Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નખત્રાણામાં બોર કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો:બે આરોપી ઝડપાયા, 50 હજારનો મુદ્દામાલ જપ્ત

    6 hours ago

    નખત્રાણા તાલુકાના વાડી વિસ્તારોમાં બોરના કોપર કેબલ ચોરીના વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં પશ્ચિમ કચ્છ-ભુજની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને સફળતા મળી છે. LCB ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને બે શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરીના કોપર વાયર સહિત કુલ 50 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી છેલ્લા કેટલાક સમયથી ચાલતી કેબલ ચોરીની ઘટનાઓનો પર્દાફાશ થયો છે. પોલીસને મળેલી માહિતી મુજબ, મંજલ ગામના વાડી વિસ્તારોમાં બોરના કેબલ વાયર ચોરીના બનાવો બન્યા હતા. LCB ટીમ નખત્રાણા તાલુકામાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે મંજલ ગામના ગફુર આમદ લુહાર અને ચંદુલાલ ભાણજી મહેશ્વરી ચોરી કરેલા કોપર વાયર સાથે મોટરસાયકલ પર મંજલથી માધાપર તરફ જઈ રહ્યા છે. બાતમીના આધારે LCB ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી બંને શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી આશરે 25 કિલોગ્રામ વજનનો કોપર વાયર મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે 20 હજાર રૂપિયા છે. ઉપરાંત, આરોપીઓ જે મોટરસાયકલ (નંબર GJ-12-HH-1767) નો ઉપયોગ કરી રહ્યા હતા તેની કિંમત આશરે 30 હજાર રૂપિયા છે. પોલીસની પૂછપરછ દરમિયાન બંને શખ્સોએ છેલ્લા આશરે પંદર દિવસ દરમિયાન મંજલ ગામના અલગ અલગ વાડી વિસ્તારોમાં આવેલા બોરમાંથી કેબલ વાયર કાપીને ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ચોરી કર્યા બાદ કેબલ વાયર સીમ વિસ્તારમાં સંતાડવામાં આવતા હતા અને બાદમાં તેને વેચાણ કરવા માટે લઈ જવામાં આવતો હતો. આ મામલે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે કબજે કરેલો મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે BNSS કલમ 106 હેઠળ કબજે કરી બંને આરોપીઓને BNSS કલમ 35(1)(ઇ) મુજબ અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણના પદ્મનાભ વિસ્તારમાં ઉભરાતી ગટરથી નાગરિકો ત્રાહિમામ્:રહીશો અને ટ્રસ્ટ દ્વારા પાલિકાને આવેદનપત્ર અપાયું; 48 કલાકમાં ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી
    Next Article
    જામનગરની યશસ્વી સિંહ ચરકે બે ગોલ્ડ મેડલ જીત્યા:BBC દ્વારા વિશેષ સન્માન અને રોકડ પુરસ્કાર અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment