Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:કમોસમી વરસાદને પગલે બરડાના ખેતરમાં તૈયાર થયેલા ધાણા, જીરૂ, ઘઉં, ચણાના પાકને તાલપત્રીથી ઢાંકવા પડ્યા

    1 week ago

    પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ઠંડો પવન ફૂંકાયો હતો, જ્યારે બરડા વિસ્તારના ગામોમાં પણ કમોસમી વરસાદને પગલે ખેડૂતોએ પોતાના ખેતરમાં 30 ટકા શિયાળુ પાક બચાવવા તાલપત્રી ઢાંકવી પડી હતી. બરડા પંથકના ગામોમાં કમોસમી વરસાદ શિયાળુ પાક માટે જોખમી છે જ્યારે કેરીના ફાલ પર પણ ગંભીર અસર થવાની શક્યતા છે. પોરબંદર સહિત રાજ્યના 25 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી તા. 21 માર્ચ દરમિયાન પોરબંદર સહિત ગુજરાતના 25 જેટલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. ત્યારે પોરબંદરમાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાદળછાયુ વાતાવરણ વચ્ચે પવન ફૂંકાયો હતો, જ્યારે પોરબંદરના બરડા વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો હતો. બરડાના બગવદર, ખાંભોદર, મજીવાણા, ફટાણા, શિંગડા, શીશલી, વાછોડા, ખિસ્ત્રી, કાટવાણા સહિતના ગામોમાં સાંજે કમોસમી વરસાદ ખાબક્યો હતો. બરડા વિસ્તારમાં બપોર પછી 4:30 વાગ્યે આકાશમાં ઘટાટોપ વાદળા મેઘગર્જના સાથે જોરદાર પવન અને ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ શિયાળુ પાક 70 ટકા સમેટાઈ ગયેલ છે જ્યારે 30 ટકા પાક ઉપાડવાનો બાકી છે જેમાં ધાણા, જીરૂ , ઘઉં, ચણા અને ઘાસચારાનો સમાવેશ થાય છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા, શિયાળુ પાકને ક્મોસમી વરસાદથી બચાવવા ખેડૂતોએ તાલપત્રી ઢાંકવી પડી હતી. જોકે કમોસમી વરસાદ થવાથી પાકને નુકસાનીનું જોખમ રહે છે જ્યારે બરડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતો હોવાને કારણે બરડાના કાટવાણા, વિંજરાણા સહિતના ગામોમાં કેરીના પાકમાં નુકસાનીની શક્યતા જોવા મળે છે. ભારે પવનના કારણે કેરીના ફાલમાં આવતા આંબામોર અને ખાખડિયું ખરી જવાની શક્યતા રહેતી હોવાથી આંબાના પાકને નુકશાનની ભીતિ રહેલ છે. કુતિયાણા પંથકમાં ઝરમર વરસાદ સાથે પવન ફૂંકાયો હવામાનની આગાહી મુજબ પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ત્યારે કુતિયાણામાં પણ ધૂપછાવ વાતાવરણ રહ્યું હતું. સાંજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડયો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે બપોરના સમયે સાંજ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ખારવા સમાજ દ્વારા રાંદલ મહોત્સવની ઉજવણી:ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, 23 સ્થળે માતાજીનું સ્થાપન
    Next Article
    કામગીરી:પેઢીના GST નંબરનો દુરઉપયોગ, મેતાજીનું 20.30 લાખનું ટ્રાન્જેક્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment