Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૂગલ પર કસ્ટમર કેરનો નંબર સર્ચ કરતા પહેલા સાવધાન!:ફોન-પેનું 5500નું રિફંડ લેવા જતાં નિવૃત્ત રેલવે અધિકારીએ 81,000 ગુમાવ્યા

    9 hours ago

    વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા અને રેલવેમાંથી સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે નિવૃત્ત થયેલા 60 વર્ષીય વ્યક્તિને ફોનપે (PhonePe) નું ફેલ થયેલું 5,500 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન રિફંડ કરાવવાના બહાને સાયબર ઠગોએ 81,360 રૂપિયા પડાવી લીધા છે. સાયબર ભેજાબાજોએ ફેક UPI ID માં રકમ ટ્રાન્સફર કરાવીને આ છેતરપિંડી આચરી હતી. આ મામલે સિનિયર સિટીઝનની ફરિયાદના આધારે ગોરવા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગૂગલ પરથી મેળવેલો કસ્ટમર કેરનો નંબર સાયબર ઠગનો નીકળ્યો ગોરવા પંચવટી પાસે રહેતા આ સિનિયર સિટીઝન SBI માં પેન્શનનું ખાતું ધરાવે છે. ગત તા. 23 સપ્ટેમ્બરે બપોરે તેમના ફોનપે પરથી કરેલું 5,500 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ફેલ થયું હતું, પરંતુ બેન્ક ખાતામાંથી રકમ કપાઈ ગઈ હતી. આ અંગે તેઓ છાણી SBI ની બ્રાન્ચમાં ગયા હતા, જ્યાં બેન્ક કર્મચારીએ UPI સંબંધિત ઓનલાઈન ફરિયાદ કરવા જણાવતાં તેઓ ઘરે પરત આવ્યા હતા. ત્યારબાદ તેમણે ગૂગલ પર 'UPI કસ્ટમર કેર નંબર' સર્ચ કરતાં પ્રથમ આવેલી લિંક પરથી એક નંબર મેળવ્યો હતો. આ નંબર પર ફોન કરતાં સામેવાળાએ પોતે UPI કસ્ટમર કેરમાંથી બોલતો હોવાનું કહી 5,500 રૂપિયા પરત કરાવી આપવાની ખાતરી આપી હતી. વોટ્સએપ કોલ કરી ફેક UPI ID અને પિન નખાવી છેતરપિંડી આચરી આ દરમિયાન અજાણ્યા શખ્સે ફોન પર કેટલીક પ્રક્રિયા કરવાનું કહેતા સિનિયર સિટીઝનને શંકા ઉપજી હતી અને તેમણે ફોન કાપી નાખ્યો હતો. જોકે, થોડીવાર બાદ તે જ ઠગનો વોટ્સએપ કોલ આવ્યો હતો. સામેવાળાએ રિફંડની પ્રક્રિયા ચાલુ હોવાનું કહી તેમને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ ફોનપેમાં 'hufyui@ibl' નામનું એક અજાણ્યું અને ફેક UPI ID નાખી રિફંડ મેળવવા માટેની પ્રોસેસ કરવા જણાવ્યું હતું. ખાતામાંથી 81 હજાર ઉપડતા સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી ઠગના કહેવા પ્રમાણે સિનિયર સિટીઝને UPI ID નાખી આગળની પ્રક્રિયા કરી અને જેવો પોતાનો UPI PIN દાખલ કર્યો, કે તરત જ તેમના SBI ખાતામાંથી 81,360 રૂપિયા ઉપડી ગયા હતા. બેંકની YONO એપમાં બેલેન્સ ચેક કરતાં પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેઓ તાત્કાલિક SBI બેંકમાં પહોંચ્યા હતા અને સાયબર હેલ્પલાઇન 1930 પર આ ફ્રોડ અંગે ફરિયાદ નોંધાવી હતી. હાલ આ મામલે ગોરવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે સાયબર ઠગોને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    તંત્ર એ અંબાજી મંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું:જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ અંબાજી મંદિર પરિસરની મુલાકાત લઈ ભાવિકો માટે સ્વચ્છતા, વ્યૂ પોઈન્ટ અને પાયાની સુવિધાઓ વધારવા આયોજન કરવા સૂચના આપી.
    Next Article
    રાજકોટ રેન્જ ટીમે પોશડોડા સાથે એક આરોપીને ઝડપ્યો:સાયલાના કોટડા ગામેથી 7 કિલોથી વધુ પોશડોડા જપ્ત, જથ્થો આપનાર સામે પણ ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment