Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિક્ષામાં હવેથી 1.2 કિમીના મિનિમમ રૂ.25નું ભાડું ચૂકવવું પડશે:CNGમાં વધેલા ભાવને ધ્યાનમાં રાખી લઘુત્તમ ભાડું રૂ.30 કરવાની રિક્ષા એસોસિએશનની ફરી માગ, સરકાર રેટ કમિટીની બેઠક બોલાવશે

    2 days ago

    ગુજરાત સરકારે રાજ્યમાં ઓટો રિક્ષાના ભાડામાં વધારો કરતું નવું જાહેરનામું બહાર પાડ્યા બાદ ઓટો રિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. એસોસિએશનના પ્રમુખ રાજ શિરકેએ જણાવ્યું કે, વર્ષ 2022 પછી પ્રથમ વખત ભાડામાં વધારો થતાં રાજ્યના લાખો રિક્ષાચાલકોને રાહત મળશે. નવા જાહેરનામા મુજબ પ્રથમ 1.2 કિલોમીટર માટે લઘુત્તમ ભાડું રૂ.25 અને ત્યારબાદ પ્રતિ કિલોમીટર રૂ.20 (દર 200 મીટરે રૂ.4) વસૂલવાનો દર નક્કી કરવામાં આવ્યો છે. લઘુત્તમ ભાડું રૂ.25ના બદલે રૂ.30 કરવાની માગ સાથે રજૂઆત રાજ શિરકેએ જણાવ્યું કે, 22 જૂન, 2026ના રોજ યોજાયેલી રેટ કમિટીની બેઠકમાં આ ભાડું નક્કી થયું હતું, પરંતુ જાહેરનામું બહાર પડવામાં વિલંબ દરમિયાન CNGના ભાવમાં બે વખત વધારો થતાં કુલ રૂ.6.02નો વધારો થયો છે. આ કારણે એસોસિએશને લઘુત્તમ ભાડું રૂ.25ના બદલે રૂ.30 કરવાની માંગ સાથે સરકારને બે વખત રજૂઆત કરી હતી. ફરી રેટ કમિટીની બેઠક બોલાવાની મૌખિક બાંહેધરી આપી તેમણે દાવો કર્યો કે, સરકારના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક ફરી રેટ કમિટીની બેઠક બોલાવી લઘુત્તમ ભાડું રૂ.30 કરવા અંગે વિચારણા કરવાની મૌખિક બાંહેધરી આપી છે. એસોસિએશને સરકારને આ બેઠક વહેલી તકે યોજી નિર્ણય જાહેર કરવાની માંગ કરી છે. નવા ભાડા દરો 7 ઓગસ્ટથી અમલમાં રાજ શિરકેએ જણાવ્યું કે, નવા ભાડા દરો 7 ઓગસ્ટથી અમલમાં આવી ગયા છે અને રાજ્યના તમામ રિક્ષાચાલકો સરકાર દ્વારા નક્કી કરાયેલા દરોનું પાલન કરીને મુસાફરોને સેવા આપશે. તેમણે સરકાર, વાહન વ્યવહાર વિભાગ તેમજ સમગ્ર મીડિયા અને રિક્ષાચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના ગલુદણ ગામે નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ:અંજની અને અનુજ બ્રાન્ડના નામે આસપાસના બજારોમાં ઝેરી જથ્થાનું સપ્લાય કરતા
    Next Article
    પોરબંદરમાં કડેગી નજીક ₹1.08 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:એક આરોપી પકડાયો, બે ફરારની શોધખોળ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment