Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર DLR કચેરીના 60 કર્મચારીઓ માસ CL પર:પડતર ગ્રેડ-પે સુધારણાની માંગ સાથે 21 ઓગસ્ટથી અચોક્કસ હડતાળની ચીમકી

    7 hours ago

    જામનગરની ડીએલઆર કચેરીના વર્ગ-3ના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓના ઉકેલ માટે આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનના ભાગરૂપે આજે કર્મચારીઓ સામૂહિક રજા (માસ સીએલ) પર ઉતરી ગયા હતા. જેના કારણે ડીએલઆર કચેરીમાં કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી હતી અને સરકારી કામગીરી પર અસર પડી હતી. કર્મચારીઓ દ્વારા પોતાના વિવિધ પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ માંગણીઓ પૂરી ન થતાં કર્મચારીઓએ માસ સીએલનું પગલું ભર્યું હતું. જેના કારણે કચેરીની રોજિંદી કામગીરી અટકી ગઈ હતી અને કચેરીઓ ખાલી જોવા મળી હતી. વર્ગ-3 કર્મચારી મંડળના પ્રમુખ ચંદ્રેશ નકુમે જણાવ્યું હતું કે, રાજ્ય મંડળની સૂચના મુજબ આજે અમે સામૂહિક માસ સીએલ પર રહીને વિરોધ નોંધાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, આગામી સોમવાર, 21 ઓગસ્ટથી અમે અચોક્કસ મુદતની હડતાળ પર જઈશું. તેમની મુખ્ય માંગણી ગ્રેડ-પે સુધારણા માટેની છે. જેમાં સર્વેયરનો ગ્રેડ-પે ₹2400 થી વધારીને ₹2800 અને સિનિયર સર્વેયરનો ગ્રેડ-પે ₹2800 થી વધારીને ₹4400 કરવાની માંગ કરવામાં આવી છે. જામનગર જિલ્લાના આશરે 60 જેટલા કર્મચારીઓ આ માસ સીએલમાં જોડાઈને વિરોધ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો:રોજના ₹1000ના કમિશન પર લાવતો હતો માલ, સપ્લાયર ફરાર
    Next Article
    વલસાડમાં વાજતે-ગાજતે ગણપતિ બાપાને વિદાય અપાઈ:વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા, ભક્તિમય માહોલ છવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment