Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી:મોડાસા કલેકટર કચેરી ખાતે રોડ, સબસિડી, સફાઈ સહિતના પ્રશ્નો પર ચર્ચા થઈ

    7 hours ago

    અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં અરવલ્લી જિલ્લાના હિત અને લોકોના પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરવામાં આવી. આજની બેઠકમાં મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો પર ચર્ચા થઈ. તેમાં રોડ-રસ્તા, સબસિડીની ચુકવણી અને સફાઈ સંબંધિત મુદ્દાઓ મુખ્ય હતા. આ ઉપરાંત, નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભો અને લોક અરજીઓના નિકાલ અંગે પણ ચર્ચા કરવામાં આવી. કચેરી નિરીક્ષણ, સ્વાગત કાર્યક્રમના પ્રશ્નો અને તમામ અધિકારી-કર્મચારીઓના APR ભરવા જેવા મુદ્દાઓ પર પણ ધ્યાન અપાયું. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામલક્ષી બનાવવા તેમજ જિલ્લા કચેરીઓના આંતરિક સંકલન અંગે પણ સૂચનો કરાયા. આ બેઠકમાં સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નવસારી મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જનની તૈયારીઓ શરૂ કરી, કમિશનરે નિરીક્ષણ કર્યું:પ્રથમવાર ચૂંટાયેલી પાંખ દ્વારા આયોજન, ભક્તોને અગવડ ન પડે તે માટે વ્યવસ્થા
    Next Article
    કપરાડામાં સર્પદંશના દર્દીઓને બચાવવા ભગતમિત્રોની ભૂમિકા બદલાશે:હોસ્પિટલ પહોંચાડવા મહાઅભિયાન શરૂ, ધરમપુરના સ્નેક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની દેશભરમાં પ્રથમ પહેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment