Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલાર પ્લાન્ટમાં ગંભીર બેદરકારીના કારણે સગીરનો જીવ ગયો:વીજલાઈન હોવા છતા નીચે બાંધકામ ચાલતું હતું, ડાયરેક્ટરે પોતાની ભૂલ હોવાનો સ્વીકાર કર્યો

    12 hours ago

    જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ઝીંઝરી ગામે એક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં સોલાર પ્લાન્ટના સંચાલકોની લાલચ અને વહીવટી તંત્રની મીલીભગતનો ભોગ એક 14 વર્ષનો નિર્દોષ સગીર બન્યો છે. રાજકોટની માર્કલ સ્પિનિંગ નામની કંપની દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર શરૂ કરાયેલા બાંધકામ પર પસાર થતી હાઈવોલ્ટેજ વીજ લાઈન તુષાર ગેડા નામના સગીર માટે જીવલેણ સાબિત થઈ છે. જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યારે ગેડા પરિવારના આંગણે હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. પિતાની તરસ છિપાવવા પાણીનો લોટો લઈને અગાશી પર ગયેલા પુત્રને કાળ આંબી ગયો અને આખું ગામ અરેરાટીમાં ગરકાવ થઈ ગયું છે. જે સોલાર પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે તેના ડાયેરક્ટરે પોતાની ભૂલના કારણે આ ઘટના બની હોવાનો સ્વીકાર કર્યો હતો. ચાલુ વીજલાઈન હોવા છતા નીચે ઓરડીનું કામ ચાલતું હતું આ કરુણ ઘટના અંગે મૃતક સગીરના કાકા ભરતભાઈ ગેડાએ 'દિવ્ય ભાસ્કર' સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ અને તેમનો ભાઈ ચંદ્રકાંતભાઈ કામ કરવા માટે આ મકાનની અગાશી પર ગયા હતા. તેમની સાથે તેમનો ભત્રીજો પણ ત્યાં હાજર હતો. અગાશી પર કામ શરૂ કરતા પહેલા ત્યાં હાજર લોકોએ તેમને ખાતરી આપી હતી કે, ઉપરથી પસાર થતી વીજ લાઈન બંધ છે. પરંતુ વાસ્તવિકતામાં લાઈન ચાલુ હતી જેની તેમને જાણ નહોતી. જેવો તેમનો ભત્રીજો અગાશી પર તેમના પિતાને પાણી આપવા માટે આવ્યો કે તરત જ તેને ચાલુ લાઈનનો જોરદાર કરંટ લાગ્યો અને તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પરિવારે આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરી પૂરતો ન્યાય મળે તેવી માંગણી કરી છે. વીજલાઈન બંધ હોવાનું કહી મજૂરોને કામ લગાડાયા હતા- હરદાસ ચૌહાણ ઘટના મામલે મૃતકના સગા હરદાસભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, ઝીંઝરી-સરદારગઢ રોડ નજીક એક સોલાર પ્લાન્ટનું કામ છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહ્યું છે. આગામી પાંચમા મહિના સુધીમાં કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા હોવાથી ડાયરેક્ટરે ઉતાવળમાં ગેરકાયદેસર બાંધકામ શરૂ કરી દીધું હતું. બાંધકામની બિલકુલ ઉપરથી હાઈવોલ્ટેજ લાઈન જતી હોવા છતાં મજૂરોને જોખમમાં મૂકવામાં આવ્યા હતા. મજૂરોને લાઈન બંધ હોવાનું ખોટું કહીને કામે લગાડાયા હતા. હરદાસભાઈએ આક્ષેપ કર્યો હતો કે ઝીંઝરી પંથકમાં આવા અનેક ગેરકાયદે બાંધકામો ચાલી રહ્યા છે અને આ મામલે કસૂરવારો પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અમારી પાસે સોલાર પ્લાન્ટની કોઈ સત્તાવાર અરજી આવી નથી- PGVCLના અધિકારી આ સમગ્ર મામલે પીજીવીસીએલના અધિકારી માણાવદરિયાએ ચોંકાવનારી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં વિભાગની કોઈ ભૂમિકા નથી કારણ કે જે જગ્યાએ બાંધકામ થયું છે ત્યાં વીજ લાઈન હટાવવા માટેની અરજી ‘વશરામભાઈ’ ના નામે કરવામાં આવી હતી, જે વ્યક્તિ હકીકતમાં મૃતક છે. સોલાર પ્લાન્ટના નામની કોઈ સત્તાવાર અરજી વિભાગને મળી નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે જે સમયે અરજી કરાઈ ત્યારે ત્યાં કોઈ બાંધકામ નહોતું અને હાલનું બાંધકામ સંપૂર્ણપણે ગેરકાયદે છે. જો પ્લાન્ટના સુપરવાઈઝરે અગાઉથી જાણ કરી હોત તો લાઈન બંધ કરી શકાઈ હોત, પરંતુ ત્યાં કોઈ સુપરવાઈઝર પણ હાજર નહોતો. પ્લાન્ટના ડાયરેક્ટરે કહ્યું- 'મારી ભૂલના કારણે આ ઘટના બની છે' બીજી તરફ હાલ જે સોલાર પ્લાન્ટની સમગ્ર કામગીરી સંભાળી રહ્યા છે તે ઓનસ સોલાર પ્લાન્ટના ડાયરેક્ટર પ્રતાપ સિંધવે દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની ભૂલનો એકરાર કર્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે, રાજકોટની માર્કલ સ્પિનિંગ કંપની વતી તેઓ આ કામગીરી સંભાળી રહ્યા છે અને 31 મે 2026 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો હોવાથી ઉતાવળમાં આ કામ શરૂ કરાયું હતું. તેમણે કબૂલાત કરી હતી કે વીજ લાઈન પસાર થતી હોવા છતાં બાંધકામ કરવું એ તેમની મોટી ભૂલ છે અને આ સગીરના મોત માટે તેઓ પોતે જવાબદાર છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે નીતિ-નિયમો વિરુદ્ધ જઈને આ બાંધકામ કરવામાં આવ્યું હતું. ઝીંઝરી ગામના મહિલા સરપંચના પ્રતિનિધિ હરસુખભાઈ ગરાડાએ આ બાબતે જણાવ્યું હતું કે, પંચાયત દ્વારા માત્ર અમુક પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા પરંતુ આ ચોક્કસ જગ્યા પર બાંધકામ કરવાની કોઈ લેખિત મંજૂરી આપવામાં આવી નહોતી.આ ઘટના બાદ જ્યારે ગામના તલાટી મંત્રી હેતલબેન રૂપાપરાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે મીડિયાના ફોન ઉપાડવાનું ટાળ્યું હતું અને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હોય તેવું જણાયું હતું. વહીવટી તંત્રનું આ મૌન અને ડાયરેક્ટરની સ્વીકારેલી ભૂલ વચ્ચે ગેડા પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે, જેની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી.ત્યારે હાલ તો આ સમગ્ર મામલે જુનાગઢનું તંત્ર કઈ પ્રકારની કાર્યવાહી કરે છે અને લાગવગ શાહી વાપરી બચાવે છે તે જોવાનું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ₹106 કરોડના 14 વિકાસ કામોનું ખાતમહુર્ત:બ્રિજ સહિતના પ્રોજેક્ટ્સથી શહેરના વિકાસને વેગ મળશે
    Next Article
    IPL 2026, RCB vs SRH LIVE Cricket Score Online: Sunrisers Hyderabad 201/9 vs Royal Challengers Bengaluru

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment