Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ટ્રેક પર સિંહણ આવતા વનવિભાગે ટ્રેન રોકી:30 મિનિટ સુધી ટ્રેન થોભાવી સિંહણને સુરક્ષિત ખસેડાઈ, મોટી દુર્ઘટના ટળી

    11 hours ago

    અમરેલી જિલ્લાના શેત્રુંજી વન વિભાગની લીલીયા રેન્જમાં મોડી રાત્રે એક સિંહણ રેલવે ટ્રેક પર આવી ચડી હતી. અંટાળીયા તરફથી આવતા રેલવે ટ્રેક પર માઈલસ્ટોન નં. 28/1 અને 28/2 વચ્ચે સિંહણ જોવા મળતા વનવિભાગ અને રેલવે તંત્ર સતર્ક બન્યું હતું. ડી.સી.એફ. ચિરાગ અમીન અને એ.સી.એફ. રાજન જાદવના માર્ગદર્શન હેઠળ વનવિભાગની ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેસ્ટર ઇમરાન પઠાણ, વનમિત્ર અને રેલમિત્રની ટીમે સિંહણ પર નજર રાખી હતી. ટીમે સિંહણને ટ્રેક પરથી સુરક્ષિત રીતે ખસેડવા બે વખત પ્રયાસ કર્યો હતો. આશરે અડધા કલાક સુધી ટ્રેનને રોકી રાખવામાં આવી હતી. સિંહણ ટ્રેક પરથી પસાર થઈ તેના કુદરતી રહેઠાણ તરફ ગયા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી. વનવિભાગ અને રેલવે ટીમની સતર્કતાને કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. અગાઉ રાજુલા, પીપાવાવ, સાવરકુંડલા અને લીલીયા સુધીના રેલવે ટ્રેક પર અનેક સિંહોના અકસ્માતો થયા છે. જેમાં ઘણા સિંહોએ જીવ ગુમાવ્યા છે. આવી દુર્ઘટના ફરી ન બને તે માટે વનવિભાગ સતર્કતાથી કામ કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કુકમા ખેતરપાર દાદા મંદિરે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો:160 લોકોએ સ્વચ્છતાનો સંકલ્પ લીધો, કચરા વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના નુકસાન સમજાવ્યા
    Next Article
    નગીનભાઈ પોષણ દ્વારા પર્યુષણ પર્વે ભવ્ય રથયાત્રાનું આયોજન:જૈન ધર્મના પવિત્ર મહાપર્વ ભાદરવા સાતમે વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓનો અદભુત ઉત્સાહ જોવા મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment