Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં 24મીએ સેવા સંકલ્પ અભિયાન હેઠળ મેગા બાઇક રેલી:500થી વધુ રાઇડર્સ ભાગ લેશે, માર્ગ સુરક્ષાનો સંદેશ આપશે

    23 hours ago

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નાગરિકોમાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમો પ્રત્યે વ્યાપક જાગૃતિ કેળવવાના હેતુથી આગામી 24 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે એક વિશાળ મેગા બાઇક રેલીનું આયોજન કરાયું છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને ગાંધીનગર આર.ટી.ઓ.ના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ રેલીમાં 500થી વધુ બાઇકર્સ જોડાશે. સમગ્ર શહેરમાં માર્ગ સલામતી અંગે જનજાગૃતિનો સંદેશ પ્રસારિત કરશે. માર્ગ અકસ્માતો અટકાવવા બાઈક રેલીનું આયોજન આ આયોજન અંગે વિગતો આપતાં ગુજરાત રોડ સેફ્ટી કમિશનર સતીશ પટેલે જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતો અટકાવવા અને વાહનચાલકોમાં શિસ્ત કેળવવા માટે સમગ્ર રાજ્યમાં જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે 24 સપ્ટેમ્બરના રોજ સવારે 9:00 કલાકે ટાઉનહોલ નજીક આવેલા હેલીપેડ/એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતેથી આ મેગા બાઇક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવશે. રેલી આશરે 15 થી 20 કિલોમીટરના રૂટ પર પરિભ્રમણ કરશે આ રેલી ગાંધીનગર શહેરના ચ-0, રક્ષાશક્તિ સર્કલ, રિલાયન્સ ચોકડી અને ઇન્ફોસિટી જેવા અગત્યના વિસ્તારોમાંથી પસાર થઈને આશરે 15 થી 20 કિલોમીટરના રૂટ પર પરિભ્રમણ કરશે અને અંતે નિર્ધારિત સ્થળે પૂર્ણ થશે. આ બાઇક રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો અને વાહનચાલકોમાં હેલ્મેટ તેમજ સીટબેલ્ટનો અનિવાર્ય ઉપયોગ કરવા, નિર્ધારિત ગતિમર્યાદાનું પાલન કરવા, ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલમાં વાત ન કરવા અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ ટાળવા જેવા મહત્વપૂર્ણ ટ્રાફિક નિયમો અંગે ગંભીરતા કેળવવાનો છે. નાગરિકો સમક્ષ સુરક્ષિત તેમજ જવાબદાર ડ્રાઇવિંગનું ઉદાહરણ પૂરું પડાશે રેલીના યોગ્ય સંચાલન અને ભાગીદારી અંગે વાત કરતા રોડ સેફ્ટી કમિશનરે ઉમેર્યું હતું કે, આ આયોજનમાં ગાંધીનગર પોલીસ વિભાગ, ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ્સ, એસ.આર.પી. જવાનો, વન વિભાગ અને ફાયર બ્રિગેડના સ્ટાફ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ અને કૉલેજના યુવાનો જોડાશે. રેલીમાં ભાગ લેનાર તમામ 500થી વધુ બાઇકર્સ ફરજિયાત હેલ્મેટ ધારણ કરીને શિસ્તબદ્ધ રીતે રાઇડ કરશે અને નાગરિકો સમક્ષ સુરક્ષિત તેમજ જવાબદાર ડ્રાઇવિંગનું પ્રત્યક્ષ ઉદાહરણ પૂરું પાડશે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર રેલવેમાં સ્વચ્છતા નિયમો તોડવા પર ₹1,000 દંડ:31 કેસમાં ₹40,500 વસૂલ્યા, ન ચૂકવતા કોર્ટમાં ₹2,000નો દંડ
    Next Article
    વિજિલન્સ ટીમે સુરત મનપા કચેરીમાં આકસ્મિક તપાસ શરૂ કરી:'લેટ લતીફ' કર્મચારીઓ સામે કડક પગલા લેવાની તૈયારીઓ, સમયપાલનને લઈને તંત્રનું સખત વલણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment