Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ₹106 કરોડના 14 વિકાસ કામોનું ખાતમહુર્ત:બ્રિજ સહિતના પ્રોજેક્ટ્સથી શહેરના વિકાસને વેગ મળશે

    12 hours ago

    મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં રૂ. 106 કરોડથી વધુના 14 વિકાસ કામોનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા તથા કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વિકાસ કામોમાં એક નવા બ્રિજના નિર્માણનો પણ સમાવેશ થાય છે, જે મોરબીમાં છઠ્ઠો બ્રિજ બનશે. અગાઉ શહેરમાં પાંચ બ્રિજ કાર્યરત હતા. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય મોરબીના નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાનો છે. ખાતમહુર્તનો કાર્યક્રમ મોરબીના વેજીટેબલ રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અગાઉની સરખામણીમાં હવે વિકાસ કાર્યો અનેક ગણી વધુ ગતિથી થશે. તેમણે ખાતરી આપી હતી કે લોકોની જરૂરિયાત મુજબના તમામ વિકાસ કામો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવશે, જેથી નાગરિકોની સુખાકારીમાં વધારો થાય. કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે તેનું વાર્ષિક બજેટ રૂ. 100 કરોડ હતું. મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમ વર્ષે રૂ. 700 કરોડથી વધુ અને બીજા વર્ષે રૂ. 1100 કરોડથી વધુનું બજેટ બનાવવામાં આવ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં ઔદ્યોગિક નગરી મોરબી એક નમૂનેદાર શહેર તરીકે ઓળખાશે. આ કાર્યક્રમમાં મોરબી શહેર ભાજપના પ્રમુખ રીસીપ કૈલા, મહામંત્રી ભાવેશ કંજારીયા અને ભુપત જારીયા, તેમજ ભાજપના આગેવાનો જયંતી પટેલ, જેઠાભાઇ મિયાત્રા, જયરાજસિંહ જાડેજા, કેતનભાઇ વીલપરા, ચંદુ હુંબલ, જ્યોતિસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    66 વર્ષ જૂની સંસ્થાનું સંચાલન રાદડિયાને સોંપાયુ:લેઉવા પટેલ બોર્ડિંગના લોકાર્પણ સાથે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ; RTO ઓફિસ-AI ટ્રેક ખુલ્લો મુકાયો
    Next Article
    સોલાર પ્લાન્ટમાં ગંભીર બેદરકારીના કારણે સગીરનો જીવ ગયો:વીજલાઈન હોવા છતા નીચે બાંધકામ ચાલતું હતું, ડાયરેક્ટરે પોતાની ભૂલ હોવાનો સ્વીકાર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment