Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર રેલવેમાં સ્વચ્છતા નિયમો તોડવા પર ₹1,000 દંડ:31 કેસમાં ₹40,500 વસૂલ્યા, ન ચૂકવતા કોર્ટમાં ₹2,000નો દંડ

    22 hours ago

    પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા રેલવે પરિસર અને ટ્રેનોમાં સ્વચ્છતા જાળવવા માટે એક મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેનો હેતુ મુસાફરોને સ્વચ્છ, સુખદ અને આરોગ્યપ્રદ મુસાફરીનો અનુભવ આપવાનો છે. આ માટે રેલવે બોર્ડે 'જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારા) અધિનિયમ, 2026' હેઠળ ભારતીય રેલવેના સ્વચ્છતા નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો મુજબ, રેલવે પરિસર અને ટ્રેનોમાં સ્વચ્છતાને અસર કરતી પ્રવૃત્તિઓ માટે ₹1,000નો દંડ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ આ દંડ નહીં ભરે, તો તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાં ₹2,000 સુધીનો દંડ થઈ શકે છે. 'જન વિશ્વાસ અધિનિયમ-2026' લાગુ થયા પછી, ભાવનગર મંડળમાં અત્યાર સુધી સ્વચ્છતા ભંગના 31 કેસ નોંધાયા છે. આ કેસોમાં કુલ ₹40,500નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ પહેલ વિશે ભાવનગરના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપી. તેમણે કહ્યું કે સ્વચ્છ રેલવે પરિસર દરેક મુસાફરની સારી મુસાફરી માટે જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ નિયમોનો હેતુ માત્ર દંડ કરવાનો નથી, પરંતુ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને મુસાફરોમાં જવાબદારીની ભાવના વધારવાનો છે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના કહેવા મુજબ, ભાવનગર મંડળના બધા મુખ્ય સ્ટેશનો અને પેસેન્જર ટ્રેનોના કોચમાં સ્વચ્છતા માટે મોટા પાયે જાગૃતિ કાર્યક્રમો ચાલી રહ્યા છે. મુખ્ય સ્ટેશનો પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા નિયમિતપણે સ્વચ્છતાના સંદેશા આપવામાં આવે છે. સ્ટેશનો અને ટ્રેનોના કોચમાં માહિતી આપતા પોસ્ટરો અને નોટિસ પણ લગાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક ભાષાઓ, સમાચારપત્રો, ડિજિટલ પ્લેટફોર્મ અને અન્ય માધ્યમો દ્વારા પણ મુસાફરોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ રેલવે પરિસર અને ટ્રેનોને પોતાનું ઘર સમજીને સ્વચ્છ રાખે. કચરો ફક્ત કચરાપેટીમાં જ નાખે અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરે. તેમણે કહ્યું કે સ્વચ્છ રેલવે પરિસર બનાવવા માટે રેલવે પ્રશાસન સાથે દરેક મુસાફરની સક્રિય ભાગીદારી ખૂબ જ જરૂરી છે. ભાવનગર મંડળ મુસાફરોની સુવિધા, સ્વચ્છતા અને સારા મુસાફરી અનુભવ માટે સતત કામ કરી રહ્યું છે. તેઓ બધા મુસાફરો પાસેથી “સ્વચ્છ રેલ–સ્વસ્થ રેલ”ના સંકલ્પને પૂરો કરવામાં સહયોગની અપેક્ષા રાખે છે.
    Click here to Read More
    Previous Article
    એશિયન ગેમ્સ-2026માં ભારતને પહેલો ગોલ્ડ:ઈન્ડિયન વુમન્સ ક્રિકેટ ટીમે સતત બીજી વખત સોનું જીત્યું; શ્રીલંકાને 147 રનથી હરાવ્યું
    Next Article
    ગાંધીનગરમાં 24મીએ સેવા સંકલ્પ અભિયાન હેઠળ મેગા બાઇક રેલી:500થી વધુ રાઇડર્સ ભાગ લેશે, માર્ગ સુરક્ષાનો સંદેશ આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment