Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:પેઢીના GST નંબરનો દુરઉપયોગ, મેતાજીનું 20.30 લાખનું ટ્રાન્જેક્શન

    1 week ago

    જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર પટેલ પાર્કમાં રહેતા હિરેન મુકેશભાઈ હિરપરા (ઉ.વ.27) નામના યુવાને પોતાની પેઢીના જીએસટી નંબરનો દૂરઉપયોગ કરી ગેરકાયદે રીતે મોટુ ટર્નઓવર કરી નાખવા અંગે અને પોતાની સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરવા અંગે પોતાના જ મહેતાજી સહિત અન્ય બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. યુવાન હિરેન હીરપરાએ 2021ની સાલમાં ઓનલાઈન કિચનવેર વેચવા માટે ઈ કોમર્સ યુનિક એન્ટરપ્રાઇઝ નામની પેઢી તૈયાર કરી હતી, અને તેનો જીએસટી નંબર પણ મેળવ્યો હતો. અને ઝીરો રિટર્ન ભર્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોતે કોઈ કામ ધંધો કરતા ન હોવા છતાં જીએસટી વિભાગ દ્વારા હિરેન હિરપરા ને 37,86,000ના બાકી બિલની નોટિસ પાઠવી હતી. જેથી હિરેનભાઈ ચોંકી ઉઠ્યા હતા, અને તેણે સમગ્ર મામલાની તપાસ કરવા માટે પોલીસમાં અરજી કરી હતી. અરજીના અનુસંધાને પોતાની પેઢીમાં અગાઉ માત્ર છ મહિના માટે કામે જોડાયેલા મહેતાજી જયસુખ જમનભાઈ વોરાનુ કારસ્તાન હોવાનું સામે આવ્યું હતું. જયસુખની ઉલટ તપાસ કરવામાં આવતા તેણે જામનગરના અમિતસિંઘ માનને જીએસટી નંબર આપ્યા હતા, અને તેણે જય ગુજરાત ગુડ કેરિયર નામની પેઢી માં જીએસટી નંબરનો ઉપયોગ કરી નાણાકીય વ્યવહાર કર્યા હતા. જેણે 20,30,600નો ખોટો રિપોર્ટ બનાવ્યો હતો. જીએસટી વિભાગ દ્વારા આખરે આ મામલામાં પેનલ્ટી સહિત 37,86,000ના બાકી બિલ ની નોટિસ પાઠવી હોવાથી આખરે મામલો સામે આવ્યો હતો, અને પોલીસે મહેતાજી જયસુખ વોરા તેમજ અમિતસિંઘ માન અને જય ગુજરાત ગુડ કેરિયર ના સંચાલક સામે ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં અમિતસિંઘ માન નું મૃત્યુ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:કમોસમી વરસાદને પગલે બરડાના ખેતરમાં તૈયાર થયેલા ધાણા, જીરૂ, ઘઉં, ચણાના પાકને તાલપત્રીથી ઢાંકવા પડ્યા
    Next Article
    ડ્રાઈવરનો વીડિયો વાયરલ‎:જામનગરમાં કચરા ગાડીના ચાલકે વાછરડી ઉપર ગાડી ચડાવી દેતા દેકારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment