Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્ર એ અંબાજી મંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું:જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ અંબાજી મંદિર પરિસરની મુલાકાત લઈ ભાવિકો માટે સ્વચ્છતા, વ્યૂ પોઈન્ટ અને પાયાની સુવિધાઓ વધારવા આયોજન કરવા સૂચના આપી.

    7 hours ago

    ​જૂનાગઢ ખાતે જિલ્લા કલેક્ટર યોગેષ ચૌધરીએ ગરવા ગિરનાર પર બિરાજમાન મા અંબાના મંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને ભાવિકો માટે પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ કરવા તેમજ મંદિરની ભવ્યતા અને દિવ્યતા વધે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે સમગ્ર મંદિર તેમજ તેની આસપાસના હેલીપેડ ગ્રાઉન્ડ સહિતનાં સ્થળોની મુલાકાત લીધી હતી. તાજેતરમાં નવરાત્રીનું પર્વ આવી રહ્યું હોવાથી ભાવિકો માટે જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.સાથે જ મંદિર ખાતે તેમજ ગિરનાર પર સ્વચ્છતાનું સ્તર વધુ ઊંચું જળવાય તે માટે જનભાગીદારી વધારવા સૂચના આપી હતી અને યાત્રાળુઓ સ્વચ્છતા માટે વધુ સજાગ બને તે માટે જનજાગૃતિના પ્રયાસો હાથ ધરવામાં આવશે. ​અંબાજી મંદિર ખાતેથી ભાવિકો મા અંબાના સરળતાથી અને સુવિધાપૂર્ણ રીતે દર્શન કરી શકે તેમજ ગિરનારના પ્રાકૃતિક સૌંદર્યને પણ માણી શકે તે માટે વ્યૂ પોઈન્ટ વિકસાવવા જરૂરી આયોજન કરવા સૂચના આપી હતી. ઉપરાંત, મંદિરની ભવ્યતા અને દિવ્યતા વધુ વધે તે માટે રંગરોગાન સહિતનાં કામો હાથ ધરવા માટે પણ નિર્દેશ આપ્યા હતા. ભાવિકો ભાવપૂર્વક મા અંબાના દર્શન કરી શકે તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ વધુ મજબૂત બને તે માટે લાંબા અને ટૂંકા ગાળાનાં આયોજન અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના ઇજનેરો સહિતના અધિકારીઓ સાથે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ નિરીક્ષણ દરમિયાન નિવાસી અધિક કલેક્ટર બી. એસ. બારડ, આસિસ્ટન્ટ કલેકટર વૃષાલી કાંબલે, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, ભવનાથ મંદિરના વહીવટદાર અને પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કોકપિટ કાંડના હીરો નહીં વિલનની વાત:કો-પાઇલટ ધાર્મિક કટ્ટરવાદી, ત્રણ એંગલ પર તપાસ, સાઉદી મોટો ધડાકો કરી શકે, 5 દેશો વચ્ચે પેચ ફસાયો
    Next Article
    ગૂગલ પર કસ્ટમર કેરનો નંબર સર્ચ કરતા પહેલા સાવધાન!:ફોન-પેનું 5500નું રિફંડ લેવા જતાં નિવૃત્ત રેલવે અધિકારીએ 81,000 ગુમાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment