Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુકમા ખેતરપાર દાદા મંદિરે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો:160 લોકોએ સ્વચ્છતાનો સંકલ્પ લીધો, કચરા વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના નુકસાન સમજાવ્યા

    11 hours ago

    કુકમાના ખેતરપાર દાદા મંદિરના પ્રાંગણમાં "સ્વચ્છ તીર્થ ધામ" કાર્યક્રમ યોજાયો હતો. તીર્થસ્થળોની સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને કચરા વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવાનો તેનો હેતુ હતો. RUDA ફાઉન્ડેશન, એગ્રોસેલ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને કુકમા ગ્રામ પંચાયતના સહયોગથી આ કાર્યક્રમમાં કુલ 160 લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં 85 ભાઈઓ, 53 બહેનો અને 22 બાળકો સહિત કુલ 160 લોકો હાજર રહ્યા હતા. RUDA ફાઉન્ડેશનના અબ્દુલગની સમાએ મહેમાનો અને સહભાગીઓનું સ્વાગત કર્યું. તેમણે કાર્યક્રમના ઉદ્દેશ વિશે માહિતી આપી. તેમણે ભુજ તાલુકાની કુકમા, ભુજોડી, સુમરસર, ધોરડો અને ખાવડા ગ્રામ પંચાયતોમાં એગ્રોસેલના સહયોગથી RUDA ફાઉન્ડેશન દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ વિશે પણ જણાવ્યું. કાર્યક્રમ દરમિયાન લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વધતા ઉપયોગથી પર્યાવરણ, માનવજીવન અને પશુ-પક્ષીઓ પર થતી ખરાબ અસરો વિશે સમજાવવામાં આવ્યું. ઘર અને જાહેર સ્થળોના કચરાને યોગ્ય રીતે અલગ કરીને તેનો નિકાલ કરવાની જરૂરિયાત પણ સમજાવવામાં આવી. ભીના અને સૂકા કચરા વચ્ચેનો ફરક સમજાવવામાં આવ્યો. ખોરાકના અવશેષો, ફળ-શાકભાજીની છાલ, ચા-કોફીની ભૂકી અને ફૂલ-પાંદડા જેવા જૈવિક કચરાને ભીના કચરામાં અલગ રાખવા જણાવ્યું. કાગળ, પૂંઠું, પ્લાસ્ટિક, બોટલો, કાચ અને ધાતુના ડબ્બા જેવા કચરાને સૂકા કચરા તરીકે અલગ રાખવાની સમજ આપવામાં આવી. કુકમા ગ્રામ પંચાયતના સરપંચ રસીલાબહેને RUDA ફાઉન્ડેશનના સહયોગથી પંચાયત વિસ્તારમાં ચાલતા કાર્યો વિશે માહિતી આપી. યુવા અગ્રણી ઉત્તમભાઈ રાઠોડે સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી માટેના પ્રયાસોને આવકાર્યા. તેમણે ગ્રામજનોના સહયોગથી ગામને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો. GPCBના અધિકારીઓએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સમજાવી. તેમણે પર્યાવરણ સંરક્ષણમાં નાગરિકોની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું. ભારતીય બંધારણના આર્ટિકલ 51A(g) હેઠળ પ્રકૃતિ, જંગલો, તળાવો, નદીઓ અને વન્યજીવોનું રક્ષણ કરવું એ નાગરિકોની મૂળભૂત ફરજ છે, તે પણ સમજાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય ઉષાબહેન માહેશ્વરી, આહીર સમાજના અગ્રણી દેવશીભાઈ આહીર અને ખેતરપાર દાદા સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. RUDA ફાઉન્ડેશનના CEO સંજીવ સર અને દિવ્યા મેડમના માર્ગદર્શન હેઠળ અસલમભાઈ અને ભૂમિકા બહેને વ્યવસ્થા સંભાળી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અબ્દુલગની સમાએ કર્યું, જ્યારે નીતા બહેન ફફળે આભારવિધિ કરી.
    Click here to Read More
    Previous Article
    બનેવી પાસે નીકળતા ₹10 લાખ માટે તબીબ વેવાઈને ધમકી:‘તારું બધું પડ્યું રહેશે, વાપરવાવાળું કોઈ નહીં રહે’ કહી વરાછાના તબીબને ફોન-મેસેજથી ડરાવતા; પોલીસે બંગલામાં છુપાયેલા પિતા-પુત્રને દબોચ્યા
    Next Article
    અમરેલીમાં ટ્રેક પર સિંહણ આવતા વનવિભાગે ટ્રેન રોકી:30 મિનિટ સુધી ટ્રેન થોભાવી સિંહણને સુરક્ષિત ખસેડાઈ, મોટી દુર્ઘટના ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment