Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોત્રીમાં 9મા માળેથી નીચે પટકાતા 2 વર્ષના માસૂમનું મોત:શિવાલય હાઇટ્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટની સીડી વચ્ચેના ભાગમાં રમતાં રમતાં બાળક નીચે પટકાયો

    2 days ago

    વડોદરાના ગોત્રી વિસ્તારમાં શિવાલય હાઇટ્સ એપાર્ટમેન્ટમાં નવમા માળેથી નીચે પટકાતાં મૌર્ય પરિવારના બે વર્ષના પુત્ર અંશ મૌર્યનું કરુણ મોત નીપજ્યું છે. રમતાં રમતાં અચાનક બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર સોસાયટી અને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બાળક રમતાં રમતાં સીધો નીચે પટકાયો ગોત્રી પોલીસ મથકના પી.આઈ. એચ.બી. ચાવડાએ જણાવ્યું હતું કે, બાળક ઘરની બહાર નીચે ઉતરવાની સીડી વચ્ચેના ખુલ્લા ભાગમાંથી રમતાં રમતાં સીધો નીચે પટકાયો હતો. ગંભીર ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની જી.એમ.ઈ.આર.એમ. (GMERS) ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને ગોત્રી પોલીસે ઘટના અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં કડેગી નજીક ₹1.08 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:એક આરોપી પકડાયો, બે ફરારની શોધખોળ શરૂ
    Next Article
    સાબરકાંઠા SOGની પ્રાંતિજમાં કાર્યવાહી:ગેરકાયદેસર હથિયાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો, અન્ય એક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment