Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    T20 મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું:2 રનથી હરાવ્યું: શ્રેયસ અય્યરે 16 રન બનાવ્યા, વોશિંગ્ટન સુંદરને 2 વિકેટ

    1 day ago

    ભારતે ફ્રેન્ડલી ઇન્ટરનેશનલ T20 મેચમાં જાપાનને 2 રનથી હરાવ્યું છે. મંગળવારે જાપાની ટીમને છેલ્લી ઓવરમાં 8 રનની જરૂર હતી, પણ જાપાની બેટર્સ 6 રન જ બનાવી શક્યા. સાનો ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વરસાદના કારણે મેચ અઢી કલાક મોડી શરૂ થઈ. તેથી ઓવરોમાં ઘટાડો કર્યો. 5-5 ઓવરના આ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બેટિંગ કરતા 4 વિકેટ ગુમાવીને 32 રન બનાવ્યા. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે સૌથી વધુ 16 રન બનાવ્યા. ઓપનર અભિષેક શર્મા ઝીરો, સંજુ સેમસન 9 રન અને ઈશાન કિશન 3 રન પર આઉટ થયો. આ મુકાબલાનું આયોજન બંને દેશોના ડિપ્લોમેટિક રિલેશનના 75 વર્ષ પૂરા થવાના અવસર પર કરવામાં આવ્યું. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ અને અર્શદીપ સિંહ. જાપાન (JAP): લેચલાન યામોતો-લેક, રેઓ સકુરાનો-થોમસ, કેન્ડેલ કાડોવાકી-ફ્લેમિંગ (કેપ્ટન), બેન્જામિન ઇતો-ડેવિસ, વતારુ મિયાઉચી, એલેક્ઝાન્ડર શિરાઈ-પેટમોર (વિકેટકીપર), ચાર્લી હારા-હિન્ઝ, ઇબ્રાહિમ તાકાહાશી, ડેક્લાન સુઝુકી-મેકકોમ્બ, મકોતો તાાનિયામા અને શોમા સુગાયા-સ્લેટર.
    Click here to Read More
    Previous Article
    એશિયન ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ:ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવ્યું, એલાવેનિલ-પાર્થ શૂટિંગમાં અને ચેતન ભટ્ટ કરાટેમાં મેડલથી ચૂકી ગયા
    Next Article
    એશિયન ગેમ્સ-2026માં ભારતને પહેલો ગોલ્ડ:ઈન્ડિયન વુમન્સ ક્રિકેટ ટીમે સતત બીજી વખત સોનું જીત્યું; શ્રીલંકાને 147 રનથી હરાવ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment