Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફળતા:જામનગરના યંગ કન્ટેન્ટ ક્રિએટર: ડાર્ક કોમેડીથી મેળવ્યા મિલિયન વ્યૂઝ

    1 week ago

    જામનગરના યુવા કન્ટેન્ટ ક્રિએટર નોયડા સોહમરાજ અને તેમની ટીમે માત્ર એક વર્ષમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની આગવી ઓળખ બનાવી છે. 2025ની શરૂઆતમાં સામાન્ય વાતચીતથી શરૂ થયેલું આ પ્રયત્ન આજે લાખો દર્શકો સુધી પહોંચ્યો છે. સોહમરાજ જણાવે છે કે જાન્યુઆરી 2025માં મિત્રો સાથે બેઠા દરમિયાન ગુજરાતી કન્ટેન્ટ અંગે ચર્ચા થઈ. ‘ગુજરાતીમાં ઘણા ક્રિએટર્સ છે, પણ કંઈક એવું બનાવવું હતું કે જેને જોઈને તરત હાસ્ય આવે અને સાથે કાયદેસર, સ્વચ્છ કન્ટેન્ટ હોય.’ આ વિચાર સાથે ટીમે એક સ્માર્ટફોનની મદદથી 4-5 ડેમો વિડીયો તૈયાર કર્યા. તેમાંનો પહેલો જ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને માત્ર 2-3 મહિનામાં મિલિયનથી વધુ વ્યૂઝ મેળવી ગયો. આ સફળતાએ ટીમને આગળ વધવા પ્રેરણા આપી. અમારી પાસે વિડિયો બનાવા ફોન નહતો એટલે મેં EMI પર ફોન લીધો હતો. ત્રણ સભ્યોની આ ટીમ મુખ્યત્વે ગુજરાતી ડાર્ક કોમેડી કન્ટેન્ટ બનાવે છે, જે યુવાનોમાં ખાસ લોકપ્રિય બની રહ્યું છે. સોહમરાજ કહે છે કે તેમનો પ્રયાસ હંમેશા અલગ અને અસરકારક કન્ટેન્ટ રજૂ કરવાનો રહ્યો છે. તેમના ટીમમાં હુસૈનભાઈ અને ઇરફાન ભાઇ છે. તેમનું ઇન્સ્ટા આઇડી @sohamrajnoyda છે અને તેમના ફોલોવર્સ 137K છે.
    Click here to Read More
    Previous Article
    આત્મહત્યા:જામનગરના નવા નાગનાના યુવાને ગળાફાંસો ખાઈ લીધો
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અમેરિકા ઢીલું પડ્યું, ઈરાનના ઓઈલ પરનો પ્રતિબંધ હટાવશે; રોકાણકારો રાતા પાણીએ રડ્યા, પેટ્રોલમાં ₹10-15 વધી શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment