Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અમેરિકા ઢીલું પડ્યું, ઈરાનના ઓઈલ પરનો પ્રતિબંધ હટાવશે; રોકાણકારો રાતા પાણીએ રડ્યા, પેટ્રોલમાં ₹10-15 વધી શકે

    1 week ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ભારતમાં કાચા તેલની કિંમતમાં બમણો વધારો થવા અંગે રહ્યા. બીજા મોટા સમાચાર શેર માર્કેટમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો થવા અંગેના રહ્યા. બીજી તરફ, ઈરાને ખાડી દેશોના તેલ મથકો પર હુમલો કર્યો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મથુરા-વૃંદાવન જશે. આ દરમિયાન તેઓ સંત પ્રેમાનંદજી મહારાજ સાથે મુલાકાત કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. યુદ્ધના કારણે ક્રૂડ બમણું, 146 ડોલર પહોંચ્યું:પેટ્રોલ-ડીઝલ મોંઘું થઈ શકે છે; ઈરાની હુમલાથી કતાર ગેસ પ્લાન્ટ બંધ, યુરોપમાં કિંમત 30% વધી ઇરાન દ્વારા ગલ્ફ દેશોમાં એનર્જી ઠેકાણાઓ પર ફરી હુમલાઓ બાદ આજે 19 માર્ચે ગ્લોબલ લેવલે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના ભાવમાં 30% સુધીનો વધારો થયો છે. યુદ્ધ શરૂ થયા પછી ભારતમાં ક્રૂડ ઓઇલના ભાવ લગભગ બમણા થઈને 146 ડોલર થઈ ગયા છે. આ વધારાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10-15 રૂપિયાનો વધારો થઈ શકે છે. ભારત ઇરાક, સાઉદી અરેબિયા, રશિયા અને યુએઈ પાસેથી ઓઈલ ખરીદે છે. આ વિવિધ પ્રકારના ઓઈલના સરેરાશ ભાવને "ઈન્ડિયન બાસ્કેટ" કહેવામાં આવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. રોકાણકારો રાતા પાણીએ રડ્યા, 12 લાખ કરોડ ધોવાયા:શેરબજારમાં 22 મહિનામાં સૌથી મોટો કડાકો; સેન્સેક્સ 2,497 પોઈન્ટ, નિફ્ટી 776 પોઈન્ટ તૂટ્યો આજે 19 માર્ચના રોજ શેરબજારમાં 22 મહિનામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 74,207 પર બંધ થયો, જેમાં 2,497 પોઈન્ટ (3.26%)નો ઘટાડો થયો. તેવી જ રીતે, નિફ્ટીમાં પણ 776 પોઈન્ટ (3.26%)નો ઘટાડો નોંધાયો, જે 23,002 પોઈન્ટથી નીચે આવી ગયો. જેના કારણે એક જ દિવસમાં રોકાણકારોના અંદાજે 12 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. આ પહેલા, 4 જૂન, 2024ના રોજ સેન્સેક્સ 5.74% ​​ઘટ્યો હતો. આજે બેંકિંગ અને ઓટો શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. ભૂરાજકીય તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં ફુગાવો વધવાનું જોખમ રહેલું છે. આનાથી કોર્પોરેટ નફામાં ઘટાડો થઈ શકે છે. પરિણામે, રોકાણકારો તેમના શેર વેચવાનું શરૂ કરે છે અને તેમની મૂડીને સુરક્ષિત રોકાણના સ્થળોએ ફરીથી ફાળવવાનું શરૂ કરે છે, જેના પરિણામે બજારમાં ઘટાડો થાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઈરાનના ઓઇલ પરથી અમેરિકા પ્રતિબંધ હટાવી શકે છે:ઓમાને કહ્યું- ઈરાન સાથે યુદ્ધ ટ્રમ્પની સૌથી મોટી ભૂલ, અમેરિકાની વિદેશ નીતિ પાટા પરથી ઉતરી ગઈ યુદ્ધ વચ્ચે અમેરિકા ઈરાની તેલ પરનો પ્રતિબંધ હળવો કરી શકે છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાનમાંથી પહેલાથી જ ઈરાનનું જે ઓઈલ બહાર જઈ રહ્યું છે તેના પરના પ્રતિબંધોને અસ્થાયી રૂપે હટાવી શકે છે. ઈરાન પર અમેરિકાના પ્રતિબંધો હોવા છતાં ઈરાન ગુપ્ત રીતે અથવા ખાસ માધ્યમથી કેટલાક દેશોને તેલ વેચવાનું ચાલુ રાખે છે. હવે, અમેરિકા બજારમાં પહેલાથી જ પ્રવેશતા ઓઈલ પરના પ્રતિબંધોને અસ્થાયી રૂપે હળવા કરવાનું વિચારી રહ્યું છે, જેનાથી પુરવઠો મુક્તપણે વધી શકે છે અને કિંમતો ઘટી શકે છે. દરમિયાન ઓમાને યુદ્ધ અંગે અમેરિકા પર આકરા પ્રહારો કર્યા છે. ઓમાનના વિદેશ પ્રધાન બદ્ર અલ-બુસૈદીએ ઈરાન સાથેના યુદ્ધને ટ્રમ્પ વહીવટીતંત્રની "સૌથી મોટી ભૂલ" ગણાવી છે. તેમણે કહ્યું કે આ યુદ્ધ વૈશ્વિક અર્થતંત્ર અને પ્રાદેશિક સુરક્ષાને નુકસાન પહોંચાડી રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. આસામ ચૂંટણી: ભાજપે 88 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી:CM હિમંતા સાતમી વખત જાલુકબારીથી ચૂંટણી લડશે; ગઈકાલે કોંગ્રેસમાંથી BJPમાં જોડાયેલા સાંસદ બોરદોલોઈને પણ ટિકિટ ભાજપે ગુરુવારે આસામ વિધાનસભા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી. તેમાં CM હિમંતા બિસ્વ સરમા સહિત 88 નામોનો સમાવેશ થાય છે. ગઈકાલે ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના સાંસદ પ્રદ્યુત બોરદોલોઈને પણ દિસપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હિમંતા તેમની પરંપરાગત બેઠક જાલકુબારીથી ચૂંટણી લડશે. હિમંતા સાતમી વખત આ બેઠક પરથી ચૂંટણી લડશે. આ દરમિયાન, 25 દિવસ પહેલા ભાજપમાં જોડાયેલા ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભૂપેન બોરાને પણ ટિકિટ આપવામાં આવી છે. ભાજપે ગુરુવારે કેરળ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. તેમાં 39 ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. પાર્ટીએ અત્યાર સુધીમાં જાહેર કરાયેલી બે યાદીમાં 86 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સરકારે કહ્યું- ઓનલાઈન સિલિન્ડર બુકિંગ વધીને 94% સુધી પહોંચ્યું:પૅનિક બુકિંગમાં ઘટાડો; અમેરિકાથી LPGનો સપ્લાય થઈ રહ્યો છે, કિંમતોમાં વધારો નહીં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોએ ગુરુવારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી. જેમાં પશ્ચિમ એશિયામાં તણાવને કારણે ઓઇલ અને ગેસ સંકટ પર વર્તમાન પરિસ્થિતિની માહિતી આપવામાં આવી. વિદેશ મંત્રાલય (MEA)માં સંયુક્ત સચિવ (ગલ્ફ) અસીમ મહાજને જણાવ્યું કે આ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વૈશ્વિક સમુદાય માટે પરીક્ષાનો સમય છે. પેટ્રોલિયમ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (માર્કેટિંગ અને ઓઇલ રિફાઇનરી) સુજાતા શર્માએ જણાવ્યું કે યુદ્ધને કારણે LPGની સ્થિતિ ચિંતાનો વિષય બની રહી છે. જોકે, દેશમાં કોઈપણ LPG ડિસ્ટ્રીબ્યુટર પાસે સિલિન્ડરની અછત નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. જામનગરમાં 66KVનો વીજપોલ ધરાશાયી : રાજકોટમાં ભર ઉનાળે 1.5 ઇંચ વરસાદ, સુરતમાં હાઈ-વે પર વિઝિબિલિટી ઝીરો, વાહનો થંભી ગયા રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. આશરે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. ખૂબ જ જોરદાર પવન ફૂંકાવાના કારણે ધૂળ ઉડતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક જગ્યાએ ઝાડ તૂટી પડવાની પણ ઘટના સામે આવી છે. બપોર બાદ રાજકોટ, જામનગર, ખંભાળિયા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટમાં કરાનો વરસાદ પડ્યો છે. તો જામનગરમાં પણ તોફાન જોવા મળી રહ્યું છે. રાજ્યના છુટાછવાયા સ્થળોએ વરસાદ અને તોફાની પવનથી દિવેલા, ઈસબગુલ, વરિયાળી, જીરૂ, કેરી સહિતનાા પાકોને ભારે નુકસાન પહોંચતાં ખેડૂતોને આર્થિક ફટકો લાગ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સત્યમ યોગ ફાઉન્ડેશનની ફોર્ચ્યુનરમાંથી નકલી નોટો મળી, પ્રદીપ ગુરુજીની ધરપકડ:ચીનથી મટિરિયલ મગાવી ક્રિપ્ટોમાં પેમેન્ટ, પ્રિન્ટરમાં ચેટ GPTથી સેટિંગ કરતા, સુરતમાં 2 કરોડ છાપ્યા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો કબ્જે કરી છે. આ મામલે સત્ય યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : યુપી, દિલ્હી અને હરિયાણામાં ભારે વાવાઝોડું-વરસાદ:દિલ્હી એરપોર્ટ પર 22 ફ્લાઇટ્સ ડાયવર્ટ; રાજસ્થાનમાં કરા પડવાની ચેતવણી, હિમાચલમાં હિમવર્ષા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકાના વિદેશ-રક્ષા મંત્રીના ઘર ઉપર શંકાસ્પદ ડ્રોન દેખાયા:સુરક્ષા મામલે ઇમરજન્સી મીટિંગ બોલાવવામાં આવી; બંને નેતાઓને શિફ્ટ કરવા પર વિચારણા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ઓડિશા હોસ્પિટલ અગ્નિકાંડમાં 4 અધિકારીઓ સસ્પેન્ડ:વિપક્ષે દેખાડો ગણાવ્યો, અકસ્માતમાં મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 12 થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : નબળું પડી ગયેલું ઈરાન યુદ્ધને લાંબું શા માટે ખેંચી રહ્યું:શરણાગતિનો ઇનકાર, યુદ્ધને મોંઘું બનાવીને દુશ્મનને ઝુકાવવાના પ્રયાસ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : યુદ્ધના કારણે ક્રૂડ બમણું, 146 ડોલર પહોંચ્યું:પેટ્રોલ-ડીઝલ મોંઘું થઈ શકે છે; ઈરાની હુમલાથી કતાર ગેસ પ્લાન્ટ બંધ, યુરોપમાં કિંમત 30% વધી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : અગરકરે 2027 વર્લ્ડકપ સુધી કરાર વધારવાની માગ કરી:BCCIને વિનંતી કરી, 2023માં પદ સંભાળ્યું હતું; પહેલા પણ એક્સટેન્શન મળી ચૂક્યું છે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 500 વર્ષ પછી ચૈત્ર નવરાત્રિ પર 'ચતુર્ગ્રહી યોગ'નો મહાસંયોગ!:મેષ-મિથુન રાશિના જાતકોને મળશે અણધાર્યા લાભની તક વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ નીતિશ કુમારના કાર્યક્રમમાં બટાકા અને ડુંગળી લૂંટાઈ ગયા મુંગેરમાં નીતિશ કુમારની સમૃદ્ધિ યાત્રા પૂરી થતાં જ તેમના સ્વાગત માટે રાખવામાં આવેલા શાકભાજી લૂંટાઈ ગયા. લોકો બટાકા, ડુંગળી, લીંબુ અને રીંગણા લેવા તૂટી પડ્યા અને થોડીવારમાં જ બધી સજાવટ ગાયબ થઈ ગઈ. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : આસારામ આશ્રમમાં બાળકોને ઘેનની દવા અપાતી હતી?: આશ્રમના લોકો કયું ગંદું સિક્રેટ છુપાવી રહ્યા હતા? જુઓ ‘આસારામ’ સિરીઝનો નવો શૉકિંગ એપિસોડ 2. બ્લેકબોર્ડ: મીઠામાં જન્મ્યા, મીઠામાં જ મરીશું:ઓછું ખાઉં છું જેથી દિવસમાં શૌચાલય ન જવું પડે- બાળકો ખેતરમાં જન્મ્યા, પીઠ પર ઉછરી રહ્યા છે 3. પારકી પંચાત : પોલીસે ગુનેગારોનો દમ કાઢી નાખ્યો!:મુંડન કર્યું, જાહેરમાં લંગડાતા ચાલ્યા; BJPના નવા લિસ્ટમાં ફરી રાજકોટની બાદબાકી! 4. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ: જિયા ખાન કેસ: પ્રેમ, દગો અને આત્મહત્યા!:મૃત્યુના અડધા કલાક પહેલા એક્ટ્રેસ બોયફ્રેન્ડના ઘરે ગઈ હતી; ડાયરીના 6 પાનાંએ બોલિવૂડને ચોંકાવ્યું 5. ભાસ્કર એક્સક્લૂસિવ: એશિયાના સૌથી મોટા નોઈડા એરપોર્ટનો ફર્સ્ટ લુક:ગંગા ઘાટ જેવો એન્ટ્રી ગેટ, હવેલી જેવું આર્કિટેક્ચર, ચહેરો સ્કેન થતા જ એન્ટ્રી 6. જોબ સાથે ચૈત્રી નોરતાંનું વ્રત અઘરું લાગે છે?:ચાલુ ઓફિસે ઊંઘ-નબળાઈ ન આવે એ માટે 9 દિવસનો ખાસ ડાયટ પ્લાન; સ્વાદને ચટકારો આપતા ફૂડથી રહો દૂર 7. 'તમારા સસરાએ બીજા લગ્ન કર્યા હોય તો શું ખબર પડે?':અમેરિકાના નાગરિક વડોદરામાં કડવા અનુભવથી ત્રાસી ગયા, BOBના મેનેજરના ઉદ્ધત જવાબ; સરકારી ઓફિસના ધક્કા 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: મકર રાશિ માટે ગ્રહોનું ગોચર અનુકૂળ, તુલા-ધન રાશિના જાતકોને મળશે સારા સમાચાર; કન્યા રાશિના લોકોના અટકેલા કામ પૂર્ણ થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    સફળતા:જામનગરના યંગ કન્ટેન્ટ ક્રિએટર: ડાર્ક કોમેડીથી મેળવ્યા મિલિયન વ્યૂઝ
    Next Article
    5 તાલુકાઓમાં ભારે તારાજી સર્જાઈ:વાવાઝોડાથી ક્યાંક છાપરાં ઉડ્યા તો ક્યાંક વીજ પોલ ધરાશાયી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment