Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જલાલપોરમાં એપાર્ટમેન્ટની છત પરના મોબાઈલ ટાવરના જનરેટરમાં ભીષણ આગ:ફાયર વિભાગનાં બે વાહનોએ આગ પર કાબૂ મેળવ્યો; સદનસીબે કોઈ જાનહાનિ નહીં

    4 days ago

    નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલા ત્રણ માળના એપાર્ટમેન્ટની છત પર લગાવવામાં આવેલા મોબાઈલ ટાવરના જનરેટરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગને કારણે જનરેટર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ બે ફાયર વાહનો સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર કાર્યવાહી થતાં મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બપોરે 3:25 વાગ્યે આગની જાણ કરાઈ મળતી માહિતી મુજબ, જલાલપોર વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટની ટેરેસ પર મોબાઈલ ટાવર અને તેના બેકઅપ માટે જનરેટર મૂકવામાં આવ્યું હતું. આ જનરેટરમાં કોઈ કારણોસર અચાનક આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બપોરે 3:25 વાગ્યે ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયર વિભાગની ટીમ બે વાહનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર જવાનોએ આગને વધુ ફેલાતી અટકાવી તેના પર કાબૂ મેળવ્યો હતો. રહેણાક ફ્લેટો ઉપર આગની ઘટનાથી ચિંતા આ એપાર્ટમેન્ટના નીચેના માળ પર રહેણાક ફ્લેટો આવેલા હોવાથી આગની ઘટનાએ રહેવાસીઓની ચિંતા વધારી હતી. જો આગ સમયસર કાબૂમાં ન આવી હોત, તો તે નીચેના માળ સુધી ફેલાવાની આશંકા હતી. જોકે, ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગમાં જનરેટરને ભારે નુકસાન થયું હતું, જ્યારે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. એપાર્ટમેન્ટ પરના મોબાઈલ ટાવરની સુરક્ષા અંગે સવાલો આ ઘટના બાદ રહેણાક ઇમારતોની છત પર લગાવવામાં આવતા મોબાઈલ ટાવર અને તેના સંચાલન માટે ઉપયોગમાં લેવાતા જનરેટરની સુરક્ષાને લઈને ચર્ચા શરૂ થઈ છે. રહેણાક વિસ્તારની ઇમારતો પર આવા ટાવર સ્થાપિત કરતી વખતે જરૂરી મંજૂરીઓ, ફાયર સેફ્ટીનાં સાધનો અને સલામતીનાં ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવાની માગ ઊઠી છે. ટાવર અને જનરેટરની તપાસ કરવાની માગ આ ઘટનાને પગલે સ્થાનિક સ્તરે એવી માગ ઊઠી છે કે સંબંધિત તંત્ર દ્વારા શહેરનાં એપાર્ટમેન્ટ્સ પર લગાવવામાં આવેલા મોબાઈલ ટાવર અને વીજ પુરવઠા માટે વપરાતા જનરેટરોની કાયદેસરતા તથા સુરક્ષાનાં ધોરણોની ચકાસણી કરવામાં આવે. ખાસ કરીને રહેણાક ઇમારતોમાં આગ જેવી દુર્ઘટનાઓને અટકાવવા માટે ફાયર સેફ્ટીની વ્યવસ્થાની તપાસ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    CID ફેમ અભય શુક્લાએ પાર્ટી પ્લોટ ગરબાનો વિરોધ કર્યો:કહ્યું- પાકિસ્તાનથી આવેલા ફોન બાદ મેં પાર્ટી પ્લોટના ગરબામાં ન જવાની પ્રતિજ્ઞા લીધી;જૂનાગઢમાં 'શક્તિ સ્પંદન 2026'માં હાજરી આપી
    Next Article
    આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં ₹100થી 150નો વધારો:સુરત-વડોદરામાં કિલો ફાફડાના ₹600થી 650, અમદાવાદમાં સૌથી મોંઘા; લાઈનમાં ન ઊભવા એડવાન્સ બુકિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment