Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 'જગન્નાથ પ્રકૃતિ વન'નું નિર્માણ શરૂ:જિલ્લા કલેક્ટરના હસ્તે વૃક્ષારોપણ સાથે શુભારંભ, જગન્નાથજીનું પૂજન કરાયું

    1 day ago

    પાટણમાં ભગવાન શ્રી જગન્નાથજીની 144મી રથયાત્રાના અનુસંધાને 'જગન્નાથ પ્રકૃતિ વન'નું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટ-પાટણ અને આર્યવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય "પ્રકૃતિ એ જ પરમાત્મા" અને "છોડમાં રણછોડ" ના સંકલ્પને સાકાર કરવાનો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પાટણ જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રથમ વૃક્ષનું વાવેતર કરીને કરવામાં આવ્યું હતું. કલેક્ટરે પર્યાવરણ જતનની આ પહેલને આવકારી હતી. વૃક્ષારોપણ પહેલાં, કલેક્ટરે જગન્નાથજી મંદિરમાં ભગવાન શ્રી જગન્નાથજીના પૂજન-અર્ચન અને આરતીમાં ભાગ લીધો હતો અને નગરની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે શ્રી જગન્નાથજી મંદિરના ટ્રસ્ટીઓ આચાર્ય પિયુષભાઈ અને કાંતિભાઈ, રથયાત્રા સમિતિના અગ્રણી મયંક પટેલ, જીતુ ગુપ્તા, માનસીબેન ત્રિવેદી તેમજ જગન્નાથ મંદિરના પૂજારી કનુ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત મહાનુભાવો અને સંગઠનો દ્વારા વિવિધ ઔષધીય અને છાયાપ્રદ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રથયાત્રા સમિતિના હોદ્દેદારો, કર્મકાંડી બ્રાહ્મણ મંચના કાર્યકરો, સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ વૃક્ષારોપણ કર્યું હતું. ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે, એક વૃક્ષનું વાવેતર અને ઉછેર એ પ્રકૃતિની સેવા છે, જે ભગવાન શ્રી જગન્નાથજીની સાચી ભક્તિ સમાન છે. આ 'જગન્નાથ પ્રકૃતિ વન' પાટણ નગરના પર્યાવરણને શુદ્ધ અને હરિયાળું રાખવામાં મહત્વનું યોગદાન આપશે. કાર્યક્રમ "જય જગન્નાથ" ના નાદ સાથે સંપન્ન થયો.
    Click here to Read More
    Previous Article
    સહજાનંદ કોલેજમાં વિદ્યાર્થી પર હુમલાનો મામલો ગરમાયો:ABVPનું ઉગ્ર વિરોધ પ્રદર્શન અને તાળાબંધીની ચીમકી
    Next Article
    વરાછામાં ભારે વરસાદ બાદ ત્રણ જગ્યાએથી તાપીનો પાળો તૂટ્યો:સુરત મનપાએ માત્ર બેરીકેટ લગાવી સંતોષ માન્યો, 50 ફૂટના અંતરે જ ગગનચુંબી બિલ્ડિંગો બને છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment