Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ MSUના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે:700થી વધુ પોલીસ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે, પોલીસ કમિશનરની અધિકારીઓ સાથે બેઠક

    1 day ago

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે (23 સપ્ટેમ્બર) સંસ્કારી નગરી વડોદરાની વિશેષ મુલાકાતે આવી રહ્યા છે. પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ એમ. એસ. યુનિવર્સિટીના વાર્ષિક દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે તેમજ પાદરા ખાતે સ્થિત બ્રહ્માકુમારીઝના વૈશ્વિક આધ્યાત્મિક મહેલના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે. દેશના પ્રથમ નાગરિકની આ હાઇ-પ્રોફાઇલ મુલાકાતને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે અને સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પોલીસ કમિશનરની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક આ પ્રવાસ સંદર્ભે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમા કોમાર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જે બાદ તેઓએ વિગતો આપતા જણાવ્યું કે રાષ્ટ્રપતિની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચુક ન રહી જાય તે માટે શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વડોદરાના નાગરિકોને અવરજવરમાં કોઈ પણ પ્રકારની અગવડ કે હાલાકી ન ભોગવવી પડે તે માટે રૂટ ડાયવર્ઝન, વાહન પાર્કિંગ અને ટ્રાફિક નિયંત્રણ માટે વિશેષ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. 700થી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એક જોઇન્ટ સીપી, 12 જેટલા એસીપી અને ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ, અંદાજે 50 જેટલા પીઆઇ અને પીએસઆઇ તેમજ 700થી વધુ પોલીસ જવાનોને વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે. વિમાનમથકથી લઈને કાર્યક્રમના સ્થળો સુધીના તમામ માર્ગો પર સીસીટીવી અને પેટ્રોલીંગ દ્વારા ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. વડોદરા શહેર પોલીસ આ સમગ્ર પ્રોટોકોલ અને આધ્યાત્મિક તેમજ શૈક્ષણિક કાર્યક્રમો શાંતિપૂર્ણ અને સુચારુ માહોલમાં સંપન્ન થાય તે માટે પૂર્ણપણે કટિબદ્ધ છે. રાષ્ટ્રપતિના હસ્તે 202 ગોલ્ડ મેડલ અપાશે એમ એસ યુના 75માં પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના 202 જેટલા વિધાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં 60 ગોલ્ડ મેડલ યુજી અને 141 ગોલ્ડ મેડલ પીજી કક્ષાના છે. જ્યારે લેક્ચર સિરીઝમાં એક ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. સવારે 8.30 કલાકથી વિધાર્થીઓની એન્ટ્રી શરૂ થશે. આ કાર્યક્રમ માટે વોટરપ્રૂફ જર્મન ડોમની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં આદિદેવ શ્રી ગોગા મહારાજ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો:શૈલજા બંગલોઝ ખાતે શોભાયાત્રા અને શિવ કથાનું આયોજન કરાયું
    Next Article
    इराक़ में लाखों लोग ख़ामेनई के जनाज़े में शामिल हुए, युद्ध के लिए तैयार होने लगे ईरान-US

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment