Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપરાડામાં સર્પદંશના દર્દીઓને બચાવવા ભગતમિત્રોની ભૂમિકા બદલાશે:હોસ્પિટલ પહોંચાડવા મહાઅભિયાન શરૂ, ધરમપુરના સ્નેક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની દેશભરમાં પ્રથમ પહેલ

    7 hours ago

    આદિવાસી વિસ્તારોમાં સર્પદંશના દર્દીઓના મૃત્યુ અટકાવવા ધરમપુરના સ્નેક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે એક પ્રશંસનીય પહેલ હાથ ધરી છે. આંતરરાષ્ટ્રીય સર્પદંશ જાગૃતિ દિવસ નિમિત્તે કપરાડા કોમ્યુનિટી હોલ ખાતે ભગતમિત્રો માટે એક વિશેષ મહાઅભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ સર્પદંશનો ભોગ બનનારા દર્દીઓને અંધશ્રદ્ધામાં સમય ગુમાવ્યા વિના ત્વરિત હોસ્પિટલ પહોંચાડવાનો છે. આંતરરાષ્ટ્રીય સર્પદંશ જાગૃતિ દિવસે વિશેષ કાર્યક્રમ આદિવાસી વિસ્તારોમાં સર્પદંશના કારણે થતા દર્દીઓના મૃત્યુ અટકાવવા ધરમપુરના સ્નેક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે એક ખાસ પહેલ શરૂ કરી છે. આંતરરાષ્ટ્રીય સર્પદંશ જાગૃતિ દિવસ પ્રસંગે કપરાડા કોમ્યુનિટી હોલ ખાતે ભગતમિત્રો માટે એક મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ સર્પદંશના દર્દીઓને વિલંબ વિના ઝડપથી હોસ્પિટલ પહોંચાડવાનો છે. ભગતમિત્રો પરના વિશ્વાસનો ઉપયોગ સારવાર માટે કરવા અપીલ વલસાડ ઉત્તર વન વિભાગના DFO લોકેશ ભારદ્વાજની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભગતમિત્રો હાજર રહ્યા હતા. DFOએ જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારમાં બીમારી કે સર્પદંશ થાય ત્યારે લોકો ભગતમિત્રો પર પૂર્ણ વિશ્વાસ રાખીને તેમની પાસે જતા હોય છે. લોકોના આ જ વિશ્વાસનો સદુપયોગ કરીને દર્દીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે પ્રેરિત કરવા જોઈએ. સમયસરની સારવાર જ દર્દીનો જીવ બચાવી શકે DFO લોકેશ ભારદ્વાજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સર્પદંશના કિસ્સામાં સૌથી કિંમતી પરિબળ સમય છે. વર્તમાનમાં સર્પદંશ સામે એન્ટી સ્નેક વેનોમ જેવી અત્યંત અસરકારક સચોટ સારવાર ઉપલબ્ધ છે. તેથી, દર્દીને શક્ય તેટલી ઝડપથી હોસ્પિટલ પહોંચાડવો ખૂબ જરૂરી છે. આ તકે ભગતમિત્રોને તેમની સ્થાનિક ભૂમિકા વધુ મહત્વની બનાવવાની અપીલ કરવામાં આવી હતી. ડો. ડી.સી. પટેલે 22,081 દર્દીઓની કરી છે સારવાર સ્નેક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વાઈસ ચેરમેન અને ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલના ડો. ડી.સી. પટેલે જણાવ્યું કે તેઓ 1987થી સર્પદંશના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે કુલ 22,081 દર્દીઓની સફળ સારવાર કરી છે. તેમણે પોતાના અનુભવ પરથી ઉમેર્યું કે, હોસ્પિટલ પહોંચવામાં વિલંબ થવાને કારણે જ અનેક દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ભગતમિત્રો અને ડોકટરો વચ્ચે દેશનો પ્રથમ વિશિષ્ટ પ્રયોગ ડો. પટેલે જણાવ્યું કે, ભગતમિત્રો એવા પ્રથમ વ્યક્તિ છે જે સર્પદંશથી થતા મૃત્યુદરને શૂન્ય સુધી લાવવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. દેશમાં પ્રથમવાર ભગતમિત્રો અને ડોકટરો વચ્ચે સર્પદંશના દર્દીઓ સુધી સારવાર પહોંચાડવાનો સમય ઘટાડવા આવો અનન્ય કાર્યક્રમ યોજાયો છે. આ દરમિયાન તેમણે પ્રેઝન્ટેશન દ્વારા ઝેરી-બિનઝેરી સાપની ઓળખ અને કેસ સ્ટડી વિશે તાલીમ આપી હતી. અગ્રણીઓ અને ભગતમિત્રોની બહોળી ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના અધ્યક્ષ દક્ષાબેન ગાયકવાડ, તાલુકા પંચાયત સભ્ય ધાકલભાઈ, કપરાડાના સરપંચ ચેંદર ગાયકવાડ હાજર રહ્યા હતા. તેમની સાથે વૈદ્ય અગ્રણી સોનિયાભાઈ ગાયકવાડ, ઈશ્વર ગાયકવાડ, શૈલેષ તુમડા તેમજ આહવા, વઘઈ, ડાંગ, ધરમપુર અને કપરાડાના ભગતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ધરમપુરના RFO હેતલ ભંડારીએ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી:મોડાસા કલેકટર કચેરી ખાતે રોડ, સબસિડી, સફાઈ સહિતના પ્રશ્નો પર ચર્ચા થઈ
    Next Article
    ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો:રોજના ₹1000ના કમિશન પર લાવતો હતો માલ, સપ્લાયર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment