દરિયામાં જ નહીં, પણ આપણી ફેક્ટરીઓ અને દવાઓમાં પણ ઘૂસેલું છે. ભારતનો એશિયા પાવર ઈન્ડેક્સ સ્કોર ભલે 40.5 થયો હોય, પણ ચીન સાથેનું 33.1 પોઈન્ટનું અંતર ઘટાડવું હોય, તો ભારતે પોતાની આયાત નિર્ભરતા તોડવી પડશે. આજે પણ ભારતના ફાર્માસ્યુટિકલ કાચા માલમાં 73.7% નિર્ભરતા ચીન પર છે. એટલું જ નહીં, ચીન પોતાના એન્જિનિયરો પાછા ખેંચીને કે સસ્તા માલનું ડમ્પિંગ કરીને ભારતના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સને નબળા પાડવાની ચાલ રમી રહ્યું છે. આ પડકાર સામે ભારત હવે ફ્રન્ટ-ફૂટ પર રમી રહ્યું છે, અને તેનું સૌથી મોટું કેન્દ્ર ગુજરાત બની રહ્યું છે. કચ્છ-સૌરાષ્ટ્રની સુરક્ષા માટે પોરબંદરનું INS સરદાર પટેલ નેવલ બેઝ અરબી સમુદ્ર પર બાજ નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત, જુલાઈ 2026માં કેન્દ્ર સરકારે વાડીનારમાં ₹1,570 કરોડની શિપ રિપેર ફેસિલિટી અને પોરબંદરમાં 2,000 એકરમાં વિશાળ શિપબિલ્ડિંગ ક્લસ્ટરને મંજૂરી આપી છે. સાથે જ, ભારતે શિપબિલ્ડિંગ માટે ₹69,725 કરોડનું પેકેજ અને ₹53,866.50 કરોડના 8 નેક્સ્ટ જનરેશન કોર્વેટ જહાજોના કરાર કરીને અંડરસી વોરફેરમાં પોતાની તાકાત બમણી કરવાની શરૂઆત કરી દીધી છે. બીજી બાજુ, ભારત હવે સ્ટ્રેટેજિક ઓટોનોમીની ગજબની કૂટનીતિ રમી રહ્યું છે. એક તરફ ભારત નવી દિલ્હીમાં યોજાનારી 18મી BRICS સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સીધી વાતચીત કરે છે, તો બીજી તરફ ક્વાડના મનીલા કરાર હેઠળ P-8 પેટ્રોલ એરક્રાફ્ટ તૈનાત કરીને ચીનની સબમરીન પર નજર પણ રાખે છે. લક્ષદ્વીપમાં INS જટાયુ, મોરેશિયસમાં અગાલેગા એરસ્ટ્રિપ અને INS સંશોધક જેવા સર્વે જહાજો દ્વારા ભારત હવે હિંદ મહાસાગરના નાના ટાપુ દેશોને ચીનના દેવાની જાળમાંથી બચાવવાનો વિશ્વસનીય વિકલ્પ આપી રહ્યું છે. આગામી દાયકામાં સત્તાનું સંતુલન જમીન પરની સરહદોથી નહીં, પરંતુ સમુદ્રના ઊંડા તળિયેથી નક્કી થશે. ચીન પાસે પૈસા અને રોબોટ્સ છે, પણ ભારત પાસે જીઓગ્રાફીની એવી કુદરતી તાકાત છે, જેને કોઈ પણ ટેક્નોલોજી બદલી શકતી નથી. જો ભારત પોતાના અંડરસી નેટવર્ક અને ઘરેલુ સપ્લાય ચેઈનને સમયસર મજબૂત કરી લેશે, તો હિંદ મહાસાગરમાં ચીનનું આ જાસૂસી જાળું ખુદ તેના માટે જ ચક્રવ્યૂહ સાબિત થશે. અને છેલ્લે
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં ખાદ્યપદાર્થોના ચાર નમૂના નાપાસ:નિવાસી અધિક કલેક્ટરની કોર્ટે ઘી, તેલ અને શ્રીખંડના કેસમાં કુલ ₹11 લાખનો દંડ ફટકાર્યો
    Next Article
    ડ્રોનથી દવાનો છાંટવાનો ખર્ચ પાણીમાં:રાજકોટમાં મચ્છરો બેકાબૂ બનતા સપ્તાહમાં ડેંગ્યુના વધુ 5 સહિત વિવિધ રોગના 1844 કેસ, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment