Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનેવી પાસે નીકળતા ₹10 લાખ માટે તબીબ વેવાઈને ધમકી:‘તારું બધું પડ્યું રહેશે, વાપરવાવાળું કોઈ નહીં રહે’ કહી વરાછાના તબીબને ફોન-મેસેજથી ડરાવતા; પોલીસે બંગલામાં છુપાયેલા પિતા-પુત્રને દબોચ્યા

    11 hours ago

    સુરતના વરાછા વિસ્તારમાં શિવ સર્જિકલ હોસ્પિટલ ચલાવતા જાણીતા તબીબને પુત્રવધૂના પિતા પાસેથી નીકળતા જૂના નાણાં વસૂલવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં વરાછા પોલીસે આખરે મોટી સફળતા મેળવી છે. છેલ્લા અઢી વર્ષથી પોલીસને થાપ આપી ફરાર રહેલા પિતા-પુત્રની જોડીને પોલીસે ઉમરાગામ ખાતેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. 20 વર્ષ જૂના હિસાબ પેટે ₹10 લાખની પઠાણી ઉઘરાણી મજૂરાગેટ સ્થિત નવચેતન સોસાયટીમાં રહેતા 65 વર્ષીય ડૉ. કાંતીલાલ વઘાસીયાના પુત્ર નીલના લગ્ન હાલ વિશાખાપટ્ટનમ રહેતા કાનજીભાઈ ઓધવજી પાઘડાળની પુત્રી ડૉ. રિચા સાથે થયા છે. આરોપી પરેશ ભીખુ ગજેરા સંબંધમાં કાનજીભાઈના સાળા (કાનજીભાઈ પરેશભાઈના બનેવી) થાય છે. પરેશ ગજેરાએ આશરે 20 વર્ષ પૂર્વે પોતાના બનેવી કાનજીભાઈને ₹10 લાખ ઉછીના આપ્યા હતા. આ નાણાં કાનજીભાઈ પરત ન ચૂકવતા હોવાથી, પરેશ અને તેના પુત્ર રૂષિતે આ નાણાંની ઉઘરાણી તબીબ વેવાઈ અને પુત્રવધૂ પાસેથી શરૂ કરી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પુત્રવધૂના ક્લિનિકમાં તોડફોડ કરી હંગામો મચાવ્યો હતો નાણાં વસૂલવાના દબાણ હેઠળ આરોપી પુત્ર રૂષિતે 23 જાન્યુઆરીના રોજ અલથાણ ખાતે આવેલી ડૉ. રિચાની ક્લિનિક પર જઈ ભારે હંગામો મચાવ્યો હતો. એટલું જ નહીં, તેણે ક્લિનિક બહાર પાર્ક કરેલી કારમાં તોડફોડ કરી આતંક ફેલાવ્યો હતો. આ હરકત છતાં નાણાં ન મળતાં આરોપી પિતા-પુત્ર વધુ ઉશ્કેરાયા હતા અને સીધા ડૉ. કાંતીલાલ વઘાસીયાને નિશાન બનાવ્યા હતા. ‘કોઈ વાપરવાવાળું નહીં રહે’ કહી તબીબને ગર્ભિત ધમકી આપી ક્લિનિક પરના હંગામા બાદ 28 જાન્યુઆરીએ પિતા-પુત્રએ ડૉ. કાંતીલાલને વોટ્સએપ મેસેજ અને ફોન કોલ્સ કરી તેમના પુત્ર નીલના જીવને જોખમમાં મુકવાની ગર્ભિત ધમકી આપી હતી. આરોપીઓએ મેસેજમાં સ્પષ્ટ લખ્યું હતું કે, ‘તારું બધું અહીં જ પડ્યું રહેવાનું છે, વાપરવાવાળા જ નહીં રહે.’ આ ધમકીથી ફફડી ઉઠેલા તબીબે આખરે 14 ફેબ્રુઆરીએ વરાછા પોલીસ મથકમાં પરેશ ગજેરા અને તેના પુત્ર રૂષિત ગજેરા વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી હતી. અઢી વર્ષથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા આરોપીઓ વતનમાં જ ઝડપાયા ગુનો નોંધાયાની ગંધ આવી જતાં જ પિતા-પુત્ર બંને સુરત છોડીને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને છેલ્લા અઢી વર્ષથી પોલીસની પકડથી બચતા ફરતા હતા. દરમિયાન વરાછા પોલીસને બાતમી મળી હતી કે બંને આરોપીઓ હજીરા રોડ પર આવેલા ઉમરાગામના શિવ બંગ્લોઝમાં છુપાયેલા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી પરેશ ભીખુ ગજેરા અને રૂષિત પરેશ ગજેરાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઉમરગામમાં સ્વિફ્ટ કાર ઝાડ સાથે અથડાઈ, 3ના મોત:2 યુવકોને ગંભીરઈજા, ગાડીનું પડીકુ વળી ગયું, પતરા કાપી મૃતદેહો બહાર કઢાયા
    Next Article
    કુકમા ખેતરપાર દાદા મંદિરે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો:160 લોકોએ સ્વચ્છતાનો સંકલ્પ લીધો, કચરા વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના નુકસાન સમજાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment