Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જનની તૈયારીઓ શરૂ કરી, કમિશનરે નિરીક્ષણ કર્યું:પ્રથમવાર ચૂંટાયેલી પાંખ દ્વારા આયોજન, ભક્તોને અગવડ ન પડે તે માટે વ્યવસ્થા

    7 hours ago

    નવસારી મહાનગરપાલિકાની નવી ચૂંટાયેલી પાંખ દ્વારા પહેલીવાર ગણેશ વિસર્જનની તૈયારીઓ શરૂ થઈ છે. વહીવટી તંત્ર અત્યારથી જ સક્રિય બન્યું છે. મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય અને અધિકારીઓની ટીમે પૂર્ણા નદી કિનારાના કુવાડા વિસ્તારની મુલાકાત લીધી હતી. ગણેશ ભક્તો, મંડળો અને સ્વયંસેવકોને કોઈ અગવડ ન પડે તે માટે સમીક્ષા કરવામાં આવી. સ્થળ નિરીક્ષણ બાદ કમિશનર જયેશ ઉપાધ્યાયે મીડિયાને જણાવ્યું કે, ગણેશ વિસર્જનની વ્યવસ્થા માટે તેમણે જાતે સ્થળ તપાસ કરી છે. સંબંધિત સ્ટાફને જરૂરી સૂચનાઓ પણ આપી દેવાઈ છે. વિસર્જન સ્થળ સુધી પહોંચવા માટેનો એપ્રોચ રોડ જી.એસ.બી. (ગ્રેન્યુલર સબ-બેઝ) અને ગ્રીડ નાખીને વ્યવસ્થિત બનાવવામાં આવશે. મોટી મૂર્તિઓના સલામત વિસર્જન માટે સમયસર ક્રેન ગોઠવવા સૂચના અપાઈ છે. વિસર્જન માટે જરૂરી પ્લેટફોર્મ પણ તૈયાર કરાયા છે. નાની મૂર્તિઓના વિસર્જન માટે બે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. આનાથી નાની મૂર્તિઓ નદીમાં વહેશે નહીં અને પર્યાવરણની જાળવણી થશે. મૂર્તિઓ સિવાયની પૂજા સામગ્રી, જેમ કે ફૂલો અને અન્ય વસ્તુઓ, અલગથી એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કરવા માટે પણ ખાસ સૂચનાઓ અપાઈ છે. હાલમાં સિંચાઈ વિભાગ દ્વારા પુલની ઊંચાઈ વધારીને બેરિકેડિંગ કરાયું છે. વિસર્જન સમયે કોઈ અવરોધ ન આવે તે માટે મહાનગરપાલિકા સંબંધિત વિભાગ સાથે ચર્ચા કરી રહી છે. નાગરિકો માટે સરળ રસ્તો નીકળે તેવા પ્રયાસો કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના બે પ્રોફેસરોએ લદ્દાખ મેરેથોન સફળતાપૂર્વક પૂરી કરી:11,500 ફૂટની ઊંચાઈ પર પડકારજનક દોડ પૂર્ણ કરીને કોલેજનું ગૌરવ વધાર્યું
    Next Article
    અરવલ્લીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી:મોડાસા કલેકટર કચેરી ખાતે રોડ, સબસિડી, સફાઈ સહિતના પ્રશ્નો પર ચર્ચા થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment