Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CID ફેમ અભય શુક્લાએ પાર્ટી પ્લોટ ગરબાનો વિરોધ કર્યો:કહ્યું- પાકિસ્તાનથી આવેલા ફોન બાદ મેં પાર્ટી પ્લોટના ગરબામાં ન જવાની પ્રતિજ્ઞા લીધી;જૂનાગઢમાં 'શક્તિ સ્પંદન 2026'માં હાજરી આપી

    4 days ago

    જૂનાગઢમાં દેવ વાળી ખાતે વણિક સમાજ દ્વારા આયોજિત પ્રાચીન ગરબા મહોત્સવ અને 'શક્તિ સ્પંદન 2026'માં પ્રખ્યાત ‘સીઆઈડી’ સિરીયલના અભિનેતા અભય શુક્લાએ ખાસ મહેમાન તરીકે હાજરી આપી હતી. તેણે પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબાનો વિરોધ કરી કહ્યું હતું કે, ત્યાં ફક્ત ગરબાના નામે બિઝનેસ ચાલે છે. એટલું જ નહીં એક્ટરે પાકિસ્તાનથી આવેલા એક એવા ફોન વિશે પણ વાત કરી જેને એક્ટરને પાર્ટી પ્લોટમાં ક્યારેય ગરબા રમવા નહીં જવાની પ્રતિત્રા લેવડાવી. કિશનભાઈ ચોકસી અને સોની પરિવાર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં બાળાઓ સાથે ગરબા રમીને તેમણે નવરાત્રી અને આધુનિક સંસ્કૃતિ વિશે મહત્વનું નિવેદન આપ્યું હતું. પાકિસ્તાનથી આવેલા કોલનો સંદર્ભ આપી પ્રાચીન ગરબાનું મહત્ત્વ સમજાવ્યું અભય શુક્લાએ જણાવ્યું કે પાંચ દિવસ પહેલાં મારા પર પાકિસ્તાનથી આદિલ નામના યુવકનો ફોન આવ્યો હતો, જેણે ભારતમાં નવરાત્રી દરમિયાન થતી ગેરરીતિઓ વિશે વાત કરી હતી. આ ઘટના બાદ મે પોતે પાર્ટી પ્લોટના ગરબામાં ન જવાની પ્રતિજ્ઞા લીધી છે. તેણે ઉમેર્યું કે પાર્ટી પ્લોટમાં અજાણ્યા લોકો આવતા હોવાથી ઝઘડા થાય છે અને સુરક્ષાનો પ્રશ્ન પણ ઊભો થાય છે. સાચો આનંદ મેળવવા માટે પરિવાર સાથે પ્રાચીન દાંડિયા રાસમાં જવું જોઈએ. 'પાર્ટી પ્લોટના ગરબાનું નામ બદલીને માત્ર 'પાર્ટી' કરી દેવું જોઈએ' સંસ્કૃતિ ટકાવી રાખવા માટે અભય શુક્લાએ વહીવટીતંત્રને આગ્રહ કર્યો હતો કે પાર્ટી પ્લોટના ગરબાનું નામ બદલીને માત્ર 'પાર્ટી' કરી દેવું જોઈએ. વાસ્તવિક સંસ્કૃતિને જીવંત રાખવા માટે દરેક સોસાયટીઓમાં રહીશોએ સાથે મળીને પ્રાચીન ગરબાનું આયોજન કરવું અનિવાર્ય છે. જૂનાગઢની પવિત્ર ધરતી પર વણિક સમાજ દ્વારા યોજાયેલા પ્રાચીન ગરબાના આયોજનને તેણે ખૂબ બિરદાવ્યું હતું અને પોતાના લોકોની વચ્ચે જ ગરબા રમવાનો આગ્રહ રાખ્યો હતો. ડ્રેસિંગ સેન્સમાં ફેરફાર અને સુરક્ષા મુદ્દે માતા-બહેનોને અપીલ માતાઓ અને બહેનોને વિનંતી કરતા એક્ટેર જણાવ્યું કે દીકરીઓ જ્યારે પાર્ટી પ્લોટમાં આધુનિક ડ્રેસ પહેરીને જાય છે ત્યારે તેના પર ધ્યાન આપવું જરૂરી છે. લોકો સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ વિશે પ્રશ્નો પૂછતા હોવાથી ડ્રેસિંગ સેન્સમાં યોગ્ય બદલાવ આવવો જોઈએ. એક્ટરે જણાવ્યું કે પોતાની જગ્યા અને ઓળખીતા લોકો વચ્ચે ગરબા રમવાથી જ સાચો ભક્તિભાવ જળવાઈ રહે છે અને માતાજીના પવિત્ર આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગુજરાતમાં ડીજે અને અયોગ્ય ડ્રેસ પર પ્રતિબંધની માંગ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે લગાવેલા પ્રતિબંધોનું ઉદાહરણ આપતાં એક્ટરે માંગ કરી હતી કે ગુજરાતમાં પણ પાર્ટી પ્લોટમાં ગરબા દરમિયાન પહેરાતા અયોગ્ય ડ્રેસ અને ડીજે પર કડક પ્રતિબંધ લાગવો જોઈએ. આનાથી મહિલાઓની સુરક્ષા જળવાઈ રહેશે અને સનાતન સંસ્કૃતિનું રક્ષણ થશે. તેમણે તમામ સમાજને એક થઈને પ્રાચીન ગરબા પરંપરા જાળવી રાખવા અને સાચા ભાવથી નવરાત્રી પર્વની ઉજવણી કરવા આહ્વાન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ‘મંડળી’ ગરબામાં પોલીસની હાજરીમાં ધોકા-તલવારથી બબાલ:અમદાવાદમાં પ્રવેશ બાબતે યુવકો-બાઉન્સરો વચ્ચે અથડામણ; પૈસા ખર્ચીને આવેલા ખેલૈયામાં ફફડાટ
    Next Article
    જલાલપોરમાં એપાર્ટમેન્ટની છત પરના મોબાઈલ ટાવરના જનરેટરમાં ભીષણ આગ:ફાયર વિભાગનાં બે વાહનોએ આગ પર કાબૂ મેળવ્યો; સદનસીબે કોઈ જાનહાનિ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment