Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આત્મહત્યા:જામનગરના નવા નાગનાના યુવાને ગળાફાંસો ખાઈ લીધો

    1 week ago

    જામનગર તાલુકાના નવા નાગના ગામમાં રહેતા અને ભેંસનો તબેલો ચલાવતા શાંતિલાલ છગનભાઈ સોનગરા (ઉ.વ.29) નામના સતવારા યુવાને ગત તા.8મીના રોજ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં લાંબી સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે બનાવથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. બનાવ અંગે મૃતકના મોટાભાઈ ધર્મેન્દ્રભાઈ છગનભાઈ સોનગરાએ પોલીસને જાણ કરતાં બેડી મરીને પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુર્યરાજસિંહ કે. જાડેજા સહિતનો સ્ટાફ જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસના પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક યુવાનનું સગપણ થતું ન હોવાથી આ પગલું ભર્યું હોવાનું અનુમાન કરાયું છે. જોકે તેના પરિવારજનો દ્વારા હજુ સુધી પોલીસને ચોક્કસ કારણ આપ્યું નથી, અને પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદનો માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ડ્રાઈવરનો વીડિયો વાયરલ‎:જામનગરમાં કચરા ગાડીના ચાલકે વાછરડી ઉપર ગાડી ચડાવી દેતા દેકારો
    Next Article
    સફળતા:જામનગરના યંગ કન્ટેન્ટ ક્રિએટર: ડાર્ક કોમેડીથી મેળવ્યા મિલિયન વ્યૂઝ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment