Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજિલન્સ ટીમે સુરત મનપા કચેરીમાં આકસ્મિક તપાસ શરૂ કરી:'લેટ લતીફ' કર્મચારીઓ સામે કડક પગલા લેવાની તૈયારીઓ, સમયપાલનને લઈને તંત્રનું સખત વલણ

    1 day ago

    સુરત મહાનગરપાલિકા ખાતે ફરજ બજાવતા કર્મચારીઓની કામગીરી અને સમયપાલનને લઈને તંત્ર સખત વલણ અપનાવી રહ્યું છે. સુરત મનપાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેવાયેલા કડક નિર્ણય હેઠળ વિજિલન્સ વિભાગને વિશેષ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વિવિધ વિભાગોમાં આકસ્મિક મુલાકાત પાલિકા કચેરીઓમાં કર્મચારીઓ મોડા આવતા હોવાની ફરિયાદો મળતાં વિજિલન્સ ટીમે મુખ્ય કચેરી સહિત વિવિધ વિભાગોમાં આકસ્મિક મુલાકાત લઈ લેટ લતીફ કર્મચારીઓની તપાસ હાથ ધરી છે. મોડા આવતા તમામ કર્મચારીઓ સામે કડક શિસ્તભંગના પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ક્રોસ વેરિફિકેશન માટે તપાસ ઝુંબેશ હાથ ધરાઈ ડેપ્યુટી કમિશનર નિધી સિવાચે જણાવ્યું હતું કે, આ અમારી એક રૂટિન પ્રોસિજર છે. દર વખતે અમે ઝોનની અને જુદા જુદા વિભાગોની જેટલી પણ કચેરીઓ છે, તેમાં દફતર તપાસની અને કર્મચારીઓની હાજરીની તપાસ કરીએ છીએ. કોણ કયા સમયે આવે છે. પાલિકામાં બાયોમેટ્રિક પંચિંગ પદ્ધતિ અમલમાં છે, તેમ છતાં ક્રોસ વેરિફિકેશન માટે અમે આ પ્રકારની તપાસ ઝુંબેશ હાથ ધરીએ છીએ. નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી તેમણે વધુમાં ઉમેર્યું કે, તપાસનો સંપૂર્ણ ડેટા કમ્પાઈલ થયા બાદ તેને બાયોમેટ્રિક એટેન્ડન્સ સાથે સરખાવીને નિયમાનુસાર આગળની કાર્યવાહી કરાશે. જે કર્મચારીઓ નિયમોનું ઉલ્લંઘન કરે છે, તેમને પ્રથમ તબક્કે મેમો અપાશે. જો ફરીથી તે જ બાબત રિપીટ થાય તો તેમની કેઝ્યુઅલ લીવ (CL) કાપીને ગેરહાજર ગણવામાં આવે છે અને વારંવાર આવું કરનાર સામે શિક્ષાત્મક પગલાં પણ લેવાય છે. અગાઉ ગેરહાજર રહેતા સફાઈ કામદારોને સસ્પેન્ડ પણ કરાયા હતા. નાના કર્મચારીઓથી લઈને એક્ઝિક્યુટિવ એન્જિનિયર સહિતના તમામ અધિકારીઓ પર આ નિયમો સમાન રીતે લાગુ પડે છે. ફિલ્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે ગૂગલ લોકેશન અને ટાઈમ-સ્ટેમ્પિંગ સાથે ફોટો મોકલી હાજરી નોંધાવવાની સુનિશ્ચિત વ્યવસ્થા ગોઠવાયેલી છે. આ કડક તપાસથી મોડા આવતા કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં 24મીએ સેવા સંકલ્પ અભિયાન હેઠળ મેગા બાઇક રેલી:500થી વધુ રાઇડર્સ ભાગ લેશે, માર્ગ સુરક્ષાનો સંદેશ આપશે
    Next Article
    પાટણમાં આદિદેવ શ્રી ગોગા મહારાજ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો:શૈલજા બંગલોઝ ખાતે શોભાયાત્રા અને શિવ કથાનું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment