Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં સિંહ હુમલાના મૃતકના પરિવારને સહાય:જાફરાબાદના ભરતભાઈ બારૈયાના પરિવારને ₹10 લાખ ચૂકવાયા; ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વનમંત્રીને રજૂઆત કરી હતી

    1 day ago

    અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં સિંહના હુમલામાં જીવ ગુમાવનારા ભરતભાઈ માધાભાઈ બારૈયાના પરિવારને રાજ્ય સરકાર દ્વારા ₹10 લાખની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી છે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આ સહાયની રકમ આજે વિધિવત રીતે પીડિત પરિવારને સુપરત કરાઈ હતી. ભાકોદર નજીક સિંહના હુમલામાં નીપજ્યું હતું મોત થોડા સમય અગાઉ જાફરાબાદ પંથકના વરાહસ્વરૂપ ગામના રહીશ ભરતભાઈ બારૈયા પર ભાકોદર નજીક સિંહે અચાનક હુમલો કર્યો હતો. સિંહનો શિકાર બનેલા ભરતભાઈનો મૃતદેહ મળી આવતાં વન વિભાગે સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ઉગ્ર વિરોધ અને ધારાસભ્યની રજૂઆતથી મંજૂર થઈ સહાય આ દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને વન્યજીવો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સમક્ષ મૃતકના પરિવારજનોને ઝડપથી સહાય ચૂકવવા રજૂઆત કરી હતી. આગેવાનોની ઉપસ્થિતિમાં પરિવારને સાંત્વના પાઠવાઈ સહાય સુપરત કરતી વખતે ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળ, RFO જિજ્ઞાશા છેતરણીયા તેમજ જિલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ ભીલ સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ અધિકારીઓ અને આગેવાનોએ મૃતકના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ વોકમાં નીકળેલા વૃદ્ધની ચેન આંચકનાર ઝડપાયો:ક્રાઇમ બ્રાન્ચે બાવચાવાડના યોગેશ કહારને મુદ્દામાલ અને મોપેડ સાથે દબોચ્યો
    Next Article
    પાટણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર:અમિત ચાવડાના સમર્થનમાં પત્રકાર પરિષદ, સ્થાનિક નેતાઓ પર નબળા ઉમેદવાર પસંદગીનો આરોપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment