Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતત વરસાદથી ધોળકાનું ઉતેલીયા ગામ ચારે બાજું પાણીથી ઘેરાયું:ડ્રોન દૃશ્યોમાં સામે આવી વિકટ સ્થિતિ, જનજીવન પર અસર; તંત્રની સતત નજર

    8 hours ago

    અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ઉતેલીયા ગામમાં સતત વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના પ્રવાહને કારણે ગામની આસપાસ ચારે તરફ પાણી ફરી વળ્યું છે. ગામનો મોટો વિસ્તાર વરસાદી પાણીથી ઘેરાઈ જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે સ્થાનિક લોકોના દૈનિક જીવન પર સીધી અસર જોવા મળી રહી છે અને સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાયો છે. ડ્રોન દૃશ્યોમાં સામે આવી વિકટ સ્થિતિ ઉતેલીયા ગામના ડ્રોન દ્વારા લેવામાં આવેલા આકાશી દૃશ્યોમાં ગામની આસપાસ પાણીનો વિશાળ ફેલાવો સ્પષ્ટ જોવા મળે છે. ચારેબાજુ પાણી જ પાણી જોવા મળતાં વિસ્તાર પૂરગ્રસ્ત હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો માટે અવરજવર મુશ્કેલ બની છે. નીચાણવાળા વિસ્તારોમાં સૌથી વધુ અસર ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે રહેવાસીઓને રોજિંદા કાર્યોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર અને લોકોની અવરજવરમાં પણ અસર જોવા મળી રહી છે. તંત્ર સતત મોનીટરીંગમાં, લોકોને સતર્ક રહેવા અપીલ સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં સતર્કતા વધારવામાં આવી છે અને જરૂરિયાત ઊભી થાય તો રાહત અને બચાવ કામગીરી માટે ટીમોને તૈયાર રાખવામાં આવી છે. સાથે જ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તથા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    South Central 85: How the Gen Z protest is different
    Next Article
    'હવે મારી પાસે શું બચ્યું? હું જીવીને શું કરું?':સુરતમાં 3 વર્ષના પૌત્રને ટ્રકે કચડતા દાદીનું હૈયાફાટ રૂદન, 2 વર્ષ પહેલાં જ અકસ્માતમાં દીકરો ગુમાવ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment