Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં ₹100થી 150નો વધારો:સુરત-વડોદરામાં કિલો ફાફડાના ₹600થી 650, અમદાવાદમાં સૌથી મોંઘા; લાઈનમાં ન ઊભવા એડવાન્સ બુકિંગ

    4 days ago

    દશેરાએ ફાફડા અને જલેબી ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે, જેમાં આ વર્ષે સ્વાદના શોખીનોને આ જયાફત માણવા માટે ખિસ્સુ વધુ હળવુ કરવુ પડશે. કારણ કે, ખાદ્ય તેલ, બેસન અને ઘીના ભાવોમાં થયેલા વધારાને કારણે આ વખતે ફાફડા અને જલેબીના ભાવમાં પ્રતિકિલો 50થી 100 રૂપિયાનો વધારો થયો છે. આ ભાવ વધારા છતાં ગુજરાતના લોકોમાં ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. દુકાનો પર એક દિવસ પહેલાથી જ એડવાન્સ બુકિંગો થઈ ચૂક્યું છે અને વેપારીઓએ પણ તૈયારી શરૂ કરી દીધી છે. તો આવો જાણીએ ખાવા-પિવાના શોખીન સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટના વેપારી-ગ્રાહકો પાસેથી માહોલ વિશે.... સુરતમાં દશેરાએ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબીનું વેચાણ સુરતમાં દશેરાના માત્ર 1 દિવસમાં કરોડો રૂપિયાના ફાફડા અને જલેબીનું વેચાણ થાય છે. શહેરની દરેક ફરસાણની દુકાનો પર સવારથી જ 2થી 3 કલાક સુધી લોકો લાઈનમાં ઊભા રહીને ફાફડા-જલેબી ખરીદતા હોય છે અને રાત્રે પણ આ ઘરાકી ચાલુ રહે છે. ચોકસી વાડી સામે આવેલી જાણીતી શિવ ખમણના સંચાલકો દ્વારા એક દિવસ અગાઉથી જ તૈયારી કરવામાં આવે છે, જેથી વહેલી અર્લી મોર્નિંગમાં આવતા ગ્રાહકો કે એડવાન્સ ઓર્ડર આપનાર લોકોને લાંબો સમય રાહ ન જોવી પડે અને સમય બચે. ફાફડામાં રૂ.50થી 70નો વધારો, એડવાન્સ બુકિંગ છેઃ અભિષેક પૂજારા શિવ ખમણના સંચાલક અભિષેક પૂજારાએ કહ્યું કે, બેથી ત્રણ કલાક લાઈનમાં ઊભીને લોકો અહીંથી ફાફડા-જલેબી લઈ જાય છે. જેને વહેલી સવારે ફાફડા આપવાના હોય એ લોકો માટે અગાઉથી બાંધી દઈએ છીએ. બેસન, તેલ સહિતના ભાવમાં વધારો આવ્યો છે, એટલે ફાફડામાં 50થી 70 રૂપિયાનો વધારો કરાયો છે. ઘીનો પણ ભાવ વધતા જલેબીમાં પણ વધારો છે. હાલ 600 રૂપિયા કિલો ફાફડા અને દેશી ઘીમાં બનેલી જલેબીના કિલોએ 600 રૂપિયા છે. સીંગતેલની જલેબી રૂ.500 છે. અમારે ત્યાં અત્યારે 90થી 100 કિલોનું એડવાન્સ બુકિંગ છે. મોંઘવારી થોડી છે, પણ ખાવા-પીવાનો શોખ સૌથી ઉપરઃ મેશવાશ ગ્રાહક મેશવાએ જણાવ્યું કે, આજે હું ફાફડા-જલેબી લેવા આવી છું, કારણ કે દશેરાએ અમે મહેસાણા જઈ રહ્યા છીએ. સુરતી હોવાથી અમને ખાવા-પીવાનો વધારે શોખ છે અને સુરતનો સ્વાદ ન ચૂકી જઈએ એટલે આજે જ ફાફડા-જલેબી પેક કરાવી લીધા. કાલે અમે મહેસાણામાં ફાફડા-જલેબી ખાવાના છીએ. હા, મોંઘું થોડું છે પણ એ તો બરાબર છે, મોંઘવારી તો વધતી જ હોય ને! રાજકોટમાં અંદાજે 10,000 કિલો ફાફડા-જલેબીનું વેચણા, કોઈ ભાવ વધારો નહિ રાજકોટનાં સુપ્રસિદ્ધ લાબેલા ગાંઠિયાવાળા દેવાંગભાઈ ગોંધીયાએ જણાવ્યું કે, રાજકોટમાં માત્ર અમારી દુકાનમાંથી અંદાજે 100 કિલો જેટલા ફાફડા-જલેબી દશેરાનાં દિવસે વેચાય છે. ફાફડા અને જલેબીનો ભાવ ગતવર્ષે રૂ.600 હતો અને આ વર્ષે પણ રૂ.600 જ રાખવામાં આવ્યો છે. અગાઉ ભાવ વધારવાની વિચારણા હતી, પણ આ વર્ષે ભાવ વધારો નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. ભાવ વધશે તો પણ દશેરાએ ફાફડા-જલેવી વગર ન ચાલેઃ મનસુખભાઈ મનસુખભાઈ સોની નામના ગ્રાહકે જણાવ્યું કે, રાજકોટમાં ગાંઠિયા-જલેબીનું ખાસ મહત્વ છે. લોકો સવારના નાસ્તામાં પણ ખાવાનું પસંદ કરે છે. જોકે દશેરાનાં દિવસે તો ગાંઠિયા અને જલેબી ખાવાનું ખાસ મહત્વ હોય છે. હાલ બધી વસ્તુઓમાં ભાવ વધારો થયો હોવાથી તહેવારો ઉજવવામાં મુશ્કેલી પડી રહી છે. ગાંઠિયા-જલેબીના ભાવમાં વધારો થયો નથી એ સારી વાત છે. પરંતુ વધે તો પણ ગાંઠિયા-જલેબી આરોગ્યા વિના દશેરાની ઉજવણી થતી નથી. વડોદરામાં ફાફડા-જલેબીના ભાવમાં 20થી 25%નો વધારો વડોદરા શહેર મીઠાઈ-ફરસાણ ઉત્પાદક અને વેપારી મંડળના ચેરમેન રાધેશ્યામ શાહે જણાવ્યું કે, દશેરા નિમિત્તે ફાફડા-જલેબીના બજારમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે વેચાણ 100% ખૂબ જ સારું રહેશે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે ભાવમાંવધારો થયો છે. બેસન, તેલ, ઘી અને લેબર (મજૂરી) ચાર્જમાં મોટો વધારો થયો છે, જેને કારણે ભાવ વધારવા પડ્યા છે. ગયા વર્ષે ₹400થી ₹450 પ્રતિ કિલો વેચાતા ફાફડા આ વર્ષે ₹600 પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. તેલની જલેબી ગયા વર્ષે ₹200થી ₹240 પ્રતિ કિલો વેચાતી, આ વર્ષે ₹250થી ₹300 પ્રતિ કિલો વેચાઈ રહી છે. શુદ્ધ ઘીની જલેબીમાં ગયા વર્ષના ₹600ના ભાવ સામે આ વર્ષે ₹900 પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે. અમદાવાદમાં ફાફડા-જલેબીનો સૌથી ઊંચો ભાવ અમદાવાદીમાં પણ ભાવમાં ગયા વર્ષની સરખામણીએ અંદાજે 8થી 10 ટકાનો વધારો નોંધાયો છે. દશેરાના દિવસે અમદાવાદીઓને લાઇનમાં ન ઊભવું પડે તે માટે એડવાન્સ બુકિંગ પણ કરાવી દીધું છે. ગયા વર્ષે 800 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા ફાફડાનો ભાવ આ વર્ષે વધીને 860 રૂપિયા થઈ ગયો છે. જ્યારે શુદ્ધ ઘીની જલેબીનો ભાવ ગયા આશરે રૂ. 900 હતો, જે વધીને 1000થી 1200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. એટલે કે, ફાફડા ખરીદવા માટે પ્રતિ કિલો 60 રૂપિયા અને જલેબી માટે 100 રૂપિયા વધુ ચૂકવવા પડશે. ગયા વર્ષે અંદાજે 5 કરોડ રૂપિયાની ફાફડા અને જલેબીનું વેચાણ થયું હતું. આ વર્ષે ભાવ વધારા વચ્ચે પણ ફાફડા-જલેબીની માગ કેટલી રહે છે અને અમદાવાદીઓ કેટલા કરોડની જયાફત માણે છે તેના પર નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    જલાલપોરમાં એપાર્ટમેન્ટની છત પરના મોબાઈલ ટાવરના જનરેટરમાં ભીષણ આગ:ફાયર વિભાગનાં બે વાહનોએ આગ પર કાબૂ મેળવ્યો; સદનસીબે કોઈ જાનહાનિ નહીં
    Next Article
    મોરબીના લક્ષ્મણભાઈ દાફડાને વોટ્સએપ ગ્રુપથી મળી નોકરી:ચાઈલ્ડ હેલ્પલાઈન-1098માં કાઉન્સેલર બન્યા, પરિવારને આર્થિક મજબૂતી મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment