Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોકપિટ કાંડના હીરો નહીં વિલનની વાત:કો-પાઇલટ ધાર્મિક કટ્ટરવાદી, ત્રણ એંગલ પર તપાસ, સાઉદી મોટો ધડાકો કરી શકે, 5 દેશો વચ્ચે પેચ ફસાયો

    8 hours ago

    “મને ખબર હતી કે કદાચ આ મારી છેલ્લી ક્ષણ છે. એટલે હું ઘાયલ હતો છતાં હનુમાન ચાલિસા બોલતો રહ્યો.” એ સમયે હું મારા જીવન માટે લડી રહ્યો હતો. એક પળ એવી આવી હતી કે જો મેં કંઈ ન કર્યું હોત તો... કદાચ બધુ જ ખતમ થઈ ગયું હોત. હું નીચે પડી ગયો હતો. મને ઘણી જગ્યાઓ પર ઘા લાગ્યા હતા અને હું નીચે ફસાઈ ગયો હતો. પણ મને એક જ વાત યાદ આવી... હું છેલ્લા 17 વર્ષથી ફ્લાઈટ ઉડાવી રહ્યો છું અને 11 વર્ષથી કેપ્ટન છું. એટલે પ્લેનમાં શું થઈ રહ્યું છે એનો મને ખ્યાલ હોય છે. મને લાગી રહ્યું હતું કે પ્લેન નીચે જઈ રહ્યું છે. મને લાગ્યું કે કદાચ આ મારી છેલ્લી ક્ષણ છે. પણ એ સમયે પણ મારા મનમાં એક જ વાત હતી... હું કોઈ પણ સંજોગોમાં આ લોકોને મરવા નહીં જ દઉં. પછી મેં મારી જાતને છેલ્લીવાર પુશ કરી અને કોકપીટનો દરવાજો ખોલી નાખ્યો. લોકોએ મને સારી રીતે સંભાળ્યો. સર... જ્યારે પણ મને મુશ્કેલી આવે છે ત્યારે હું હનુમાન ચાલીસાનો પાઠ કરું છું. એ સમયે પણ હું માત્ર હનુમાન ચાલીસા જ બોલી રહ્યો હતો. મને લાગે છે કે ભગવાન હનુમાનજીએ જ મને બચાવ્યો છે. અને આજે તમારો ફોન આવી ગયો... એ મારા માટે બહુ મોટી વાત છે. સર... સોરી... હું તમારી સામે રડી રહ્યો છું એટલે... આ શબ્દો છે પ્લેનમાં બેઠેલા 174 લોકોના જીવ બચાવનાર અને દુનિયામાં હિરો બની ગયેલા સ્મિત મચ્છરના. ગઈકાલે પરિવાર સાથે વાત કર્યા પછી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ સ્મિત મચ્છર સાથે વાત કરી હતી. બંને વચ્ચે અલક-મલકની વાતો થઈ, તે વાતો તો કરીશું જ પણ પ્લેન દુર્ઘટના પર હજુ એવા ઘણા સવાલો છે જેના જવાબો દુનિયાને મળ્યા નથી. જેમ કે, સ્મિત પર હુમલો કરનાર ઓમાની કોપાયલટ ક્યાં છે? તેણે આવું શા માટે કર્યું? વાંક કોનો હતો અને હવે આગળ શું થવાનું છે? 24 કલાક દુનિયાએ હિરો સ્મિતની વાત કરી પણ આજે આપણે વિલનની વાત કરીશું. નમસ્કાર... સૌથી પહેલા તો વાત કરીએ આજે કેપ્ટન સ્મિત મચ્છર અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે થયેલી વાતચીની. સ્મિતને પહેલા સાઉદી અરેબિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પણ વધુ સારી ટ્રિટમેન્ટ માટે એરલિફ્ટ કરીને અબુધાબી લઈ જવાયા હતા. PM સાથે વાત કરતા સ્મિત ભાંગી પડ્યા આમ તો તમે વીડિયો જોયો હશે. પીએમ મોદીએ સ્મિત મચ્છર સાથે વાત કરી અને તેમની બહાદુરીની પ્રશંસા કરી. પીએમએ સ્મિત મચ્છરના માતાપિતા અને પત્નીના પણ ભરપેટ વખાણ કર્યા. સ્મિતે પીએમ મોદીને કહ્યું કે આટલી ગંભીર હાલત હોવા છતાં તે હનુમાન ચાલિસા બોલતા રહ્યા હતા, તેનાથી જ તેમને હિંમત મળી. વધુમાં મોદીએ સ્મિતને કહ્યું કે આખો દેશ તે ઝડપથી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યો છે. આખી વાતચીતમાં સ્મિત ઘણા ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા. હવે બેક ટુ ઈન્સિડેન્ટ પાછા આવીએ... કેપ્ટન સ્મિત સાથે ખરેખર શું થયું હતું? વાત છે 30 સપ્ટેમ્બર 2026ની. દુબઈથી તેલ અવીવ ફ્લાયદુબઈની ફ્લાઈટ જઈ રહી હતી. બધુ જ ઠીક ચાલી રહ્યું હતું. પણ અચાનક ઓમાની કોપાયલટે પ્લેનનો કન્ટ્રોલ પોતાના હાથમાં લેવાની ટ્રાય કરી. આ કો-પાયલટનું નામ હજુ દુનિયા સામે નથી આવ્યું પણ ટૂંક સમયમાં આખી દુનિયાને ખબર પડી જશે કે તે કોણ છે અને તેણે શા માટે આવું કર્યું. પણ શું કર્યું? તો જવાબ છે ફ્લાઈટ કમાન્ડર કેપ્ટન સ્મિત મચ્છર પર હિંસક હુમલો કર્યો. તેણે પ્લેનના કંટ્રોલ્સ આગળ કરી નાખ્યા અને ખાલી 60 સેકન્ડમાં જ પ્લેન 34 હજાર ફૂટની ઊંચાઈથી સીધું 17 હજાર ફૂટ નીચે ખાબકવા લાગ્યું. વિચાર કરો તમે તે પ્લેનમાં બેઠા હોવ તો તમારું રિએક્શન કેવું હશે? જય હનુમાન દાદા કહીને લોહીલુહાણ સ્મિતે દરવાજો ખોલ્યો પણ જમીન પર પછાડાયા છતાં, લોહીલુહાણ હોવા છતાં, પ્લેન ચલાવનાર ગુજરાતી પાયલટ સ્મિત મચ્છરે મનમાં બળબળ્યું કે, "એકવાર હિંમત કરી લે સ્મિત, અભી નહીં તો કભી નહીં; જય હનુમાન દાદા!" પોતાનામાં જેટલી પણ હિંમત બચી હતી તે લગાવીને સ્મિતે હુમલાખોર પાયલટ સાઈડ જઈને પાયલટ બેસે છે તે જગ્યાનો એટલે કે કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો. આટલું જ નહીં સ્મિતે તાત્કાલિક પ્લેનના ટ્રાન્સપોન્ડર પર ઈમરજન્સી કોડ 7700 અને હાઈજેકિંગનો ઈન્ટરનેશનલ કોડ 7500 દવાબી દીધો. જેના કારણે આખા મિડલ ઈસ્ટ વિસ્તારમાં ખબર પડી ગઈ કે કોઈ પ્લેન હાઈજેક થયું છે. સ્મિતના આ જ સાહસે ઓમાની કો-પાયલટના મનસુબા પર પાણી ફેરવી દીધું. હુમલાખોર કો-પાયલટને વાયરથી બાંધી દીધો દરવાજો ખુલ્યો અને કેબિનમાં રહેલા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ કોકપીટમાં ઘૂસી ગયા. મુસાફરોએ કો-પાયલટને પકડી લીધો અને ફ્લાઈટમાં ટુરિસ્ટ બનીને સફર કરતા બે ડુપ્લિકેટ પાયલટે પ્લેનનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો. પછી પ્લેનનું સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. “ઈસ્લામિક કટ્ટરપંથીઓએ બ્રેઈન વોશિંગ કર્યું” આ વાતો તો આપણને ગઈકાલના સમાચારોના કારણે ખબર છે. પણ આ બનાવે અનેક પ્રકારના સવાલો ઉભા કર્યા છે. મોકાનો ફાયદો લઈને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તો ચોખ્ખું કહી દીધું કે, "આ કો-પાયલટનું ઈસ્લામિક કટ્ટરપંથીઓએ બ્રેઈન વોશિંગ કર્યું હતું." પણ આ બધી નેતાઓને શોભતી ધડમાથા વગરની વાતો છે. આવું એટલા માટે કારણ કે હજુ સામે નથી આવ્યું કે ખરેખર કો-પાયલટે આવું ખતરનાક કામ કર્યું તો કર્યું શા માટે? શું તેને 9/11ની જેમ પ્લેનને રાખમાં મેળવી દેવું હતું? શું આવું કરવા માટે તેને તેના આકાઓએ ઓર્ડર આપ્યો હતો? આવા સવાલોના જવાબ ટૂંક સમયમાં દુનિયા સામે આવશે. પણ ત્યાં સુધી આપણે કોઈ કન્ક્લુઝન પર નહીં આવીએ કે એક્ઝેક્ટ આવું જ થયું હતું. જેટલી પણ માહિતી સામે આવી રહી છે એ માહિતીને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીશું. કો-પાયલટને મહિલાઓથી શું વાંધો હતો? ઈન્ટરનેશનલ મીડિયામાં અલગ અલગ માહિતી સામે આવી રહી છે કે કો-પાયલટ કેવી વિચારધારાવાળો માણસ હતો. ઈઝરાયલની ચેનલ 16નું કહેવું છે કે તે ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છે. દિવસભર નમાઝ કરતો રહેતો હતો અને મહિલાઓ સાથે હાથ પણ નહોતો મિલાવતો. વધુમાં ઈઝરાયલી ટેલિવિઝન ચેનલ 16નું કહેવું છે કે એરલાયન્સ જેવા ડિપાર્ટમેન્ટમાં અને કોસ્મોપોલિટન ક્રૂ વચ્ચે કામ કરવા દરમિયાન આવું વર્તન કરવું એ થોડી અજીબ નિશાની માનવામાં આવે છે. પણ સાંસ્કૃતિક વિવિધતાના નામે આ ઘટનાઓ દબાઈ ગઈ હોય શકે છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ફોક્સ ન્યૂઝ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે પકડાયા પછી કો-પાયલટે કહ્યું કે, "મને મારી નાખો... મને મારી નાખો" જે કોપાયલટની સ્યુસાઈડલ નેચરને સપોર્ટ આપે છે. એવિએશન ઈન્ડસ્ટ્રીના નિયમોમાં ક્યાં છે છીંડા? પણ આપણે એ સવાલ જરૂરથી કરીશું કે જો ખરેખર આ માણસ આતંકી હતો કે કટ્ટરવાદી માનસિકતાવાળો હતો તો પાયલટની નોકરી સુધી પહોંચ્યો તો પહોંચ્યો કેવી રીતે? એવિએશન ઈન્ડસ્ટ્રીના નિયમોમાં ક્યાં છીંડા છે જેને સુધારી શકાય અને ફરી આવા બનાવો બની જ ન શકે. ખૈર, મુદ્દા પર પાછા આવીએ તો જ્યારે પણ વાત પ્લેનમાં બેસવાની આવે ત્યારે આપણને લાગે કે એરપોર્ટ પર જે ખતરનાક ચેકિંગ થાય છે એટલે વાંધો નહીં આવે. પણ ફ્લાયદુબઈની ફ્લાઈટમાં જે થયું તે સાબિત કરે છે કે હર વખતે ખતરો કેબિનમાંથી જ નથી આવતો, કોકપિટમાંથી પણ આવી શકે છે. કો-પાયલટ કોકપિટ સુધી કેમ પહોંચ્યો? તો અહીં સૌથી મોટો સવાલ પેદા થાય છે કે ઈઝરાયલ અને ઓમાન વચ્ચે કોઈ વિદેશી સંબંધો નથી. ઈઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચે કોઈ સંબંધો નથી. ઓમાનની જ વાત કરીએ તો ઈઝરાયલ અને ઓમાન વચ્ચે સીધી ફ્લાઈટ તો તૂર એકબીજાના નાગરિકોને એન્ટ્રી આપવા પર પણ થોથા ભરાય જાય એટલા નિયમો અને નિયંત્રણો છે. તો પછી એક ઓમાની માણસ ઈઝરાયલ જનાર ફ્લાઈટના કોકપીટ સુધી પહોંચ્યો કેવી રીતે? સિસ્ટમનો આવી રીતે ઉઠાવાયો ફાયદો તો આ જવાબ માટે આપણે ફ્લાયદુબઈની સિસ્ટમ સમજવી પડશે. ફ્લાયદુબઈમાં 144 દેશના 1500થી વધુ પાયલટ કામ કરે છે. UAEના એવિએશન નિયમો એવું કહે છે કે કોઈપણ વિદેશી વ્યક્તિ પાયલટ બનીને નોકરી કરી પ્લેન ઉડાવી શકે છે. પણ ઈઝરાયલ જેવા હાઈ-સિક્યોરિટી રૂટ પર જેમને ઈઝરાયલથી વાંધો છે એવા દેશના વ્યક્તિને ડ્યૂટી આપવી એ ફ્લાયદુબઈની રોસ્ટરિંગ સિસ્ટમમાં ખામી છે એવું બૂમ પાડીને કહી જાય છે. ગઈકાલે આપણે વાત કરી હતી એ સાયકોલોજીકલ સ્ક્રીનિંગથી પણ એક સ્ટેપ આગળ વધીને વાત કરીએ તો પાયલટના ચેકિંગમાં પણ વાંધા ઉઠ્યા છે. પહેલા આપણે 2015ની જર્મનવિંગ્સના ભયાનક હાદસાને યાદ કરીએ પછી આપણી વાત આગળ વધારીએ. જર્મન વિંગ્સનું 9525 નામનું વિમાન ફ્રાન્સના આલ્પસ વિસ્તારમાં ક્રેશ થયું હતું. પહેલા તો સામાન્ય એક્સિડન્ટ લાગ્યો. પણ તપાસ કરી તો ખબર પડી કે કો-પાયલટે કોકપિટનો દરવાજો બંધ કરીને વિમાનને જાણીજોઈને પહાડ સાથે અથડાવ્યું હતું. આ બનાવમાં 150 લોકોના જીવ ગયા હતા. કટ્ટરપંથીને પકડવાનો એરલાઈન્સ પાસે કોઈ પ્લાન નથી આ ઘટના બાદ એવિએશન જગતમાં પાયલટ્સના મેન્ટલ હેલ્થનું ચેકઅપ ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું. કારણ કે જર્મનવિંગ્સવાળો કોપાયલટ આન્ડ્રિયાસ લ્યુબિટ્ઝ મેન્ટલ પ્રોબ્લમથી પસાર થઈ રહ્યો હતો. પછી મેન્ટલ હેલ્થનો નિયમ આવ્યો. પણ આ મેડિકલ ટેસ્ટ ખાલી ડિપ્રેશન કે નશાની લતને જ પકડી શકે છે. જો કોઈ વ્યક્તિના મગજમાં કટ્ટરપંથી ઝેર ઘોળાયેલું હોય તો તેને પકડવા માટે એવિએશન ઈન્ડસ્ટ્રી પાસે કોઈ સિસ્ટમ જ નથી. સાવ એવું પણ નથી કે કંઈ જોવાતું નથી, પોલીસ વેરિફિકેશન થાય છે પણ તે માણસે કોઈ ગુનો જ ન કર્યો હોય તો કેવી રીતે ખબર પડે કે જે તે વ્યક્તિ કટ્ટરપંથી છે? તમને થશે કે આપણે વાતથી ભટકી ગયા પણ એવું જરા પણ નથી. કારણ કે આ જ લૂપહોલનો ફાયદો ઓમાની કો-પાયલટે ઉઠાવ્યો છે. કો-પાયલટ પાસે હથિયાર ક્યાંથી આવ્યું? બીજો સવાલ છે કેવા હથિયારથી કો-પાયલટે પાયલટ સ્મિત મચ્છર પર હુમલો કર્યો? તો આપણે બધાને ખબર છે કે એરપોર્ટ સિક્યોરિટીમાં તમારા ખિસ્સામાં નાનું એવું નેઈલ કટર હોય તો પણ એ કઢાવી નાખવામાં આવે છે. તો સ્મિત પર હુમલો કરવા માટે કો-પાયલટ પાસે હથિયાર ક્યાંથી આવ્યું? કોઈ કહે છે ચાકુથી હુમલો કર્યો તો ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ કહે છે કે કદાચ કુહાડી વાપરી હતી. શું છે શું નહીં એ તો તપાસ પછી ખબર પડશે. પણ આપણે એ વસ્તુની ખબર હોવી જોઈએ કે કોકિટમાં પહેલેથી જ એક ક્રેશ એક્સ હોય છે. પણ કેમ? તો જવાબ છે કે જો બોઈંગ 737 મેક્સ જેવા પ્લેનમાં આગ લાગે તો પેનલ તોડવા માટે આ જ ક્રેશ એક્સને યુઝ કરવામાં આવે છે. ટૂંકમાં પ્લેનમાં સુરક્ષા માટે રાખવામાં આવેલી વસ્તુ પણ મોતનો સામાન ક્યારે બની જાય છે એ ખબર નથી પડતી. સ્મિતનું મોત કોકપિટમાં બેઠું હતું આગળ વધીએ વધુ એક મુદ્દા પર. અમેરિકામાં ટ્વીન ટાવર નામની બે મોટી બિલ્ડિંગમાં પ્લેન ઘૂસાડી દેવામાં આવ્યું. જે અમેરિકન ઈતિહાસમાં અત્યાર સુધીનો એવિએશન ઈન્ડસ્ટ્રીનો લગભગ સૌથી ભયાનક હુમલો માનવામાં આવે છે. આ દુર્ઘટના પછી પાયલટ અને કોપાયલટ બેસે છે તે કોકપિટના દરવાજાઓને બુલેટપ્રુફ બનાવી દેવાયા જેથી જો પ્લેનમાં કોઈ આતંકી આવી જાય તો તે પાયલટ બેસે છે તે કોકપીટમાં ન આવી શકે. પણ આ કેસમાં તો ખુદ મોત કોકપિટમાં બેઠું હતું. કો-પાયલટના હુમલા પછી જો કેપ્ટન સ્મિત બેભાન થઈ ગયા હોત અને જો દરવાજો અંદરથી ખોલ્યો ન હોત તો બહારથી મુસાફરો માટે આ દરવાજો તોડવો નેક્સ્ટ ટુ ઈમ્પોસિબલ ટાસ્ક હતો. જો આવું થયું હોત તો પ્લેનમાં સવાર બધા લોકોના મોત થઈ શક્યા હોત. ઘટના પાછળ કોઈ ઈઝરાયલ-હમાસ કનેક્શન? ટૂંકમાં લગભગ આ એટેક કોઈ પાગલ પાયલટનું કામ ન હોય શકે. એટલે આપણે ટાઈમિંગ અને ટાર્ગેટને ધ્યાનથી સમજીએ. 7 ઓક્ટોબરે એટલે કે આજથી પાંચ દિવસ પછી હમાસના ઈઝરાયલ હુમલાની ત્રીજી વરસી છે. ફ્લાઈટ દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી. આ રૂટ ખાલી બે શહેરોને નથી જોડતો, તે અબ્રાહમ એકોર્ડ એટલે કે આરબ દેશો અને ઈઝરાયલ વચ્ચે થયેલા શાંતિના કરારને પણ જોડે છે. બનવા માટે બની શકે કે આ હુમલો શાંતિ કરારની કરોડરજ્જુ તોડવા માટે પણ થયો હોય શકે. ઘટના પાછળ ઈરાની એંગલ હોય શકે: ટ્રમ્પ સાચુ-ખોટું બધુ તપાસ પછી ખબર પડશે પણ એક વાત એવી પણ બની શકે કે જો કો-પાયલટનો કોઈ બોસ હોય તો તે કટ્ટરપંથી એવું પણ ઈચ્છી શકે કે ઈઝરાયલ અને આરબ દેશો વચ્ચે ક્યારેય કોઈ શાંતિ ન થાય અને ઝઘડાઓ ચાલુ જ રહે. લગભગ એટલા માટે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં શંકા કરી છે કે આની પાછળ ઈરાની એંગલ પણ હોય શકે છે. જો ભૂલથી પણ આવું હોય અને ઈરાનની સંડોવણી સામે આવે તો આખું મિડલ ઈસ્ટ સળગતા વાર નહીં લાગે. પ્લેન દુર્ઘટના પર ઓમાન ચૂપ આવા અનેક એંગલ્સને ધ્યાને રાખીને આખી દુનિયામાં મોટો હોબાળો મચ્યો છે કે શું થયું હશે અને કો-પાયલટે આવું શા માટે કર્યું હશે? પણ આ બધા ધમપછાડા વચ્ચે જો કોઈ એક દેશ શાંત હોય તો તે છે ઓમાન. ગુજરાતી પાયલટ સ્મિત પર હુમલોકરનાર કો-પાયલટ આ જ દેશનો હોવાનું ઈઝરાયલનું કહેવું છે. છતાં ઓમાન સરકારે એક પણ ઓફિશિયલ કે અનઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેરમાં નથી આપ્યું. સ્મિત પર હુમલો કરનારનો દેશ સૂડી વચ્ચે સોપારી તો સવાલ થાય કે આ ઓમાનની વિદેશનીતિ કેવી રીતે કામ કરે છે? તે અમેરિકા બાજુ છે? ઈરાન બાજુ? કે આતંકવાદીઓ બાજુ? તો જવાબ છે ઓમાન સૂડી વચ્ચે સોપારી છે. તેણે અમેરિકા અને ઈઝરાયલ બંને વચ્ચે ન્યૂટ્રલ પોઝિશન રાખી છે. ટૂંકમાં કોઈની સાઈડ નથી લેતું. જો ભૂલથી પણ ઓમાન હુમલાખોરની સાઈડ લે તો આખી દુનિયામાં ઓમાનનું નામ પણ આતંકી દેશ તરીકે સામે આવે. અધૂરામાં પૂરું જો ઓમાન હુમલાને વખોડી કાઢે તો દેશમાં બેઠેલા કટ્ટરપંથીઓ નારાજ થઈ શકે અને દુનિયામાં ઓમાનની છબી ખરડાય તે તો અલગ વાત જ છે. બનવા માટે એવું પણ બની શકે કે ઓમાનમાં ઈન્ટરનલ કોન્ફ્લિક્ટ પણ થાય. એટલે જ ઓમાને ચાલાકીથી નો કોમેન્ટની નીતિ અપનાવી છે. જોઈએ હવે આગળ શું થશે. બ્લેક બોક્સમાંથી વાતો ક્યારે સંભળાશે? ફરી પાછા આપણે ક્રેશવાળા મુદ્દા પર આવીએ. અમદાવાદના ભયાનક પ્લેન ક્રેશ પછી આપણને બધાને ખબર છે કે પ્લેનની કોકપીટમાં શું થાય છે તેનો અવાજ પ્લેનના પાંખિયામાં રહેલા બ્લેક બોક્સમાં રેકોર્ડ થાય છે. હવે આ બ્લેક બોક્સ મામલે કોંકડું ગૂંચવાયું છે. એવિએશન ઈતિહાસમાં ભાગ્યે જ આવું બન્યું હશે કે એક જ ઘટનામાં પાંચ-પાંચ દેશના કાયદા અને હિતો સામસામે આવ્યા હોય. કેમ? તો આખો મામલો સમજો... ઈન્ટરનેશનલ કાયદાઓની આંટીઘૂંટી વિમાન UAEનું છે એટલે તપાસનો પહેલો હક તેમનો બને છે. પણ ઈમરજન્સી લેન્ડિંગ તો સાઉદી અરેબિયામાં થયું છે, એટલે આરોપી હાલ તેમની કસ્ટડીમાં છે. હુમલા ખોર ઓમાનનો છે જ્યારે ટારગેટ પર ઈઝરાયલ હતું. ઈઝરાયલ કહે છે કે હુમલાખોરને અમને સોંપી દો. અને જેણે કો-પાયલટની આખી ગેમ પર પાણી ફેરવી દીધું તે હિરો કેપ્ટન સ્મિત મચ્છર ભારતના છે. ઈન્ટરનેશનલ કાયદાઓની આંટીઘૂંટીમાં હવે અહીં પણ શું થશે તે જોવાનું રહેશે. સ્મિત પ્લેન દુર્ઘટનાથી શું શીખ મેળવી શકાય? ટૂંકમાં આવનાર દિવસોમાં એવિએશન ઈન્ડસ્ટ્રીમાં ઘણા બદલાવો લાવવા પડશે. ખાલી પોલિસ રેકોર્ડ ચેક કરવાથી કે મેન્ટલ મોનિટરિંગ કરવાથી કંઈ નહીં થાય. પાયલટના સ્ક્રીનિંગ માટે હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પણ વાપરવું પડશે જેથી બિહેવિયરલ એનાલિસિસ વધુ સારી રીતે પકડી શકાય. પાયલટની પર્સનલ લાઈફ અને સોશિયલ મીડિયા એક્ટિવિટી પર પણ નજર રાખવી પડશે જેથી તેની વિચારધારાને પણ સ્કેન કરી શકાય. બનવા માટે એવું પણ બની શકે કે પ્લેનમાં કોઈ ટેક્નોલોજી બેસાડવામાં આવે જેથી કોકપિટના દરવાજા ગ્રાઉન્ડ કન્ટ્રોલથી ખોલી શકાય. અને છેલ્લે... રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ PM મોદીના ભરપેટ વખાણ કરી રહ્યા છે. તેઓ કહે છે કે રશિયા-યુક્રેન યુદ્ધ શાંતિ અને વાતચીતથી જ પૂરું થાય, મોદી એ પક્ષમાં જ રહ્યા છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    Asiad 2026: Boxers Lead India's Gold Rush; Wrestling, Hockey Add To Glory
    Next Article
    તંત્ર એ અંબાજી મંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું:જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ અંબાજી મંદિર પરિસરની મુલાકાત લઈ ભાવિકો માટે સ્વચ્છતા, વ્યૂ પોઈન્ટ અને પાયાની સુવિધાઓ વધારવા આયોજન કરવા સૂચના આપી.

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment