Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    66 વર્ષ જૂની સંસ્થાનું સંચાલન રાદડિયાને સોંપાયુ:લેઉવા પટેલ બોર્ડિંગના લોકાર્પણ સાથે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ; RTO ઓફિસ-AI ટ્રેક ખુલ્લો મુકાયો

    1 day ago

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 28 માર્ચને શનિવારે રાજકોટની મુલાકાતે છે. અહીં સૌપ્રથમ તેમણે અટલબિહારી વાજપેઈ ઓડિટોરિયમ ખાતે આયોજિત દાદાનો હેતનો હોંકારો કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં હાઉસિંગ બોર્ડનાં રહેવાસીઓ દ્વારા મુખ્યમંત્રીનું સાફો અને 12 ફૂટનો હાર પહેરાવી સ્વાગત કરાયું હતું. આ તકે મુખ્યમંત્રીએ દેશનું શીર્ષ નેતૃત્વ મજબૂત હાથમાં હોવાથી કોઈને યુદ્ધ સહિતની ચિંતા નહીં હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેઓ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેના બીજા કાર્યક્રમમાં પહોંચ્યાં હતાં, જ્યાં રાજકોટ મહાનગરપાલિકાના રૂ. 207.31 કરોડના 5 પ્રકલ્પોનું લોકાર્પણ અને રૂ. 543.89 કરોડના કુલ 40 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું. સાથે જ EWS-II પ્રકારના 1,010 આવાસોનું લોકાર્પણ કરી 1,000 પરિવારોને ઘરના ઘરની ભેંટ અપી હતી. રાજકોટ મહાનગરપાલિકાના 751.20 કરોડ રૂપિયાના વિકાસકાર્યોમાં જંગલેશ્વરમાં ડિમોલેશન બાદ ખુલ્લા કરાયેલા ટીપી રોડનું પણ ખાતમુર્હત કરાયું. છેલ્લે મુખ્યમંત્રીએ બાલાજી હોલ નજીક લેઉવા પટેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત લેઉવા પટેલ બોર્ડિંગ ખાતે નવનિર્મિત ભવનનું લોકાર્પણ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તો 66 વર્ષ જૂની સંસ્થાનું સંચાલન જયેશ રાદડિયાને સોંપવાની મહત્વની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ તકે જયેશ રાદડિયાએ આ સંસ્થાનું 36 વર્ષથી સંચાલન કરનાર શામજીભાઈ ખૂંટનો ખાસ આભાર માન્યો હતો. ભક્તિનગર સર્કલ પાસેના મેઘાણી રંગભવનમાં એસેસમેન્ટ કેમ્પનું સફળ આયોજન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેથી મેઘાણી રંગભવન, ભક્તિનગર સર્કલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ખાસ ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ હેઠળ લાભાર્થી વડીલોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે કરવામાં આવ્યું હતું. ભારત સરકારની વરિષ્ઠ નાગરિક કલ્યાણલક્ષી પહેલ અંતર્ગત અગાઉ ધારાસભ્ય રમેશ ટીલાળાના માર્ગદર્શન હેઠળ તેમના કાર્યાલયે રાજકોટ ખાતે ALIMCO (આર્ટિફિશિયલ લિમ્બ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા વિશાળ એસેસમેન્ટ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વયોવૃદ્ધ નાગરિકોએ પોતાની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરાવ્યું હતું. આ કેમ્પ દરમિયાન નિષ્ણાતોની ટીમ દ્વારા વરિષ્ઠ નાગરિકોને જરૂરી જીવન સહાયક ઉપકરણો માટેનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ લાભાર્થીઓને મુખ્યમંત્રીનાં હસ્તે જીવન સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લેઉવા પટેલ બોર્ડિંગ ભવનનું લોકાર્પણ અને સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બાલાજી હોલ નજીક લેઉવા પટેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત લેઉવા પટેલ બોર્ડિંગ ખાતે પહોંચ્યા હતા. અહીં નવનિર્મિત ભવનનું લોકાર્પણ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે બાળાઓએ સાંસ્કૃતિક ગરબાનાં તાલે નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. તો 66 વર્ષ જૂની સંસ્થાનું સંચાલન જયેશ રાદડિયાને સોંપવાની મહત્વની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ તકે જયેશ રાદડિયાએ આ સંસ્થાનું 36 વર્ષથી સંચાલન કરનાર શામજીભાઈ ખૂંટનો ખાસ આભાર માન્યો હતો. તેમજ સંસ્થા વધુને વધુ પ્રગતિ કરે તે માટે પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. તો પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ પાટીદાર સમાજનાં વડવાઓ કે જેમણે શહેરના પોશ વિસ્તારમાં આટલી મોટી જગ્યા આપી તેની મહાનતાનાં વખાણ કરી જયેશ રાદડિયાનાં નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નવનિર્મિત બિલ્ડિંગની મુલાકાત લઈ સુવિધાની પ્રશંસા કરી મુખ્યમંત્રીએ લેઉવા પટેલ નૂતન કેળવણી મંડળનાં નવનિર્મિત બિલ્ડિંગની મુલાકાત લીધી હતી અને અહીં ઉભી કરવામાં આવેલી સુવિધાઓની પણ પ્રશંસા કરી હતી. તેમજ જણાવ્યું હતું કે, દુનિયાના દરેક ખૂણે કોઈને કોઈ સફળ પાટીદાર પરિવાર વસે છે, જે આ સમાજની તાકાત છે. સમાજના બાળકોને વધુ આધુનિક સુવિધાઓ મળતા અહીંથી પાટીદાર સમાજના અનેક યુવાનો વિવિધ ક્ષેત્રોમાં દેશની સેવા કરશે. આ સંસ્થાની કમાન જયેશ રાદડિયાને સોંપવાના નિર્ણયને પણ તેમણે વધાવી લીધો હતો.આગામી સમયમાં સંસ્થા વધુ પ્રગતિ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજો કાર્યક્રમઃ 751.20 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત ભાજપે આગામી ચૂંટણીઓનું રણશિંગુ ફૂંક્યું, જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે વિપક્ષ પર પ્રહારો અટલબિહારી વાજપેઈ ઓડિટોરિયમ બાદ મુખ્યમંત્રી પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેના કાર્યક્રમમાં પહોંચ્યાં હતાં. અહીં તેઓના હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના 751.20 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુર્હત-લોકાર્પણ કરવામાં આવ્યું. આ વિકાસકાર્યોમાં જંગલેશ્વરમાં ડિમોલેશન બાદ ખુલ્લા કરાયેલા ટીપી રોડનું પણ ખાતમુર્હત કરાયું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ અલગ-અલગ વોર્ડમાં વિકાસકાર્યોને લીલીઝંડી અપી હતી. જીતુ વાઘાણીના કોંગ્રેસ પર પ્રહારો આજના કાર્યક્રમમાં વિકાસ કાર્યોની ભેટ આપવાની સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપે પ્રચારના શ્રીગણેશ કર્યા છે. આ પ્રસંગે પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અસામાજિક તત્વો અને ગેરકાયદેસર દબાણો કરનારાઓ પર 'દાદાનું બુલડોઝર' ફરીને જ રહેશે. તેમણે કોંગ્રેસને આડેહાથ લેતા સવાલ કર્યો હતો કે, તમે કેવા વ્યક્તિઓને બચાવવા નીકળ્યા છો? છેલ્લા 30 વર્ષથી ચાલતી લઘુમતી તુષ્ટિકરણની રાજનીતિને જનતા બરોબર ઓળખી ગઈ છે. ‘2027માં પણ ગુજરાતમાં ભાજપની જ સરકાર બનશે’ વધુમાં મંત્રીએ કાર્યકરો અને પદાધિકારીઓને શીખ આપતા કહ્યું હતું કે, આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા કોઈએ જગ્યાનો મોહ રાખવો જોઈએ નહીં. જનતાના આશીર્વાદથી રાજકોટ કોર્પોરેશન, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ફરી ભાજપનું શાસન આવશે અને 2027માં પણ ગુજરાતમાં ભાજપની જ સરકાર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં, UCC બિલ અંગે નિવેદન આપતા તેમણે ઉમેર્યું હતું કે, જનતાના હિત માટે સરકાર તમામ જરૂરી નિર્ણયો લેશે. ભૂપેન્દ્ર પટેલે 3 ડિજિટલ તકતીઓનું અનાવરણ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં રિમોટ કંટ્રોલ દ્વારા 3 ડિજિટલ તકતીઓનું અનાવરણ કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસનો જે પાયો નાખ્યો છે, તેના કારણે આજે ગુજરાત ફાઇનાન્સિયલ મેનેજમેન્ટમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. રાજકોટને સૌરાષ્ટ્રની આર્થિક ગતિવિધિનું કેન્દ્ર ગણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વાયબ્રન્ટ સમિટને હવે રિજનલ સ્તર સુધી લઈ જવામાં આવી છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે છેવાડાનો માનવી મુખ્ય પ્રવાહમાં આવે તે હેતુથી જ રિજનલ વાયબ્રન્ટની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર ફાઈનાન્સ મેનેજમેન્ટના નવા માળખા સાથે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. પહેલો કાર્યક્રમઃ ‘હેતનો હોંકારો’ મુખ્યમંત્રીના નિર્ણયથી અનેક લોકો બેઘર થતા અટક્યા હતાં પ્રાપ્ત વિગત મુજબ, હાઉસિંગ બોર્ડ દ્વારા 80ના દાયકામાં બનાવવામાં આવેલ આવાસો જર્જરીત બનતા મકાનો ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવી હતી. મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચતા તેમણે મકાનો ખાલી કરવાની જગ્યાએ રિપેરિંગ કરવા બાબતે મંજૂરી અપાવી હતી, જેના કારણે અનેક લોકો બેઘર થતા અટક્યા હતા. આ ઘટનાને લઇ આજે દાદાનો હેતનો હોંકારો નામના કાર્યક્રમનું આયોજન કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના રહીશો દ્વારા 12 ફૂટના હાર અને સાફો પહેરાવી સન્માનપત્ર આપી મુખ્યમંત્રીનું સન્માન કરાયું હતું. તેમજ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અહીં લોકોના મોઢા ઉપર કોઈપણ પ્રકારની ચિંતા નથીઃ CM ફેડરેશન ઓફ હાઉસિંગ બોર્ડ એસોસિએશન દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વમાં હાલ યુદ્ધ ખેલાઈ રહ્યું છે, તેની અસર દરેક દેશમાં દેખાઈ રહી છે. પરંતુ આપણા મજબૂત નેતૃત્વ નરેન્દ્રભાઈના કારણે આપણે ત્યાં શાંતિ છે. અહીં લોકોના મોઢા ઉપર કોઈપણ પ્રકારની ચિંતા નથી, કારણ સૌને ખબર છે કે, આપણા વડાપ્રધાન બધું જોઈ લેશે અને દેશના લોકોને કોઈપણ તકલીફ પડવા દેશે નહીં. હાઉસિંગ બોર્ડના પ્રશ્નો અંગે અગાઉ પણ ધારાસભ્યો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. અંતે રાજુભાઇ દ્વારા આ મામલો મારા ધ્યાન ઉપર આવતા પ્રશ્નને હલ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ રહીશોને જે કઈ પણ પ્રશ્ન હશે તે દૂર કરીશું. આ પ્રકલ્પોનું CM હસ્તે લોકાર્પણ 1) રેલનગર આવાસ યોજના (EWS-II) અને દુકાનો: ખર્ચ: રૂ. 119.05 કરોડ વિગત: ટી.પી. સ્કીમ નં.19 (રાજકોટ)માં 25071.15 ચો.મી. ક્ષેત્રફળમાં 1010 આવાસો અને 47 દુકાનો તૈયાર કરવામાં આવી છે. સુવિધાઓ: દરેક આવાસમાં 40.00 ચો.મી. કાર્પેટ એરિયા, હોલ, બેડરૂમ અને રસોડું છે. આ ઉપરાંત રૂફટોપ સોલાર સિસ્ટમ, ઓટો ડોર લિફ્ટ, ડીજી જનરેટર સેટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને આંગણવાડી જેવી અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. 2) રૈયાધાર ખાતે નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP): ખર્ચ: રૂ. 33.30 કરોડ ક્ષમતા: 23 MLD વિગત: રૈયાધાર ખાતે કાર્યરત 56 MLD પ્લાન્ટની બાજુમાં જ આ નવો પ્લાન્ટ તૈયાર થયો છે, જે વિસ્તારની સુએજ ટ્રીટમેન્ટ ક્ષમતામાં વધારો કરશે. 3) ઘંટેશ્વર વિસ્તાર માટે નવો STP: ખર્ચ: રૂ. 30.85 કરોડ ક્ષમતા: 15 MLD વિગત: આ નવા પ્લાન્ટ સાથે 5 વર્ષ સુધીના ઓપરેશન અને મેન્ટેનન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી ઘંટેશ્વર અને આસપાસના વિસ્તારોમાં ગંદા પાણીના નિકાલની સમસ્યા હલ થશે. 4) ઘંટેશ્વર સીવેજ પમ્પિંગ સ્ટેશન અને પાઈપલાઈન: ખર્ચ: રૂ. 15.81 કરોડ વિગત: આ પ્રકલ્પમાં બે પમ્પિંગ સ્ટેશન (SPS-1 અને SPS-2) તેમજ રાઈઝિંગ મેઈન પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 5) રેલનગર હેડવર્ક્સ ખાતે GSR: ખર્ચ: રૂ. 8.27 કરોડ ક્ષમતા: 139 લાખ લીટર વિગત: પાણીના સંગ્રહ માટે ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોઇર (GSR) બનાવવામાં આવ્યું છે, જેનાથી રેલનગર વિસ્તારના નાગરિકોને પાણી પુરવઠો વધુ સુવ્યવસ્થિત મળશે. 6) અત્યાધુનિક AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક અને નવી RTO કચેરીનું લોકાર્પણ. આ કચેરી કુલ 4150 ચોરસમીટરમાં રૂ. 9.78 કરોડના ખર્ચે અને ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક રૂ. 81.02 લાખના ખર્ચે તૈયાર કરાયો છે, જેનો લાભ વાર્ષિક 89,950 અરજદારોને મળશે. વિગત: આ નવી વ્યવસ્થાથી ડ્રાઈવિંગ ટેસ્ટમાં માનવીય હસ્તક્ષેપ સંપૂર્ણપણે નાબૂદ થશે. નવા એઆઈ ટ્રેકની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેમાં કુલ 17 હાઈ-ડેફિનેશન સીસીટીવી કેમેરા અને સેન્સર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. ટેસ્ટ દરમિયાન વાહનચાલક ક્યાંય પણ લાઈન ટચ કરે, રિવર્સમાં ભૂલ કરે કે ટ્રાફિક નિયમ ચૂકે તો સેન્સર તરત જ તે ડેટા કેપ્ચર કરી લેશે. આ ડેટાનું વિશ્લેષણ એઆઈ સોફ્ટવેર દ્વારા થશે અને કોઈપણ અધિકારીની સહી વગર સીધું જ કમ્પ્યુટરાઈઝ્ડ રિઝલ્ટ જનરેટ થશે. જો તમારી ડ્રાઈવિંગ સ્કિલ પરફેક્ટ નહીં હોય તો સિસ્ટમ તમને તરત જ ‘ફેઈલ’ જાહેર કરી દેશે. અત્યાર સુધી ડ્રાઈવિંગ ટેસ્ટમાં વચેટિયાઓ દ્વારા ‘સેટિંગ’ થતું હોવાની ફરિયાદો હતી, પરંતુ હવે મશીન સામે કોઈની ભલામણ ચાલશે નહીં. જે અરજદાર ખરેખર ગાડી ચલાવતા જાણતો હશે તેને જ લાઇસન્સ મળશે. ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ કરતા પહેલા ઉમેદવારોને એક વીડિયો ટ્યુટોરિયલ બતાવવામાં આવશે, જેમાં ટેસ્ટ કેવી રીતે આપવી તેની સંપૂર્ણ સમજ હશે. ટેસ્ટ પૂરી થયા બાદ ઉમેદવારને એક ‘કોમ્પ્રિહેન્સિવ રિપોર્ટ’' આપવામાં આવશે જેથી તેને ખબર પડે કે તેણે કયા પોઈન્ટ પર ભૂલ કરી છે. આ નવા કામોનું ખાતમુહૂર્ત કરાયું 1) બાંધકામ વિભાગ (રૂ. 368.01 કરોડ) આ વિભાગ દ્વારા કુલ 29 કામો શરૂ થશે, જેમાં શહેરના મુખ્ય માર્ગોનું મજબૂતીકરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને નવી જાહેર ઈમારતોના નિર્માણનો સમાવેશ થાય છે, જે ટ્રાફિક અને માર્ગ સુવિધાઓમાં સુધારો લાવશે. 2) વોટર વર્ક્સ પ્રોજેક્ટ વિભાગ (રૂ. 173.17 કરોડ) પાણી પુરવઠાને લગતા 7 મહત્વપૂર્ણ કામો હાથ ધરાશે. આ પ્રોજેક્ટ્સ દ્વારા શહેરના નવા ભળેલા વિસ્તારો અને જે વિસ્તારોમાં પાણીની અછત છે ત્યાં નેટવર્ક વિસ્તૃત કરવામાં આવશે. 3) ડ્રેનેજ વિભાગ (રૂ. 1.96 કરોડ) શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ માટે 3 નવા કામો શરૂ કરવામાં આવશે. 4) રોશની વિભાગ (રૂ. 75 લાખ) માર્ગો પર પ્રકાશ વ્યવસ્થા (Street Lights) મજબૂત કરવા માટેનાં એક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. 5) જંગલેશ્વરનાં બાપુનગરથી શરૂ કરી નાડોદાનગરમાં ખુલ્લી કરાયેલી જગ્યામાં પાણી સરળતાથી પસાર થઈ શકે તે માટે ઉપર રસ્તો અને નીચે પાણીનું વહેણ યથાવત્ રહે તે પ્રકારે સ્લેબ કલ્વર્ટ બનાવવામાં આવશે. આ માટે મનપા દ્વારા એક કરોડથી વધુના ખર્ચનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બાઉન્ડરી પર ફિલ સોલ્ટનો એક હાથે જબરદસ્ત કેચ:ઈશાન કિશન સેન્ચુરી ચૂક્યો, RCB ફિલ્ડરે આજે બીજીવાર આવો જોરદાર કેચ કર્યો
    Next Article
    મોરબીમાં ₹106 કરોડના 14 વિકાસ કામોનું ખાતમહુર્ત:બ્રિજ સહિતના પ્રોજેક્ટ્સથી શહેરના વિકાસને વેગ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment