Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રાઈવરનો વીડિયો વાયરલ‎:જામનગરમાં કચરા ગાડીના ચાલકે વાછરડી ઉપર ગાડી ચડાવી દેતા દેકારો

    1 week ago

    જામનગર શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતી કચરા ગાડીઓના ચાલકોના કરતુતો સામે આવતા રહે છે,પટેલ કોલોની વિસ્તારમાં એક કચરા ગાડીએ ગૌવંશ (વાછરડી) ઉપર ચઢાવી દીધી હતી અને વાછરડી વચ્ચે ફસાઈ જતાં ગૌ-પ્રેમીઓ એકઠા થઈ ગયા હતા અને દેકારો બોલાવી દીધો હતો. શહેરના પટેલ કોલોની શેરી નં-9ના છેડે ગુરૂવારે સવારે 10:30 વાગ્યાના અરસામાં બેફામ ઝડપે આવી રહેલી કચરા ગાડીના ચાલકે બેફામ રીતે ગાડી ચલાવીને રો0 ઉપર બેસેલી ગૌવશં (વાછરડી) ઉપર ચડાવી દેવામાં આવી હતી. વાછરડી કચરા ગાડીની વચ્ચે ફસાઈ ગઈ હતી. આ સમયે ત્યાં ઉભેલા સ્થાનિક રહેવાસી એવા ચંદ્રવિજયસિંહ જાડેજાએ દેકારો કરીને વાહન થોભાવી દીધું હતું, ત્યારબાદ તેના પુત્રએ વાહનની નીચેથી વાછરડીને સહી સલામત રીતે બહાર ખેચીને કાઢી લીધી હતી. વાછરડીને એક પગમાં નજીવી ઈજા થઈ હતી. વાછરડીએ ત્યાંથી ચાલતી પકડી લેતા સૌએ હાશકારો અનભુવ્યો હતો. જામનગર મહાનગરપાલિકાના તંત્રએ ફેબ્રુઆરીમાં કચરા ગાડીએ ત્રણ અકસ્માતો સર્જાયા’તા શહેરમાં માંતેલા સાંઢની જેમ દોડતી કચરા ગાડીના ચાલકો અવાર-નવાર અકસ્માતો સર્જે છે. ત્યારે ફેબ્રુઆરી માસ દરમિયાન વિકટોરીયા પુલ ઉપર તેમજ નુરી ચોકડી પાસે સહિત ત્રણ થી ચાર જેટલા અકસ્માતો સર્જાયા હતા. પરંતુ એક પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આવા બેફામ ગતી એ વાહન ચલાવતા ડ્રાઇવરોને શોધી કાઢી તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પણ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    કામગીરી:પેઢીના GST નંબરનો દુરઉપયોગ, મેતાજીનું 20.30 લાખનું ટ્રાન્જેક્શન
    Next Article
    આત્મહત્યા:જામનગરના નવા નાગનાના યુવાને ગળાફાંસો ખાઈ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment