Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હવે મારી પાસે શું બચ્યું? હું જીવીને શું કરું?':સુરતમાં 3 વર્ષના પૌત્રને ટ્રકે કચડતા દાદીનું હૈયાફાટ રૂદન, 2 વર્ષ પહેલાં જ અકસ્માતમાં દીકરો ગુમાવ્યો હતો

    10 hours ago

    સુરતના ઔદ્યોગિક વિસ્તાર હજીરા નજીક આવેલા કવાસ ગામમાં પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રેલરે રોડ સાઇડમાં રમી રહેલા 3 વર્ષના માસૂમ બાળક ક્રિશ ભાભોરને અડફેટે લેતાં મોત નીપજ્યું હતું. 2 વર્ષ અગાઉ બાળકના પિતા ધર્મેશભાઈનું પણ ભાગળ ચોકડી પાસે એક અકસ્માતમાં જ મોત થયું હતું. પિતાના અવસાન બાદ માતા પણ આ દીકરા અને દીકરીને દાદીના ભરોસે છોડી જતી રહી હતી. આજે એ જ દાદીએ પોતાના કાળજાના ટુકડા જેવા પૌત્રને પણ રોડ અકસ્માતમાં ગુમાવી દેતાં સુરતની હોસ્પિટલ પરિસરમાં દાદી અને પરિવારની મહિલાઓના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. અકસ્માત સર્જી ભાગવા જતાં ટ્રક ડ્રાઇવરને લોકોએ ઝડપી પાડ્યો હતો, જ્યારે ઘટનાને પગલે ઈચ્છાપોર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ટ્રકના પૈડા નીચે માસૂમ કચડાયો આ ઘટનાની વિગતો આપતા મૃતકની વૃદ્ધ દાદીએ અત્યંત કરુણ અવાજે જણાવ્યું હતું કે, તેઓ કચરાના પ્લાસ્ટિક વીણવાનું મજૂરી કામ કરીને પોતાના પરિવારનું પેટિયું રળે છે. ઝૂંપડા નજીક જ બાળકના મામા અને પરિવારજનો રહે છે. આ બનાવના સમયે માસૂમ ક્રિશ પોતાના મામાના ઘરે ગયો હતો અને રસ્તાની સાઈડમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. બાળકો પોતાની રમતમાં મશગૂલ હતા ત્યારે જ અચાનક ધસી આવેલી પૂરપાટ ઝડપની હાઇવા ટ્રક (નંબર GJ-19-Y-0437)ના બેદરકાર ડ્રાઇવરે રોડ કટ પાસે માસૂમ બાળક પર ગાડી ચઢાવી દીધી હતી. ટ્રકના પૈડાં નીચે આવી જતાં બાળક ઘસડાયો હતો. માસૂમની કારમી ચીસ સાથે જ આજુબાજુના લોકો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પહોંચે એ પહેલા જ માસૂમે દાદીના ખોળામાં આંખો મીંચી અકસ્માત સર્જાયા બાદ ડ્રાઇવરે ઘટનાસ્થળેથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાળકના મામાએ જીવના જોખમે દોડીને ટ્રકને આંતરી લીધો હતો અને ડ્રાઇવરને પકડી પાડ્યો હતો. લોહીલુહાણ હાલતમાં તરફડી રહેલા માસૂમ ક્રિશને પરિવારજનો તુરંત જ ગામના એક ખાનગી ડોક્ટર પાસે લઈ ગયા હતા પરંતુ, બાળકની અત્યંત નાજુક સ્થિતિ જોઈને તબીબે હાથ ઊંચા કરી દીધા હતા અને તાત્કાલિક સુરત સિવિલ ખસેડવા સલાહ આપી હતી. ગભરાયેલા પરિવારજનો માસૂમને લઈને સુરત હોસ્પિટલ તરફ દોડ્યા હતા. રસ્તામાં માસૂમ બાળક પોતાની કાલીઘેલી ભાષામાં દાદી સામે જોઈને કંઈક બોલવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ હોસ્પિટલના દરવાજે પહોંચતા પહોંચતા જ એ માસૂમે ખોળામાં જ હંમેશા માટે આખ મીંચી દીધી હતી. “હવે મારી પાસે શું બચ્યું? હું જીવીને શું કરું?” હોસ્પિટલના પીએમ રૂમ બહાર બાળકના મોતની ખબર મળતાં જ આખો પરિવાર હૈયાફાટ રુદન કરવા લાગ્યો હતો. 2 જ વર્ષના ટૂંકા ગાળામાં પોતાના જવાન દીકરા અને હવે પોતિકા પૌત્ર બંનેને રોડ અકસ્માતમાં ગુમાવી ચૂકેલા દાદીની સ્થિતિ જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. દાદીએ પોતાની વેદના ઠાલવતા કહ્યું કે, "2 વર્ષ પહેલાં એના પપ્પા સુરતના ભાગળ ચોકડી પાસે અકસ્માતમાં પૂરા થઈ ગયા. આ વર્ષે આ માસૂમ દીકરો જતો રહ્યો. બંને બાપ-દીકરો 2-2 વર્ષના ગાળામાં મને છોડીને જતા રહ્યા. હવે મારી પાસે શું બચ્યું છે? આ 1.5 વર્ષની નાની દીકરી બચી છે અને આ મારી ગરીબ બહેન છે. જો મારો જીવ પણ જતો રહે તો સારું, હવે મારે જીવીને પણ શું કરવું છે?" શ્રમિક અને આદિવાસી પરિવાર પર આભ તૂટ્યું આ કરુણ ઘટનાની જાણ થતાં જ સુરત શહેર ભીલ સમાજના પ્રમુખ હિંતેશ શંકરભાઈ મંડોરા હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પીડિત શ્રમિક પરિવારને સાંત્વના પાઠવી હતી. તેમણે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ અત્યંત ગરીબ આદિવાસી શ્રમિક પરિવાર જહાંગીરપુરા અને કવાસ વિસ્તારમાં કચરાના પ્લાન્ટમાં પ્લાસ્ટિક વીણીને માંડ માંડ ગુજરાન ચલાવે છે. અગાઉ પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા 4 વર્ષના અનાથ બાળક ક્રિષ્ણા બાબોરનું કાળમુખી ટ્રકની બેદરકારીના કારણે મોત નીપજ્યું છે. રસ્તા પર બેફામ દોડતા ભારે વાહનો અને સ્પીડ ડિમન બનેલા ડ્રાઇવરો ગરીબ મજૂરોના બાળકોના બલી લઈ રહ્યા છે. આ ઘટનાથી આખા આદિવાસી સમાજમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે. ઈચ્છાપોર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ઘટના અંગે ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભીલ સમાજના આગેવાનો અને પીડિત પરિવારે માંગ કરી છે કે, પૂરપાટ ઝડપે અને અતિ બેદરકારીપૂર્વક વાહન ચલાવી માસૂમનો જીવ લેનાર ટ્રકના ડ્રાઇવર સામે મનુષ્યવધ સમાન ગુનો દાખલ કરવામાં આવે. આ સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરનાર ટ્રક માલિક સામે પણ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ ગરીબ માસૂમનો જીવ ન જાય. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી
    Click here to Read More
    Previous Article
    સતત વરસાદથી ધોળકાનું ઉતેલીયા ગામ ચારે બાજું પાણીથી ઘેરાયું:ડ્રોન દૃશ્યોમાં સામે આવી વિકટ સ્થિતિ, જનજીવન પર અસર; તંત્રની સતત નજર
    Next Article
    રાજકોટમાંથી બાઇક ચોરી કરનાર મોરબીથી ઝડપાયો:નંબર પ્લેટ વગરની બાઇક સાથે હાઇવે પરથી પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment