Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો:રોજના ₹1000ના કમિશન પર લાવતો હતો માલ, સપ્લાયર ફરાર

    7 hours ago

    અમદાવાદ શહેરના સંવેદનશીલ દાણીલીમડા વિસ્તારમાં જાહેરમાં નશાના પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. બેરલ માર્કેટ ખજૂરી રોડ પર આવેલી મસ્જિદે હઝરત નજીક ખુલ્લી જગ્યામાં ગાંજાનું છૂટક વેચાણ કરી રહેલા એક સ્થાનિક યુવકને દાણીલીમડા પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી આશરે ₹10,000ની કિંમતનો 200 ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કરી કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વોચ ગોઠવી બનાવની વિગતો અનુસાર, દાણીલીમડા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ખજૂરી રોડ એવન નગર તરફ જવાના રસ્તે મસ્જિદ પાસે એક શખ્સ નશીલા પદાર્થનું વેચાણ કરવા માટે ઊભો છે. બાતમી મળતાં જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કોર્ડન કર્યું હતું. શંકાસ્પદ હાલતમાં ઊભેલા યુનુસ રંગરેજ નામના શખ્સને અટકાવી અંગજડતી લેતાં તેના પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની એક થેલી મળી આવી હતી. જેની તપાસ કરતાં અંદરથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવતાં પોલીસે તેની અટકાયત કરી હતી. રોજના ₹1,000ના કમિશન પર ગાંજો વેચતો હતો ઝડપાયેલા આરોપી યુનુસ રંગરેજની આકરી પૂછપરછ કરવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે, આ ગાંજાનો જથ્થો તે એવન નગરમાં રહેતા સલમાન ઉર્ફે પતલા પાસેથી છૂટક વેચાણ કરવા માટે લાવ્યો હતો. સલમાન તેને આ કામગીરી પેટે રોજના ₹1,000 નું ફિક્સ કમિશન આપતો હતો. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપી યુનુસ સામે ભૂતકાળમાં મારામારી સહિતના 4 ગંભીર ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. મુખ્ય સપ્લાયર સલમાનને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા આ ગુનામાં મુખ્ય સપ્લાયર એવા એવન નગરના સલમાન ઉર્ફે પતલાની સંડોવણી સ્પષ્ટ થતાં પોલીસે તેની સામે પણ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. દાણીલીમડા પોલીસે ફરાર આરોપી સલમાનના સંભવિત રહેઠાણો અને અડ્ડાઓ પર દરોડા પાડી તેને ઝડપી પાડવા માટે વિશેષ ટીમ કામે લગાડી છે.
    Click here to Read More
    Previous Article
    કપરાડામાં સર્પદંશના દર્દીઓને બચાવવા ભગતમિત્રોની ભૂમિકા બદલાશે:હોસ્પિટલ પહોંચાડવા મહાઅભિયાન શરૂ, ધરમપુરના સ્નેક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની દેશભરમાં પ્રથમ પહેલ
    Next Article
    જામનગર DLR કચેરીના 60 કર્મચારીઓ માસ CL પર:પડતર ગ્રેડ-પે સુધારણાની માંગ સાથે 21 ઓગસ્ટથી અચોક્કસ હડતાળની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment