Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાંથી બાઇક ચોરી કરનાર મોરબીથી ઝડપાયો:નંબર પ્લેટ વગરની બાઇક સાથે હાઇવે પરથી પકડાયો

    9 hours ago

    મોરબી એલસીબી અને પેરોલ સ્ટાફની ટીમે મોરબી-માળિયા નેશનલ હાઈવે પરથી એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સ નંબર પ્લેટ વગરની મોટરસાયકલ લઈને શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યો હતો.પોલીસે ઝડપાયેલા શખ્સની ઓળખ હનુભાઈ સુરાભાઈ વાઘેલા (ઉંમર ૩૫, રહે. મોટા દેવળીયા બસ સ્ટેશન પાસે, તા. બાબરા, જી. અમરેલી) તરીકે કરી છે.પોલીસે મોટરસાયકલના દસ્તાવેજો માંગતા, શખ્સ પાસે કોઈ કાગળો નહોતા. આથી પોલીસે બાઇકની માલિકી અંગે વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં હનુભાઈ વાઘેલાએ કબૂલ્યું કે તેણે આ મોટરસાયકલ આશરે 20 દિવસ પહેલા રાજકોટ શહેરના મોરબી જકાતનાકા પાસેના વિસ્તારમાંથી ચોરી કરી હતી. પોલીસે પોકેટકોપમાં તપાસ કરતા, આ બાઇક અંગે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ ચોરીનો ગુનો નોંધાયેલો હોવાનું બહાર આવ્યું. આ ગુનો વણશોધાયેલો હોવાથી પોલીસે આરોપી પાસેથી મોટરસાયકલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૦૬(૧) મુજબ કબજે કરી હતી. ઝડપાયેલા શખ્સને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1)(ઇ) મુજબ હસ્તગત કરી મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.આ અંગે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    'હવે મારી પાસે શું બચ્યું? હું જીવીને શું કરું?':સુરતમાં 3 વર્ષના પૌત્રને ટ્રકે કચડતા દાદીનું હૈયાફાટ રૂદન, 2 વર્ષ પહેલાં જ અકસ્માતમાં દીકરો ગુમાવ્યો હતો
    Next Article
    5 વર્ષની બાળકીએ CM ભૂપેન્દ્ર પટેલને કર્યો સવાલ:તમને ભણવાનું ગમતું હતું?, CMએ જવાબ આપ્યો- મને ભણવું ગમતું, ગણિત પ્રિય વિષય હતો; વાંચવું ઓછું ગમતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment