Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં કડેગી નજીક ₹1.08 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:એક આરોપી પકડાયો, બે ફરારની શોધખોળ શરૂ

    2 days ago

    પોરબંદર જિલ્લામાં પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ અંતર્ગત કુતિયાણા પોલીસે કડેગી ગામ નજીકથી ₹1,08,850નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 269 નાની-મોટી બોટલો જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. 269 બોટલો તેમજ એક મોબાઈલ ફોન જપ્ત પેટ્રોલિંગ દરમિયાન મળેલી ગુપ્ત માહિતીના આધારે, પોલીસે કડેગી ગામથી અમીપુર ગામ તરફ જતા માર્ગ પર વાવા સીમ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. ત્યાં બાવળની ઝાડીઓમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની વોડકા અને વ્હિસ્કીની કુલ 269 બોટલો તેમજ એક મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹1,08,850 આંકવામાં આવી છે. 20 વર્ષીય આરોપીની ધરપકડ, એક ફરાર આ દરોડા દરમિયાન, પોલીસે કડેગી ગામના રહેવાસી 20 વર્ષીય ભરત જોધાભાઈ કોડીયાતરની ધરપકડ કરી હતી. આ કેસમાં વિજય મુરૂભાઈ કોડીયાતર અને લખન મુંજાભાઈ કોડીયાતર ફરાર હોવાથી, તેમની વિરુદ્ધ પણ ગુનો નોંધીને પોલીસે તેમને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. કુતિયાણા પોલીસે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે આવી જ રીતે સઘન કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    રિક્ષામાં હવેથી 1.2 કિમીના મિનિમમ રૂ.25નું ભાડું ચૂકવવું પડશે:CNGમાં વધેલા ભાવને ધ્યાનમાં રાખી લઘુત્તમ ભાડું રૂ.30 કરવાની રિક્ષા એસોસિએશનની ફરી માગ, સરકાર રેટ કમિટીની બેઠક બોલાવશે
    Next Article
    ગોત્રીમાં 9મા માળેથી નીચે પટકાતા 2 વર્ષના માસૂમનું મોત:શિવાલય હાઇટ્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટની સીડી વચ્ચેના ભાગમાં રમતાં રમતાં બાળક નીચે પટકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment