Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં આદિદેવ શ્રી ગોગા મહારાજ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો:શૈલજા બંગલોઝ ખાતે શોભાયાત્રા અને શિવ કથાનું આયોજન કરાયું

    1 day ago

    પાટણના શૈલજા બંગલોઝ ખાતે આદિદેવ શ્રી ગોગા મહારાજ અને શિવ પરિવાર મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બે દિવસ સુધી ઉજવાયો. આ કાર્યક્રમનું આયોજન સમસ્ત શૈલજા પરિવાર દ્વારા કરાયું હતું. મહોત્સવના બંને દિવસ આદિદેવોની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. ભૂદેવોએ મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરી. આ પ્રસંગે શૈલજા બંગલોઝના પરિવારજનોએ શ્રી ગોગા મહારાજ અને ભોળીયા મહાદેવના જયજયકાર સાથે ઉત્સાહભેર ભાગ લીધો. 'હર હર મહાદેવ' અને 'જય શ્રી ગોગા મહારાજ' ના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. આ નવા બનેલા મંદિરમાં બહેન શકુંતલાબેન જયંતીલાલ લીલાભાઈ પટેલ (યુ.એસ.એ.) ના સહયોગ અને યજમાન પદે શિવ કથાનું આયોજન કરાયું છે. આ કથા 26 સપ્ટેમ્બર 2026 થી 4 ઓક્ટોબર 2026 સુધી ચાલશે. કથા સાંભળવા માટે તમામ શિવ ભક્તોને જાહેર નિમંત્રણ અપાયું છે.
    Click here to Read More
    Previous Article
    વિજિલન્સ ટીમે સુરત મનપા કચેરીમાં આકસ્મિક તપાસ શરૂ કરી:'લેટ લતીફ' કર્મચારીઓ સામે કડક પગલા લેવાની તૈયારીઓ, સમયપાલનને લઈને તંત્રનું સખત વલણ
    Next Article
    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ MSUના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે:700થી વધુ પોલીસ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે, પોલીસ કમિશનરની અધિકારીઓ સાથે બેઠક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment