Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયન ગેમ્સ-2026માં ભારતને પહેલો ગોલ્ડ:ઈન્ડિયન વુમન્સ ક્રિકેટ ટીમે સતત બીજી વખત સોનું જીત્યું; શ્રીલંકાને 147 રનથી હરાવ્યું

    1 day ago

    ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમે સતત બીજી વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ટીમે મંગળવારે ફાઇનલમાં શ્રીલંકાને 147 રનથી હરાવ્યું. ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા 3 વિકેટના નુકસાને 216 રન બનાવ્યા. આ એશિયન ગેમ્સમાં ભારતીય વુમન્સ ટીમનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. 217 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ 15.4 ઓવરમાં 69 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારત માટે સ્મૃતિ મંધાનાએ 79, રિચા ઘોષે અણનમ 49 અને શેફાલી વર્માએ 48 રનની ઇનિંગ રમી. મંધાના અને શેફાલી વચ્ચે પહેલી વિકેટ માટે 99 રનની ભાગીદારી થઈ. મંધાનાના 45 બોલમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ રહ્યા. આ ઇનિંગ દરમિયાન તેણે વુમન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 11 હજાર રન પણ પૂરા કર્યા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 19 રન બનાવ્યા. શ્રીલંકા તરફથી સુગંધિકા કુમારી, કવિશા દિલહારી અને ચામુડી પ્રબોધાએ એક-એક વિકેટ લીધી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જી. કમલિની, હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), ભારતી ફુલમાળી, દીપ્તિ શર્મા, શ્રેયંકા પાટિલ, શ્રી ચરાણી, નંદની શર્મા અને ક્રાંતિ ગૌડ. શ્રીલંકા (SL): ઈમેષા દુલાની, ચમારી અટ્ટાપટુ (કેપ્ટન), હસીની પરેરા, હર્ષિતા સમરવિક્રમા, કવિશા દિલહારી, હંસિમા કરુણારત્ને, કૌશની નુથ્યાંગના (વિકેટકીપર), મિતાલી અયોધ્યા, કાવ્યા કવિંદી, ચામુડી પ્રબોદા અને સુગંધિકા કુમારી.
    Click here to Read More
    Previous Article
    T20 મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું:2 રનથી હરાવ્યું: શ્રેયસ અય્યરે 16 રન બનાવ્યા, વોશિંગ્ટન સુંદરને 2 વિકેટ
    Next Article
    ભાવનગર રેલવેમાં સ્વચ્છતા નિયમો તોડવા પર ₹1,000 દંડ:31 કેસમાં ₹40,500 વસૂલ્યા, ન ચૂકવતા કોર્ટમાં ₹2,000નો દંડ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment