Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 વર્ષની બાળકીએ CM ભૂપેન્દ્ર પટેલને કર્યો સવાલ:તમને ભણવાનું ગમતું હતું?, CMએ જવાબ આપ્યો- મને ભણવું ગમતું, ગણિત પ્રિય વિષય હતો; વાંચવું ઓછું ગમતું

    11 घंटे पहले

    અમદાવાદના કાંકરિયા લેક ખાતે તાજેતરમાં યોજાયેલા મીટ ધ સીએમ નામના એક કાર્યક્રમ દરમિયાન પાટડીના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા રોનક સોનીની સાડા પાંચ વર્ષ વર્ષીય પુત્રી હિયાનાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિશેષ સંવાદ કર્યો હતો. હિયાનાએ મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો કે, સર, તમને ભણવાનું ગમતું હતું? જેના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મને ભણવું ગમતું હતું અને ગણિત મારો પ્રિય વિષય હતો. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, પહેલા મને વાંચવું ઓછું ગમતું હતું, પરંતુ ગણિત મારો પ્રિય વિષય હતો. અત્યારે હું 100 ટકા કહી શકું કે ભણવું ખૂબ જરૂરી છે. મને ઘણીવાર એવો પણ વિચાર આવ્યો છે કે આ ભણવાનું શોધ્યું કોણે? દરેક બાળકોએ ભણવું જોઈએ. ભણવામાં ધ્યાન આપવા સલાહ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે સ્ટુડન્ટ લાઈફ હોય ત્યારે બીજા વિચારો કરવાને બદલે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. રમતી વખતે રમો અને ભણતી વખતે ધ્યાન અન્યત્ર ન જાય તેવા પ્રયાસો કરીએ તો ઉત્તમ પરિણામ મળી શકે છે. નાની બાળકી હિયાનાના આ અનોખા પ્રશ્ને ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. શાળાના પ્રવાસ દરમિયાન થઈ મુલાકાત આ અંગે હિયાનાના પિતા રોનક સોનીએ જણાવ્યું હતું કે, મારી પુત્રીની ઉંમર સાડા પાંચ વર્ષ છે અને તે સિનિયર કેજીમાં અભ્યાસ કરે છે. તેણે ઘરે આવીને કહ્યું કે, પપ્પા, આજે હું એક દાદાને મળીને આવી. મેં પૂછ્યું કયા દાદા? ત્યારે તેણે જણાવ્યું કે ભૂપેન્દ્ર દાદા. બાદમાં શાળામાંથી જાણ થઈ કે તેમની સ્કૂલના આશરે 40 જેટલા બાળકોને પિકનિક પર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હિયાનાને મુખ્યમંત્રીને મળીને પ્રશ્ન પૂછવાની તક મળી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાંથી બાઇક ચોરી કરનાર મોરબીથી ઝડપાયો:નંબર પ્લેટ વગરની બાઇક સાથે હાઇવે પરથી પકડાયો
    Next Article
    મયુરનગર કોઝવેનું સમારકામ પૂર્ણ, વાહનવ્યવહાર પુનઃ શરૂ:પાણીના પ્રવાહથી નુકસાન બાદ માર્ગ-મકાન વિભાગે કામગીરી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment