Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના લક્ષ્મણભાઈ દાફડાને વોટ્સએપ ગ્રુપથી મળી નોકરી:ચાઈલ્ડ હેલ્પલાઈન-1098માં કાઉન્સેલર બન્યા, પરિવારને આર્થિક મજબૂતી મળી

    4 days ago

    સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ યુવાનોને નોકરી મળે તે માટે પ્રયાસો કરી રહ્યું છે. રોજગાર કચેરીઓ યુવાનોને માત્ર નામ નોંધણી કે માર્ગદર્શન જ નહીં, પણ તેમની લાયકાત મુજબ નોકરી અપાવવા માટે સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ કરે છે. મોરબીના લક્ષ્મણભાઈ દાફડાએ બીએસડબલ્યુ (BSW) નો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પછી તેમને લાંબા સમયથી નોકરી મળતી ન હતી. ઘણી ખાનગી કંપનીઓમાં ઇન્ટરવ્યુ આપ્યા છતાં સફળતા મળી ન હતી. આવા સમયે, મોરબી જિલ્લા રોજગાર કચેરીના વોટ્સએપ ગ્રુપથી તેમને મદદ મળી. આ ગ્રુપ દ્વારા તેમને મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી હેઠળની ચાઈલ્ડ હેલ્પ લાઇન - ૧૦૯૮ માં કાઉન્સેલરની ભરતીની માહિતી મળી. રોજગાર કચેરીના માર્ગદર્શનથી લક્ષ્મણભાઈએ ઇન્ટરવ્યુ આપ્યો અને કાઉન્સેલર તરીકે પસંદગી પામ્યા. લક્ષ્મણભાઈએ જણાવ્યું કે આ નોકરી મળવાથી તેમનો આર્થિક તણાવ દૂર થયો છે અને તેઓ પરિવારને પણ આર્થિક મદદ કરી શકે છે. તેમણે મોરબી જિલ્લા રોજગાર કચેરીનો આભાર માન્યો. સરકારની રોજગાર યોજનાઓ અને કચેરીઓની કામગીરીથી ઘણા યુવાનો આત્મનિર્ભર બની રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં ₹100થી 150નો વધારો:સુરત-વડોદરામાં કિલો ફાફડાના ₹600થી 650, અમદાવાદમાં સૌથી મોંઘા; લાઈનમાં ન ઊભવા એડવાન્સ બુકિંગ
    Next Article
    મોરબીના શેરી ફેરિયાઓને પીએમ-સ્વનિધિ હેઠળ 50 હજાર સુધીની લોન:મહાનગરપાલિકા દ્વારા લારી-ગલ્લા ધારકો અને નાના વેપારીઓ માટે ઓનલાઈન અરજીઓ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment