Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરેશ દેસાઈને ગુજરાત ભાજપ યુવા મોરચાની કમાન સોંપાઈ:બે ટર્મથી મહામંત્રી, હવે પ્રમુખની જવાબદારી; ABVPથી શરૂ થઈ રાજકીય સફર

    11 hours ago

    ગુજરાત ભાજપના સંગઠનમાં મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડૉ. નરેશ દેસાઈને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે. 15 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર નિમણૂકપત્રમાં આ જાહેરાત કરવામાં આવી છે. તેમની નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે. યુવા મોરચામાં બે ટર્મથી મહામંત્રી તરીકે કાર્યરત નરેશ દેસાઈને હવે પ્રમુખપદની જવાબદારી સોંપવામાં આવી છે. ABVPથી શરૂ થઈ રાજકીય સફર નરેશ દેસાઈ અગાઉ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)માં સક્રિય હતા. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી સંગઠનના નેતા તરીકે તેમણે કામગીરી કરી હતી. વિદ્યાર્થીલક્ષી અનેક મુદ્દાઓને લઈને તેમણે પોતાની ટીમ સાથે આંદોલનો પણ કર્યા હતા. વિદ્યાર્થીકાળથી જ સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેલા નરેશ દેસાઈએ ત્યારબાદ ભાજપના યુવા મોરચામાં જવાબદારી સંભાળી હતી. બે ટર્મથી મહામંત્રી, હવે પ્રમુખની જવાબદારી નરેશ દેસાઈ છેલ્લા બે ટર્મથી ગુજરાત ભાજપ યુવા મોરચામાં મહામંત્રી તરીકે કાર્યરત હતા. સંગઠનમાં મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવ્યા બાદ હવે તેમને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. યુવા મોરચાના અગાઉના પ્રમુખ ડૉ. હેમાંગ જોષી રાષ્ટ્રીય સ્તરે જવાબદારી સંભાળવા ગયા બાદ ખાલી પડેલી જગ્યા પર નરેશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. જગદીશ વિશ્વકર્માએ કરી જાહેરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશના આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નિમણૂક કરી છે. આ નિમણૂક સાથે હવે ગુજરાત ભાજપના યુવા સંગઠનની જવાબદારી નરેશ દેસાઈ સંભાળશે. આગામી સમયમાં યુવાનોને સંગઠન સાથે જોડવા, વિદ્યાર્થીલક્ષી પ્રશ્નો અને પક્ષના કાર્યક્રમોમાં યુવા મોરચાની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં ઇન્ટરનેટ-મેટ્રો બંધ કરવા બદલ કેન્દ્રએ માફી માંગી:CJPના વિરોધપ્રદર્શનમાં 7 હજાર લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરુ
    Next Article
    સુરતમાં કલેક્ટર કચેરીએ દોડાવી-દોડાવી 70 શ્રમિકોને પોલીસે ડિટેઈન કર્યાં:10થી વધુ પોલીસ વાન-બસમાં ભરીને લઈ જવાયા, એમ્બ્રોડરીના એકમોમાં રવિવારની રજા સહિતની માંગ સાથે વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment